સંવિધાન સન્માન કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું વિચીત્ર નિવેદન, કહ્યુ “મે અત્યાર સુધીની મિસ ઈન્ડિયાની યાદી જોઈ..પણ”

રાહુલ ગાંધીએ પ્રયાગરાજમાં ફરી એકવાર જાતિગણનાનો મુદ્દો છેડ્યો. આ દરમિયાન તેમણે એ પણ જણાવ્યુ કે જાતિગત જણગણનાની જરૂર કેમ છે.

સંવિધાન સન્માન કાર્યક્રમમાં રાહુલ ગાંધીનું વિચીત્ર નિવેદન, કહ્યુ મે અત્યાર સુધીની મિસ ઈન્ડિયાની યાદી જોઈ..પણ
Follow Us:
| Updated on: Aug 24, 2024 | 8:06 PM

લોકસભામાં નેતા વિપક્ષ અને રાયબરેલીથી સાંસદ રાહુલ ગાંધી પ્રયાગરાજની મુલાકાતે હતા. આ દરમિયાન સંવિધાન સન્માન અને તેની રક્ષા કાર્યક્રમમાં તેઓ સામેલ થયા હતા. રાહુલ ગાંધીએ કાર્યક્રમમાં તેમના સંબોધનમાં સુલતાનપુરના મોચી રામચૈતના પ્રસંગ અંગેની વાત કરી. રાહુલે આ મોચી સાથે મુલાકાત કરી હતી અને તેની પાસે તેમના ચપ્પલ પણ રિપેર કરાવ્યા હતા. જે બાદ તેમણે ફરી એકવાર જાતિગત જણગણનાનો મુદ્દો છેડ્યો. તેમણે કહ્યુ કે જાતિગત જનગણનાથી ન ફક્ત વસ્તીની જાણકારી મળશે પરંતુ એ પણ જાણવા મળશે કે કેટલી કેટલી વસ્તુઓના કેટલા લોકો ભાગીદાર છે. તેમણે કહ્યુ કે તેના માટે પણ જાતિગત જનગણના કરાવવી પડશે.

‘મે મિસ ઈન્ડિયાની યાદી જોઈ…’

આ સંમેલનમાં સાંસદ રાહુલે કહ્યુ “મે મિસ ઈન્ડિયાની લિસ્ટ જોઈ, મને લાગ્યુ કે તેમા કોઈ દલિત, આદિવાસી મહિલા હશે, પરંતુ તે લિસ્ટમાં ન તો દલિત છે, ન તો આદિવાસી છે, ન ઓબીસી છે, મીડિયા ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને મિસ ઈન્ડિયા બનનારાઓમાં 90 ટકા લોકોની સાચી સંખ્યાની જાણ થવી જોઈએ. બંધારણને 10 ટકા વર્ગવાળાએ નહીં પરંતુ 100 ટકાવાળાએ બનાવ્યુ છે.”

જાતિગત જનગણનાની માગનો ફરી ઉલ્લેખ કર્યો

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યુ ” 90 ટકા લોકો સિસ્ટમનો હિસ્સો નથી. લઘુમતીઓ પણ તેમા આવે છે. તેમનામાં દરેક પ્રકારની પ્રતિભા પડેલી છે. છતાપણ તેઓ સિસ્ટમથી જોડાયેલા નથી. આ જ કારણ છે કે અમે જાતિગત જનગણનાની માગ કરી રહ્યા છે. ભાજપ કહી રહી છે કે તેઓ જાતિગત જનગણના કરાવશે અને તેમા ઓબીસી વર્ગને સામેલ કરશે, પહેલી વાત તો એ છે કે જાતિગત જનગણનામાં માત્ર ઓબીસીનો ઉલ્લેખ કરવો પૂરતો નથી”

જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન
લીલી વસ્તુ 'ચા'ને બનાવશે આ બીમારીની દવા
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની મોટી મુસીબતનો આવ્યો અંત, જાણો શું છે આખો મામલો
શ્વાસ લેવા બરાબર છે તમારા શરીર માટે આ વિટામિન, દેશમાં 47 ટકા લોકોમાં છે કમી
Bigg Boss 18 : ગુજરાતી મોડલ અદિતિ મિસ્ત્રી બિગ બોસમાં છવાઈ, જુઓ ફોટો

કોંગ્રેસ સાંસદે કહ્યુ, “અમારા માટે જાતિગત જનગણના માત્ર વસ્તી ગણતરી નથી. આ નીતિ નિર્માણનો આધાર છે. એ સમજવુ જરૂરી છે કે નાણાનું વિતરણ કઈ રીતે થઈ રહ્યુ છે. એ પણ જાણવુ જરૂરી છે કે નૌકરશાહી, ન્યાયપાલિકા, મીડિયામા ઓબીસી, દલિતો અને શ્રમિકોની ભાગીદારી કેટલી છે”

News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
News9 global summit માં VfB સ્ટુટગાર્ટના CMO રુવેન કેસ્પરેનું નિવેદન
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
Tv9 નેટવર્કને સ્ટુટગાર્ટમાં આમંત્રણ આપવા બદલ જર્મનીનો આભાર : બરુણ દાસ
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
બનાસકાંઠાના આ ખેડૂતના પાડાની કરોડોમાં લાગે છે બોલી- Video
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
અમદાવાદમાં વધુ એક વૃદ્ધ બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, પડાવ્યા 1 કરોડ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
ભાવનગરમાં રખડતી રંઝાડને કારણે વધુ એક યુવકે ગુમાવ્યો જીવ
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
મહુવામાં વિદ્યાર્થીઓને આપવાની સાયકલનો જથ્થો ભંગાર બનીને કાટ ખાઈ ગયો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
સુરતની વિવિધ પુરવઠા કચેરીમાં રાશન કાર્ડની E-KYC માટે લાંબી કતારો
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
દાણીલીમડામાંથી 1 કરોડથી વધુની કિંમતનું 1.23 કિલો MD ડ્રગ્સ ઝડપ્યુ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">