ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેકટર માર્ચ વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટમાં અરજી, 18 જાન્યુઆરીએ થશે સુનાવણી

સુપ્રીમ કોર્ટ પ્રજાસત્તાક દિન પર નીકળનારી ખેડૂતોની સૂચિત ટ્રેકટર રેલી સામે સોમવારે એક અરજીની સુનાવણી કરવાનું છે.

ગણતંત્ર દિવસ પર ખેડૂતોની ટ્રેકટર માર્ચ વિરૂદ્ધ સુપ્રિમ કોર્ટમાં અરજી, 18 જાન્યુઆરીએ થશે સુનાવણી
Supreme Court

સુપ્રિમ કોર્ટે 12 જાન્યુઆરીએ કેન્દ્રની અરજી પર સુનાવણી માટે સહમતી વ્યક્ત કરી અને 18 જાન્યુઆરીએ સુનાવણી નિયત કરી છે. નવા કૃષિ કાયદાની વિરુદ્ધ દિલ્હી બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. દરમિયાન સુપ્રીમ કોર્ટ પ્રજાસત્તાક દિન પર નીકળનારી ખેડૂતોની સૂચિત ટ્રેકટર રેલી સામે સોમવારે એક અરજીની સુનાવણી કરવાની છે. મુખ્ય ન્યાયાધીશ (સીજેઆઈ) શરદ અરવિંદ બોબડેની અધ્યક્ષતાવાળી ત્રણ ન્યાયાધીશની બેંચ આ સમયગાળા દરમિયાન દિલ્હીની સરહદો પર વિરોધ કરી રહેલા ખેડૂતો પર વિવિધ અરજીઓ પર સુનાવણી કરશે. કેન્દ્ર સરકારે દિલ્હી પોલીસ દ્વારા દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે, પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વિક્ષેપ લાવવાની કોઈપણ રેલી કે વિરોધ દેશને શરમજનક બનાવશે.

12 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે કેન્દ્રની અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી અને અરજીને 18 જાન્યુઆરીએ સુનાવણી માટે મુકવામાં આવી. ખંડપીઠે તેના વિશે વિરોધ કરી રહેલા ખેડૂત યુનિયનોને નોટિસ ફટકારી હતી. કેન્દ્રએ કહ્યું છે કે વિરોધ કરવાના અધિકારમાં વૈશ્વિક સ્તરે દેશને શરમજનક બનાવવાનો સમાવેશ ક્યારેય થઈ શકતો નથી. સાથે અદાલતને પણ વિનંતી કરી હતી કે કોઈપણ વિરોધ કૂચ બંધ કરવામાં આવે. પછી ભલે તે ટ્રેક્ટર કૂચ હોય અથવા કોઈ અન્ય વાહન અથવા કોઈ અન્ય રીતે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પ્રવેશ કરવાની વાત હોય.

સમાચાર એજન્સી એએનઆઈના અહેવાલ મુજબ, ખેડૂત નેતાઓએ કહ્યું છે કે 26 જાન્યુઆરીએ, પ્રજાસત્તાક દિનની પરેડને વિક્ષેપિત કરવા માટે લાલ કિલ્લા પર પહોંચવાની યોજના નથી. સર્વોચ્ચ અદાલતે 12 જાન્યુઆરીએ નવા કૃષિ કાયદાના અમલ ઉપરના નવા આદેશો સુધી રોક લગાવી દીધી હતી.

પરેડ યોજાશે – ખેડૂત સંઘ
કેન્દ્રના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂત સંગઠનોએ રવિવારે કહ્યું હતું કે તેઓ પ્રજાસત્તાક દિન નિમિત્તે દિલ્હીમાં તેમની સૂચિત ટ્રેક્ટર પરેડ લેશે. સંઘના નેતા યોગેન્દ્ર યાદવે સિંઘુ બોર્ડર પર વિરોધ સ્થળ પર એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું કે, “અમે પ્રજાસત્તાક દિવસે દિલ્હીના આઉટર રીંગ રોડ પર ટ્રેક્ટર પરેડ કરીશું. પરેડ ખૂબ શાંતિપૂર્ણ રહેશે. પ્રજાસત્તાક દિનની પરેડમાં કોઈ વિક્ષેપ નહીં આવે. ખેડુતો તેમના ટ્રેકટરો પર રાષ્ટ્રધ્વજ લગાડશે. ”

 

આ પણ વાંચો: મહેશ માંજરેકર વિરૂદ્ધ FIR દાખલ, કાર અથડાયા બાદ મારપીટનો આરોપ

Click on your DTH Provider to Add TV9 Gujarati