AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nupur Sharma ના પુતળાને ફાંસીએ લટકાવવાનો મામલો, વેંકટેશ પ્રસાદે કહ્યુ-આ તો વધારે પડતુ છે

નુપુર શર્મા (Nupur Sharma) ની તસ્વીર જોઈને અનેક દિગ્ગજોએ પોતાની પ્રતિક્રિયા દર્શાવી છે, ત્યા કૂલ ખેલાડી ગણાતા ભારતના ભૂતપુર્વ સ્ટાર ક્રિકેટર વેંકટેશ પ્રસાદે (Venkatesh Prasad) પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપીને નારાજગી દર્શાવી છે.

Nupur Sharma ના પુતળાને ફાંસીએ લટકાવવાનો મામલો, વેંકટેશ પ્રસાદે કહ્યુ-આ તો વધારે પડતુ છે
Venkatesh Prasad ટ્વીટર પર પ્રતિક્રિયા આપી
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2022 | 2:27 PM
Share

ભારતીય જનતા પાર્ટી (BJP) ના મહિલા નેતા નુપુર શર્મા (Nupur Sharma) દ્વારા પયગંબર મોહમ્મદ પર કથિત વિવાદિત નિવેદનને લઈે અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો નિવેદનનો વિરોદ કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેમની વાતમાં સમર્થન કરી રહ્યા છે. નુપુર શર્માના વિરુદ્ધમાં પણ કેટલાક લોકો દ્વારા વિરોધ દર્શાવાઈ રહ્યો છે, જે દરમિયાન એક એવી તસ્વીર વાયરલ થઈ રહી છે કે તે જોઈને અનેક લોકોએ વિરોધ કરવાની આ રીતને ને લઈને પણ આકરી પ્રતિક્રિયા દર્શાવી રહ્યા છે. કારણ કે મહિલા નુપુર શર્માનુ પુતળુ જાહેરમાં ફાંસી પર લટકાવીને પ્રદર્શન કારીઓએ વિરોધ દર્શાવ્યો છે. આ તસ્વીર જોઈને અનેક દિગ્ગજોએ પોતાની પ્રતિક્રિયા દર્શાવી છે, ત્યા કૂલ ખેલાડી ગણાતા ભારતના ભૂતપુર્વ સ્ટાર ક્રિકેટર વેંકટેશ પ્રસાદે (Venkatesh Prasad) પણ સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા આપીને નારાજગી દર્શાવી છે.

આ વિવાદમાં આમ તો કોઈ જલદી પડવા માંગતુ નથી, આવા સમયે આ ક્રિકેટરે પોતાનુ સમર્થન કેટલાક પ્રદર્શનકારીઓની પુતળાને લટકાવી દેવાની માનસિકતાની વિરોધમાં કર્યુ છે.  વેંકટેશ પ્રસાદે નિરાશા સાથે સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા રજૂ કરી છે. આમતો સામાન્ય રીતે વેંકટેસ પ્રસાદ સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત કરે છે અને એમાં પણ પોતાનો મત પણ જવલ્લેજ રજૂ કરે છે. પરંતુ એક મહિલાનો આ પ્રકારને વિરોધ કરવાની રીતને લઈને તે નારાજ દેખાયા છે. તેઓએ ટ્વીટ કરીને લખ્યુ છે. રાજકારણને બાજુ પર રાખીને વિવેક જાળવો. આ વધારે પડતુ છે. વેંકટેશના આ શબ્દો એ આ પુતળુ લટકાવનાર પ્રદર્શનકારીઓની વિવેક બુદ્ધીની ક્ષમતાના પ્રમાણને ગણાવ્યુ હતુ.

પ્રસાદે ટ્વીટ કરી કહ્યુ આમ

પ્રસાદે ટ્વીટ કરીને લખ્યુ હતુ કે, આ પુતળુ કર્ણાટકમાં નુપુર શર્માનુ લટકી રહ્યુ છે. પરંતુ વિશ્વાસ નથી થઈ રહ્યો કે આ 21મી સદી છે, ભારત. હું સૌ કોઈને આગ્રહ કરુ છુ કે રાજકારણને એક તરફ છોડી દો અને વિવેકને આગળ કરો. આ તો ખૂબ વધારે પડતુ છે.

સામાન્ય રીતે પ્રસાદ ક્રિકેટ અને તેની બહાર ખૂબ જ શાંત મગજનો વ્યક્તિ માનવામાં આવે છે. તેની ખેલદીલી અને રમતને લઈ તે ખૂબ જ આદર ધરાવે છે અને તે ક્યારેય વિવાદોની ઘટનાઓમાં પોતાનો મત જલદી રજુ કરતો નથી. ક્રિકેટમાંથી નિવૃત્તી બાદ પણ તે અલગ જ રીતે પોતાનો આનંદ માણી રહ્યો છે. પરંતુ હાલમાં દેશમાં ચાલી રહેલા માહોલ દરમિયાન વિરોધ અને પ્રદર્શનમાં આવી તસ્વીર જોઈને જાણે કે તેને લાગી આવ્યુ છે અને તેણે આ પ્રકારની વિનંતી કરી હતી.

વેંકટેસનુ કરિયર

બેંગલુરુમાં 1969માં જન્મેલ પ્રસાદ હાલમાં 52 વર્ષની વય ધરાવે છે. ભારતીય ક્રિકેટ ટીમ વતીથી તે 33 ટેસ્ટ મેચ અને 161 વન ડે મેચ રમી ચુક્યો છે. જે દરમિયાન તે ટેસ્ટ ક્રિકેટમાં 96 અને વન ડેમાં 196 વિકેટ ઝડપી ચુક્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં તે એક જ ઈનીંગમાં 33 રન આપીને 6 વિકેટ ઝડપવાનુ પોતાનુ શ્રેષ્ઠ પ્રદર્શન દર્શાવી ચુક્યો છે. જ્યારે વન ડેમાં 27 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. કર્ણાટકની ઘરેલુ ટીમમાં તે 1991 થી 2005 સુધી રમ્યો હતો.

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">