મુકેશ અંબાણીની મધ્યમ વર્ગને ખાસ Gift, તમારા જુના કપડા આપો અને બ્રાન્ડેડ કપડા લઈ જાઓ- વાંચો
મુકેશ અંબાણીની કંપની Fashion Factoryમ માં આજકાલ Exchange Festival ચાલી રહ્યો છે. ફેશન ફેક્ટરી એક્સચેન્જ ફેસ્ટિવલમાં તમે તમારા જુના કે અનબ્રાન્ડેડ કપડાને એક્સચેન્જ કરી નવા બ્રાન્ડેડ કપડા ખરીદી શકો છો. તે પણ ભારે ડિસ્કાઉન્ટ સાથે.

Reliance Retail Exchange Festival: જો તમે સસ્તા ભાવે બ્રાન્ડેડ અને ફેશનેબલ કપડાં ખરીદવા માંગતા હો, તો રિલાયન્સ રિટેલ ફેશન ફેક્ટરી તમારા માટે એક શાનદાર તક લઈને આવી છે. મુકેશ અંબાણીની આ કંપની ‘ફેશન ફેક્ટરી એક્સચેન્જ ફેસ્ટિવલ’ ચલાવી રહી છે, જેમાં તમે તમારા જૂના કે બ્રાન્ડ વગરના કપડાં બદલી શકો છો અને નવા બ્રાન્ડેડ કપડાં ખરીદી શકો છો, તે પણ ભારે ડિસ્કાઉન્ટ સાથે. આ એક્સચેન્જ ફેસ્ટિવલ ખાસ કરીને શ્રાવણ મહિના અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવ્યો છે, જેથી લોકો તહેવારો નિમિત્તે બજેટમાં નવા કપડાં ખરીદી શકે.
ક્યારે અને કેટલા સુધીની મળશે છૂટ
આ ઓફર 20 જુલાઈ સુધી બધા રિલાયન્સ ‘ફેશન ફેક્ટરી’ સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. ‘ફેશન ફેક્ટરી’ ગમે તે હોય મોટી બ્રાન્ડ્સ પર ભારે ડિસ્કાઉન્ટ માટે જાણીતી છે, અને હવે આ એક્સચેન્જ ફેસ્ટિવલને કારણે, તમને જૂના કપડાંના બદલામાં સસ્તા ભાવે નવા બ્રાન્ડેડ કપડાં મળી રહ્યા છે.
એક્સચેન્જમાં ક્યા ક્યા કપડા લાવી શકાશે?
તમે જૂના ડેનિમ, શર્ટ, ટી-શર્ટ કે બાળકોના કપડા ફેશન ફેક્ટરી સ્ટોર પર લાવી શકો છો. બદલામાં કંપની તમને એક્સચેન્જ કુપન આપશે. જેની વેલ્યુ આ પ્રકારે નક્કી કરવામં આવી છે.
- ડેનિમ માટે- ₹400 સુધીનું કૂપન
- શર્ટ માટે- ₹250 સુધીનું કૂપન
- ટીશર્ટ માટે- ₹150 સુધીનું કૂપન
- બાળકોના કપડા માટે- ₹100 સુધીનું કૂપન
આ કૂપન દ્વારા તમે રોજબરોજની જરૂરી ચીજવસ્તુઓ પણ ખરીદી શકો છો અથવા બ્રાન્ડેડ કપડાની ખરીદીમાં પણ ઉપયોગમાં લઈ શકો છો.
કઈ બ્રાન્ડ્સ પર મળશે ફાયદો?
આ એક્સચેમ્જ ફેસ્ટીવલમાં આપને લી (Lee), લી કૂપર (Lee Cooper), જૉન પ્લેયર્સ (John Players), રેમંડ (Raymond), પાર્ક એવન્યુ (Park Avenue), કૈનો (Cano), પીટર ઈંગ્લેન્ડ (Peter England), એલન સોલી (Allen Solly), વૈન હ્યૂસેન (Van Heusen), લૂઈસ ફિલિપ (Louis Philippe) જેવી મુખ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સના કપડા ખરીદી શકો છો. કંપની ગ્રાહકોને નવી ખરીદી પર 50 % સુધીની છૂટ પણ આપી રહી છે. જેનાથી આ એક્સચેન્જ ફેસ્ટ વધુ ફાયદાકારક બની જાય છે.
આ ઓફર કેમ ખાસ?
- જુના કપડામાથી છૂટકારો મેળવવાનો સારી તક
- નમાંકિત બ્રાન્ડ્સના કપડા પર મળશે છૂટ
- તહેવારો માટે બજેટમાં શોપિંગ
- પર્યાવરણની દૃષ્ટિએ પણ પણ એક સારો વિકલ્પ (રી-યૂઝ)
જો આપ પણ જુના કપડામાંથી કંઈક નવુ અને સ્ટાઈલિશ મેળવવા ઈચ્છો છો તો આ ફેસ્ટીવલ તમારા માટે સારો અવસર છે. 20 જૂલાઈ સુધીમાં તમે તમારી નજીકની ફેશન ફેક્ટરી સ્ટોર પર જાઓ અને તમારા જુના કપડા દઈ નવા કપડા પર સારુ એવુ ડિસ્કાઉન્ટ મેળવી શકશો.
