AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક ‘નાના છોકરા’ ને કારણે આખા ભારતની ઊંઘ થઈ ગઈ છે હરામ, વિશ્વમાં પણ વધી ગઈ છે હલચલ- કોણ છે એ વાંચો

ભારત સહિત હાલ આખા વિશ્વની ઊંઘ એક 'નાના છોકરા'ને કારણે હરામ થઈ ગઈ છે. તેના તોફાનને કારણે સમગ્ર દુનિયામાં હલચલ વધી ગઈ છે. આવો જાણીએ કોણ છે 'નાનો છોકરો'

એક 'નાના છોકરા' ને કારણે આખા ભારતની ઊંઘ થઈ ગઈ છે હરામ, વિશ્વમાં પણ વધી ગઈ છે હલચલ- કોણ છે એ વાંચો
| Updated on: Apr 17, 2026 | 3:38 PM
Share

એક નાના છોકરાને કારણે હાલ ભારત સહિત સમગ્ર વિશ્વની ઊંઘ હરામ થઈ ગઈ છે. તેનો ખેલ હાલ તો સહુ કોઈને ભારે પડી રહ્યો છે અને ભારે પડવાનો છે. 2026 માં લોકો આ ‘નાના છોકરા’ને કારણે પરેશાન રહેવાના છે. આ ‘નાના છોકરો’ બીજો કોઈ નહીં પરંતુ ‘અલ નીનો’ છે. જેને સ્પેનિશમાં ‘ધ લિટલ બોય’ કહેવામાં આવે છે. તેના વિશે ભારતીય મૌસમ વિભાગ (IMD) એ પણ ચિંતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગે વર્ષ 2026માં ચોમાસુ સરેરાશ કરતા પણ નીચુ રહેવાનું અનુમાન વ્યક્ત કર્યુ છે. તેની પાછળ આ જ ‘લિટલ બોય’ એટલે કે ‘અલ નીનો’ જવાબદાર છે. જે હાલના દિવસોમાં પ્રશાંત મહાસાગરના એક નાનકડા ટુકડામાં વિકસીત થઈ રહ્યો છે.

હવામાન વિભાગે ‘અલ નીનો’ ને લઈને વ્યક્ત કરી ચિંતા

ભારતીય હવામાન વિભાગની આગાહી અનુસાર વર્ષ 2026 માં જૂનથી લઈને સપ્ટેમ્બર સુધી ચોમાસાનો વરસાદ સરેરાશ કરતા પણ ઓછો રહી શકે છે કારણ કે અલ નીનો વિકસીત થઈ રહ્યો છે. અલ નીનો હવામાનમાં એવી અસર ઉભી કરે છે જેના કારણે દુનિયાના બીજા ભાગમાં વરસાદ ઓછો થાય છે. દુષ્કાળની સ્થિતિ સર્જાય છે. પાક બર્બાદ થઈ જાય છે. બિયારણ ઘટી જાય છે. કૂલ મળીને અન્નનું ઉત્પાદન ઓછુ થાય છે.

‘શું છે આ અલ નીનો, ક્યાં બને છે?’

અલ નીનો ને ‘ધ લિટલ બોય’ ઉપરાંત ક્રાઈસ્ટ ચાઈલ્ડ પણ કહેવામાં આવે છે. અલ નીનો પૂર્વી અને મધ્ય પ્રશાંત મહાસાગરમાં થનારી એક હવામાનની ઘટના છે. જેનાથી પર્યાવરણની સમતુલા ખોરવાઈ છે અને વરસાદ લાવનારા પવનો નબળા પડી જાય છે. તેનાથી ચોમાસાની ઋતુ દરમિયાન સમગ્ર ભારતીય ઉપખંડમાં બહુ ઓછો વરસાદ પડે છે. અલ નીનો દર 2 થી 5 વર્ષે વિકસીત થાય છે.

‘અલ નીનો’ ની ભારત પર શું અસર પડશે?

