AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં આજથી GUJCTOCનું અમલ, કોઈ પણ વ્યક્તિનો ફોન કરી શકાશે ટેપ!

PM નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યાર બાદ ગુજરાતના અનેક પ્રોજેકટ એવા છે. જેનું ખતમુહૂર્ત તેમના હાથે થયું અને લોકાર્પણ પણ તેમના જ હાથે થયું હોય છે. પરંતુ એવા કેટલાક નીતિવિષયક નિર્ણયો છે. જેની શરૂઆત નરેન્દ્ર મોદીએ ગુજરાતના CM તરીકે કરી હશે. પરંતુ કેન્દ્ર સરકારમાંથી મજૂરી ન મળવી અથવા ફાઈલ પેન્ડિંગ હોય કે, રિજેક્ટ કરી […]

ગુજરાતમાં આજથી GUJCTOCનું અમલ, કોઈ પણ વ્યક્તિનો ફોન કરી શકાશે ટેપ!
Kinjal Mishra
| Edited By: | Updated on: Dec 01, 2019 | 10:22 AM
Share

PM નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યાર બાદ ગુજરાતના અનેક પ્રોજેકટ એવા છે. જેનું ખતમુહૂર્ત તેમના હાથે થયું અને લોકાર્પણ પણ તેમના જ હાથે થયું હોય છે. પરંતુ એવા કેટલાક નીતિવિષયક નિર્ણયો છે. જેની શરૂઆત નરેન્દ્ર મોદીએ ગુજરાતના CM તરીકે કરી હશે. પરંતુ કેન્દ્ર સરકારમાંથી મજૂરી ન મળવી અથવા ફાઈલ પેન્ડિંગ હોય કે, રિજેક્ટ કરી દેવામાં આવી હોય છે. જે પછી કેન્દ્રમાં સત્તાના સુકાન સંભાળ્યા બાદ પોતે જ સ્વીકૃતિની મોહર લગાવી હશે. એવો જ એક નીતિ વિષયક નિર્ણય અને કાયદો એટલે ‘GUJCTOC’….જે આજથી રાજ્યમાં અમલમાં આવશે.

ગુજરાત સરકારના એક સમયમાં ‘વિવાદિત’ આતંકવાદ વિરોધી કાયદો ‘GUJCTOC’ને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આજથી રાજ્ય સરકારે અમલી બનાવ્યો છે. આમ તો, આ કાયદાની નેમ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારે એટલે કે વર્ષ 2003માં નાખવામાં આવી હતી. જો કે મહારાષ્ટ્રના મકોકાની પેટર્ન પર બનેલા આ કાયદામાં આતંકવાદની નાબૂદી સાથે-સાથે એવા પણ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના કારણે સતત વિવાદોમાં રહ્યો અને 16 વર્ષ બાદ કાયદાના બિલ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરીની મહોર લાગી અને આજથી એટલે કે, એક ડિસેમ્બર 2019થી અમલમાં આવશે. 2003થી આ કાયદો વિવાદનું મૂળ બન્યો હતો. પણ આખરે આજથી તેનો અમલ શરૂ થતાં પોલીસ તંત્રની સત્તાઓમાં વધારો થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

જાણો શું છે GUJCTOC કાયદાના ફાયદા અને કેવા ગુના પર લાગશે અંકુશ

  • સરહદ પારના ત્રાસવાદી સંગઠનોના નાર્કો ત્રાસવાદ
  • સાયબર ગુનાઓ
  • સંદેશાવ્યવહારના દુરોપયોગ પર રોક લાગશે
  • સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલીંગ)
  • ધાક-ધમકીથી પૈસા પડાવવા
  • પ્રતિબંધિત માલની દાણચોરી કરવી
  • ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો
  • ખંડણી માટે અપહરણ કરવું
  • રક્ષણ માટે નાણાં વસૂલવા
  • પોન્ઝિ સ્કીમ અથવા મલ્ટી લેવલ માર્કેટીંગ સ્કીમના ગુનાઓ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

