કાશી ધર્મ પરિષદમાં નૂપુર શર્માને મળ્યો સંતોનો સાથ, શુક્રવારની નમાજ પછી થયેલી હિંસા પર સંતોએ નારાજગી વ્યક્ત કરી

કાશી ધર્મ પરિષદની (Kashi Dharma Parishad) બેઠકમાં સંતોએ કહ્યું કે તે બધા નુપુર શર્માની સાથે છે. સંતોએ કહ્યું કે જે લોકો નુપુર શર્માને રેપની ધમકી આપી રહ્યા છે, તેમની રાસુકા એક્ટ હેઠળ ધરપકડ કરી કડક સજા કરવામાં આવે.

કાશી ધર્મ પરિષદમાં નૂપુર શર્માને મળ્યો સંતોનો સાથ, શુક્રવારની નમાજ પછી થયેલી હિંસા પર સંતોએ નારાજગી વ્યક્ત કરી
Kashi Dharm Parishad
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 3:48 PM

પૈગંબર મોહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરનાર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા (Nupur Sharma) સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યુ છે. પરંતુ હવે નુપુર શર્માને આ બાબતે સંતો તરફથી સાથ મળ્યો છે. સંતોએ કહ્યું કે નુપુર શર્માને ધમકી આપનારની ધરપકડ કરીને સજા થવી જોઈએ. આ ઉપરાંત સંતોએ કહ્યું કે જે રીતે શુક્રવારે હિંસા થઈ. ત્યારબાદ હવે સંત સમાજ ચૂપ રહેશે નહિ અને રસ્તાઓ પર આવશે. વારાણસીમાં શુક્રવારે કાશી ધર્મ પરિષદની (Kashi Dharma Parishad) બેઠકમાં શુક્રવારની નમાજ પછી થયેલી હિંસા પર સંતોએ નારાજગી વ્યક્ત કરતા ઘટનાની નિંદા પણ કરી હતી. આ બેઠકમાં સંતોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે માંગણી કરી છે કે આવી અરાજકતા ફેલાવનાર લોકો અને તેની પાછળના ષડયંત્રકારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

કાશીમાં સુદામા કુટી હરતીરથમાં પાતાલપુરી મઠના પીઠાધીશ્વર મહંત બાલકદાસની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કાશી મઠના પીઠાધીશ્વર, સંતો, મહંતો અને સામાજિક કાર્યકરોની હાજરીમાં 16 પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યા હતા અને નિર્ણય લેવાયો છે કે દેશને બચાવવા માટે સંતો રસ્તા પર આવશે અને દેશદ્રોહીઓને બેનકાબ કરશે. આ બેઠકમાં એવું કહેવામાં આવ્યું છે કે જે રીતે કટ્ટરપંથી દેશને અશાંતિ તરફ લઈ જઈ રહ્યા છે તેના માટે ધર્મના રક્ષકોએ આગળ આવવું પડશે.

હિન્દુ દેવતાઓની મજાક ઉડાવનારાઓ સામે કાર્યવાહી કરવી જોઈએ

આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે તમામ અખાડાઓ, તમામ સંપ્રદાયોના પ્રમુખો સાથે મળીને સરકારને પ્રસ્તાવ મોકલવામાં આવશે અને કટ્ટરપંથીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરવામાં આવશે. સંતોનું કહેવું છે કે પથ્થરમારો અને હિંસા માટે જવાબદાર વ્યક્તિ અને સંગઠન પર લગામ લગાવવી જોઈએ અને જે લોકો તેમાં સામેલ તેમની સંપત્તિ જપ્ત કરવી જોઈએ. બેઠકમાં સંતોએ કહ્યું કે હિંસા પાછળના ષડયંત્રનો પર્દાફાશ કરવો પડશે. આ સાથે સંતોએ હિંદુ દેવી-દેવતાઓ પર અપમાનજનક ટિપ્પણી કરનારા, ફિલ્મોની મજાક કરનારાઓને જેલમાં મોકલવા જોઈએ. સંતોએ બેઠકમાં શુક્રવારે રાંચીમાં હનુમાન મંદિરમાં થયેલા હુમલાના તોડફોડની પણ નિંદા કરી હતી.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

નૂપુર શર્માને ધમકી આપનારા લોકો પર રાસુકા એક્ટ

કાશી ધર્મ પરિષદની બેઠકમાં સંતોએ કહ્યું કે જ્ઞાનવાપી પર સાચું બોલનાર બાબાને કાયમી સુરક્ષા મળવી જોઈએ અને ધમકી આપનારા લોકોને રાસુકા એક્ટ હેઠળ ધરપકડ કરી કડક સજા કરવામાં આવે. સંતોએ કહ્યું કે તે બધા પૈગંબર પર આપવામાં આવેલા નિવેદનને લઈને નુપુર શર્માની સાથે છે. તે બધા ઈચ્છે છે કે એવા લોકો જે નુપુર શર્માને રેપની ધમકી આપી રહ્યા છે તેમને રાસુકા એક્ટ હેઠળ ધરપકડ કરી કડક સજા કરવામાં આવે. સંતોએ કહ્યું કે ટૂંક સમયમાં જ આ બાબતે સંતો, મહાત્માઓ અને નાગા સાધુઓની સંયુક્ત બેઠક યોજાશે અને આગળની રણનીતિ પણ તૈયાર કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">