Manipur Violence: મણિપુર મુદ્દે સરકાર ચર્ચા કરવા માટે તૈયાર, વિપક્ષ નથી આપી રહ્યું સહયોગ: પ્રહ્લાદ જોશી

સંસદીય કાર્ય મંત્રીએ લોકસભામાં કહ્યું, 'હું પુનરોચ્ચાર કરવા માંગુ છું કે સરકાર ચર્ચા કરવા તૈયાર છે. અમે વારંવાર આ વાત કહી છે અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ આ વાત કહી છે. આ એક સંવેદનશીલ મામલો છે.

Manipur Violence: મણિપુર મુદ્દે સરકાર ચર્ચા કરવા માટે તૈયાર, વિપક્ષ નથી આપી રહ્યું સહયોગ: પ્રહ્લાદ જોશી
Prahlad Joshi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 7:08 PM

Manipur: મણિપુર મુદ્દે સંસદમાં હંગામો થયો છે, જેના કારણે ગૃહની કાર્યવાહી ચાલી રહી નથી. દરમિયાન સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી(Pralhad Joshi) શુક્રવારે કહ્યું કે સ્પીકર જે પણ સૂચના આપે છે તે અંગે સરકાર ચર્ચા કરવા માટે તૈયાર છે, પરંતુ વિપક્ષ તરફ નવી માગણીઓ લાવવા અને ચર્ચામાં અવરોધ ઉભો કરવો ખોટી બાબત છે. સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સત્તાવાર રીતે સ્પીકર અને અધ્યક્ષને કહ્યું છે કે અમે ચર્ચા માટે તૈયાર છીએ.

(Credit- Pralhad Joshi Tweet) 

તેમણે કહ્યું, ‘સરકારે દરેક મંચ પર કહ્યું છે કે તે ગૃહના નિયમો અનુસાર મણિપુરના વિષય પર ચર્ચા કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, તેમ છતાં તે દુર્ભાગ્યપૂર્ણ છે કે વિપક્ષ અલગ-અલગ બહાના કરીને ગૃહને ચાલવા દેતું નથી. વિપક્ષ પોતે હંગામો મચાવીને ગૃહને ચાલવા દેતું નથી, પછી તેના માટે સરકારને જવાબદાર ઠેરવે છે, તે ખોટું છે.

આ પણ વાંચો: CM બિરેન સિંહને તરત હટાવવામાં આવે, મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય: રાઘવ ચઢ્ઢા

સંસદીય કાર્ય મંત્રીએ લોકસભામાં કહ્યું, ‘હું પુનરોચ્ચાર કરવા માંગુ છું કે સરકાર ચર્ચા કરવા તૈયાર છે. અમે વારંવાર આ વાત કહી છે અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ આ વાત કહી છે. આ એક સંવેદનશીલ મામલો છે. સમગ્ર ગૃહ અને દેશ આનાથી સમાન રીતે ચિંતિત છે. અમારી અનેક વિનંતીઓ છતાં વિપક્ષ અમને સહકાર આપી રહ્યો નથી. તેઓ ચર્ચા કરવા માંગતા નથી.

વિપક્ષોએ મણિપુર મુદ્દે રાજનીતિ ન કરવી જોઈએ – અર્જુન રામ મેઘવાલ

તેમણે કહ્યું કે મહત્વપૂર્ણ બિલો છે અને પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ સંસદમાં વ્યાપક ચર્ચા કરવા માંગે છે. વિપક્ષ માત્ર ખોટી વાર્તા રચીને સંસદની કાર્યવાહી ખોરવવાનો પ્રયાસ કરે છે. તે જ સમયે, સંસદીય બાબતોના કેન્દ્રીય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે કહ્યું, ‘હું વિપક્ષને અપીલ કરવા માંગુ છું કે તે વારંવાર પોતાનું સ્ટેન્ડ ન બદલે અને રાજનીતિ ન કરે કારણ કે તે મહિલાઓની ગરિમા સાથે જોડાયેલો ખૂબ જ સંવેદનશીલ મામલો છે. મને લાગે છે કે સંસદનું સત્ર ચાલવું જોઈએ કારણ કે અમે આ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છીએ.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને
ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video
ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video
અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video
અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video
સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video
સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત
આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા, 12ના મોત
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
g clip-path="url(#clip0_868_265)">