ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાને ભારતની એક ઈંટ પણ ખેરવી હોય તો તેનો ફોટો બતાવો, વિદેશી મીડિયાને આડે હાથ લેતા ડોવાલ
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે, આજે શુક્રવારે IIT મદ્રાસ ખાતે દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો. ઓપરેશનની સફળતા ગણાવતા અજિત ડોવલે કહ્યું કે, સમગ્ર ઓપરેશનને અટોપતા માત્ર 23 મિનિટ જ લાગી. અમે ફક્ત 9 લક્ષ્યો પર જ હુમલો કર્યો હતો. આ સિવાય, અમે બીજે ક્યાંય હુમલો કર્યો નહીં. તે એક ચોક્કસ હુમલો હતો.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે ચેન્નાઈમાં IIT મદ્રાસના 62મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ઓપરેશન સિંદૂર વિશે પણ ઘણી વાત કરી. અજિત ડોવલે આ દરમિયાન ઓપરેશન સિંદૂરની સફળતા વિશે પણ જણાવ્યું. તેમણે વિદેશી મીડિયાને આડેહાથે લેતા કહ્યું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતને જો નુકસાન થયું હોય તો મને એક તસવીર બતાવો.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલે ઓપરેશન સિંદૂર વિશે વાત કરતા કહ્યું કે, અમે પાકિસ્તાનમાં 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરવાનો નિર્ણય લીધો છે. અમને અમારા ઓપરેશન સિંદૂર પર ગર્વ છે. અમે અમારા નિર્ધારિત 9 લક્ષ્યો સિવાય બીજે ક્યાંય હુમલો કર્યો નથી. હુમલાઓ ચોક્કસ હતા. તેમણે વધુમાં કહ્યું, “ભલે તે આપણું બ્રહ્મોસ હોય કે રડાર, આ બધા સ્વદેશી શસ્ત્રો હતા”.
વિદેશી મીડિયા પર નિશાન સાધ્યું
આ સાથે, અજિત ડોવલે કોન્વોકેશનમાં ઓપરેશન સિંદૂર પરના અહેવાલ માટે વિદેશી મીડિયા પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, વિદેશી મીડિયાએ કહ્યું કે, પાકિસ્તાને આમ અને તેમ કર્યું. તમે મને એક ફોટો બતાવો જે કોઈપણ ભારતીય ઇમારતને નુકસાન પહોંચાડેલું હોય, મને એક એવો ફોટો બતાવો જે ભારતનું નુકસાનમાં કાચનો એક ટુકડો પણ તુટ્યો હોય તો બતાવો. વિદેશી મીડિયાએ ઘણી બધી વાતો લખી અને આગળ મૂકી. પણ કોઈ સચોટ પુરાવાઓ રજૂ નથી કર્યાં.
“આપણા પૂર્વજોએ ઘણું સહન કર્યું”
અજિત ડોવલે કહ્યું, આપણે આપણી સ્વદેશી ટેકનોલોજી વિકસાવવી પડશે. સમગ્ર કામગીરીમાં 23 મિનિટ લાગી. તેમણે વધુમાં કહ્યું, તમે એક એવા દેશ, એક સભ્યતાના છો જે હજારો વર્ષોથી મુશ્કેલી અને અપમાનમાં છે. આપણા પૂર્વજોએ ઘણું સહન કર્યું છે. મને ખબર નથી કે આ સભ્યતાને જીવંત રાખવા, રાષ્ટ્રની આ વિભાવનાને જીવંત રાખવા માટે તેમણે કેટલું અપમાન, વંચિતતા અને દુઃખ સહન કર્યું છે. રાષ્ટ્ર રાજ્યથી અલગ છે. ભારત એક રાષ્ટ્ર છે. 22 વર્ષ પછી આપણે આપણી સ્વતંત્રતાના 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. તે સમયે તમે તમારી કારકિર્દીના શિખર પર હશો.
#WATCH | Chennai, Tamil Nadu | NSA Ajit Doval says, “We have to develop our indigenous technology. Mention of Sindoor was made here. We are really proud of how much of indigenous content was there…We decided to have 9 terrorist targets in the criss-cross of Pakistan, it was not… pic.twitter.com/4pUxgqT0o3
— ANI (@ANI) July 11, 2025
ભારતને ઓપરેશન સિંદૂરમાં સફળતા મળી
તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો હતો. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં હુમલો થયો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ નિઃશસ્ત્ર લોકો પર ગોળીઓ ચલાવી હતી. આ પછી, ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. આ ઓપરેશન હેઠળ, પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમને નષ્ટ કરવામાં આવ્યા હતા. આ પછી, પાકિસ્તાને ભારત પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો. 10 મેના રોજ બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થયો.