સામાન્ય રીતે મહાસાગરમાં ગરમ પવનો ઉઠે છે અને તેની સાથે પાણીને શોષી લઈ કોઈ અન્ય હિસ્સામાં વરસાદ રૂપે વરસે ભારતીય ઉપખંડમાં જૂલાઈથી લઈને સપ્ટેમ્બર સુધી વરસાદ લાવે છે. પરંતુ હવે જ્યારે ‘અલ નીનો’ વિકસીત થઈ રહ્યો છે તો આ ગરમ પવનો નબળા પડી જાય છે અને ઠંડા પડી જાય છે. જેનાથી ભેજ શોષવાની ક્ષમતા ઓછી થાય છે અને તેની અસર ચોમાસા પર પડે છે. જે નબળુ પડી જાય છે અને ઓછો વરસાદ પડે છે.

ભારત માટે ચોમાસુ અતિ મહત્વપૂર્ણ

ભારત માટે ચોમાસુ અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે ચોમાસાને કારણે જ ભારતમાં 70 % વરસાદ વરસે છે. આ વરસાદ ભારતમાં ખેતી માટે અત્યંત જરૂરી છે. ભારતની 4 ટ્રિલિયન ઈકોનોમીમાં કૃષિનો લગભગ 18% હિસ્સો છે. જે ભારતના 150 કરોડ લોકોનું પેટ ભરે છે. અલ નીનો દરેક જગ્યાએ નકારાત્મ નથી હોતો. ભારતથી હજારો કિલોમીટર દૂર ‘અલ નીનો’ ભલે નાનકડી જગ્યાએ ઉત્પન્ન થયો હોય, પરંતુ તેની જળવાયુ પ્રભાવ ઘણો મોટો હોય છે અને ચિંતા વધારી દે છે.

ભારત માટે ‘અલ નીનો’ નો ભૂતકાળ નથી રહ્યો સારો

ભારતમાં અલ નીનો સાથે જોડાયેલા વરસાદની ઓછામાં ઓછી 17 ઘટનાઓ બની છે. જેમા પાંચમાં સરેરાશ અથવા સરેરાશથી પણ ઓછો વરસાદ થયો છે.બાકીની 6 ઘટનામાં ‘અલ નીનો’ ના કારણે ભારતમાં સરેરાશથી પણ ઓછો વરસાદ પડ્યો છે. વર્ષ 2009માં નબળા અલ નીનો એ ભારતમાં લાંબા સમય સુધી 78.2% વરસાદ પડ્યો. આ ઘટના 37 વર્ષમાં સૌથી ઓછી હતી. હવેનું વેધર મોડલ જે દેખાઈ રહ્યુ છે, તે અનુસાર 2026માં અલ નીનો ઘણો મજબુત રહેવાનો છે.

નાસિકની TCS કંપનીમાં ચાલતા ધર્માન્તર રેકેટે અનેક કર્મચારીઓની જિંદગી બનાવી દીધી દોજખ, નોકરી કે નરક એ નક્કી કરવુ મુશ્કેલ- વાંચો

Follow Us
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
દક્ષિણ ગુજરાત: ડીઝલની અછત અને 45 લિટરની મર્યાદાથી ખેડૂતો ચિંતિત
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
આશિષ જોષીના રિમાન્ડ મંજૂર: મધુ શ્રીવાસ્તવની ભાજપને ખુલ્લી ચેતવણી
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
સુરત પોલીસે લાઈવ ડેમો આપી લોકોને કર્યા જાગૃત, જુઓ Video
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદ: સરકારી આવાસના નામે મોટી છેતરપિંડી, ઠગ અંકિત પટેલ ઝડપાયો
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
અમદાવાદમાં દારૂ ઢોળાયો: વટવા GIDCમાં દારૂબંધીના લીરે લીરા ઉડ્યા
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
વડોદરાની ફેમસ બેકરીના કેક કાઉન્ટર પર મરેલો ઉંદર જોવા મળ્યો, જુઓ Video
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Rajkot: ઉપલેટામાં ડુંગળી અને ખાતર માટે વિરોધ પ્રદર્શન
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
Breaking News: ઉનાળામાં ફરવા આવતા લોકો માટે SOUમાં ખાસ તૈયારી
g clip-path="url(#clip0_868_265)">