જો કે આ કાયદામાં કેટલીક ખામીઓ પણ છે. જેના કારણે સમાજના કેટલાક વર્ગમાં નારાજગી છે. એમાં મહત્વનો મુદ્દો Right To Privacyનો ભંગ છે. GUJCTOCના નિયમો પ્રમાણે હવે પોલીસને કોઈ પણ વ્યક્તિનો ફોન ટેપ કરવાની સત્તા છે. ન માત્ર ફોન ટેપ, પોલીસ મરજી પ્રમાણે કોઈ પણ વ્યક્તિના મોબાઇલમાં Tex Msg તેમજ what’sApp કે, સોશિયલ પ્લેટફોર્મને ઓન-સર્વેલન્સમાં મૂકી શકે છે. જે માટે પોલીસને કોઈ પણ પરવાનગીની જરૂર નથી. એટલે કે, કાયદામાં IT-ACTનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે. જેના કારણે પણ અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

પરંતુ રાજ્ય સરકારનો દાવો છે કે, ગુજરાત જેવા સરહદી રાજ્યની સુરક્ષા માટે આતંકવાદ વિરોધી અલગ કાયદાની જરૂર હતી. મહારાષ્ટ્ર બાદ ગુજરાતને આવો અલગ કાયદો મળતા આતંકવાદી પ્રવૃત્તિઓ અટકશે અને રાજ્યની રાષ્ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સુરક્ષામાં વધારો થશે. આ અંગે પ્રતિક્રિયા આપતા ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યની સુરક્ષામાં વધારો થાય અને પોલીસ કર્મીઓને પૂરતું બળ મળે તેવા આશયથી ગુજરાત સરકારે GUJCTOCકાયદાને વિધાનસભામાં પસાર કરીને રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલ્યો હતો. જેને 5 નવેમ્બરે રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા આજથી રાજ્ય સરકારે કાયદાને અમલી બનાવ્યો છે.

જો સરકારનું માનીએ તો, આ કાયદાના અમલીકરણથી રાજ્યના પોલીસ અધિકારીઓને વધુ સત્તાઓ મળશે. ગુના નિયંત્રણ માટે વિશ્વાસ વધશે. આ કાયદાની વિવિધ કલમોમાં આતંકવાદી કૃત્યો અને સંગઠિત ગુના માટે શિક્ષાની જોગવાઈ કરાઈ છે. સાથે-સાથે સંગઠિત ગુના સિન્ડીકેટના સભ્યો તરફથી બિનહિસાબી મિલકતનો કબજો ધરાવવા માટે શિક્ષાની જોગવાઈ કરાઈ છે. ઉપરાંત ગુનાની ઇન્સાફી કાર્યવાહી માટે વિશેષ કોર્ટની રચના અને વિશેષ કોર્ટની હકુમત માટેની જોગવાઈ કરાઈ છે. આતંકવાદ કે સંગઠિત ગુના સંદર્ભે સંદેશા વ્યવહારને દ્વારા મેળવાયેલા પુરાવા ગ્રાહ્ય રખાશે. સાથે પુરાવા માટે ખાસ નિયમો પણ ઘડાશે.

પોલીસ અધિકારી સમક્ષ આરોપીએ કરેલ કબૂલાતને પણ વિચારણામાં લેવાશે તથા સાક્ષીઓને પૂરતું રક્ષણ પણ પૂરું પાડવામાં આવશે. સંગઠિત ગુનાની ઉપજમાંથી સંપાદિત કરેલી મિલકતને ટાંચમાં લેવાશે. જો કે, આ કાયદો આતંકવાદ વિરોધી કાયદાઓ હોવાની સાથે તેની કેટલીક જોગવાઈઓને લઈને વિવાદ થયો હતો. આ કાયદામાં પોલીસ અધિકારીઓને મળતી સત્તા અને માનવ અધિકારોને લઈને વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા. પણ હવે વિવાદ કે વિરોધ પર આજે પૂર્ણવિરામ લાગી જાય છે. કાયદો આજથી અમલ બન્યો છે. ત્યારે આતંકવાદને ડામવામાં કાયદો કેટલો અસરકારક રહેશે એ જોવું રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

g clip-path="url(#clip0_868_265)">