બોલિવુડ એક્ટર અને ડાયરેક્ટર મહેશ માંજરેકર વિરૂદ્ધ મહારાષ્ટ્રના પુણેમાં એક વ્યકિતએ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદીનું કહેવું છે કે મહેશ માંજરેકરે તેને થપ્પડ મારી હતી અને તેને અપશબ્દો કહ્યાં હતા. ફરિયાદીના કહેવા મુજબ તેમની કાર મહેશ માંજરેકરની કાર સાથે ટકરાઈ હતી, ત્યારબાદ ફિલ્મ નિર્માતાએ તેમને થપ્પડ મારી હતી અને અપશબ્દો કહ્યાં હતાં.
યાવત પોલીસ મથકના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના શુક્રવારે રાત્રે પુણે-સોલાપુર હાઈવે પરના યાવત ગામ નજીક બની હતી. ત્યારબાદ પોલીસે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ મહેશ માંજરેકર સામે ગુનો નોંધ્યો હતો. તેમણે કહ્યું કે ફરિયાદી કૈલાસ સાતપુતેએ આરોપ લગાવ્યો છે કે માંજરેકરે અચાનક બ્રેક્સ લગાવી હતી, જેના કારણે તેની કાર પાછળથી અભિનેતાની કાર સાથે ટકરાઈ હતી.
આ પણ વાંચો: PAKvsSA: પાકિસ્તાનની નફ્ફટાઇ, દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે જોડાયેલા ભારતીય એનાલિસ્ટ પ્રસન્નાને વિઝા ના આપ્યા