AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone ‘Jawad’નું નામ કેવી રીતે પડ્યુ ? વાવાઝોડુ ‘જવાદ’ કેટલુ જોખમી ?

દેશના ઘણા ભાગોમાં વાવાઝોડા જવાદનો ખતરો છે. જેને લઈને ભારતીય હવામાન વિભાગ (IMD) એ દેશના કેટલાક રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે.

Cyclone 'Jawad'નું નામ કેવી રીતે પડ્યુ ? વાવાઝોડુ 'જવાદ' કેટલુ જોખમી ?
Jawad Cyclone
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 1:26 PM
Share

છેલ્લા થોડા મહિનાઓમાં જ તૌકતે(Toukte) અને યાસ(Yas) વાવાઝોડુ ત્રાટક્યા બાદ ભારત પર હવે નવા વાવાઝોડાનો ખતરો મંડાઇ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે(Indian Meteorological Department) દેશના કેટલાક ભાગમાં જવાદ વાવાઝોડુ(Cyclone) ત્રાટકવાની આગાહી કરી છે. જેને લઇને ભારતીય હવામાન વિભાગે દેશભરમાં એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે કે 4 ડિસેમ્બરે જવાદ બંગાળની ખાડીમાં ચક્રવાત બની શકે છે.

આ વાવાઝોડુ દક્ષિણ પશ્ચિમ ચોમાસાના અંત પછી આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું 4 ડિસેમ્બરે ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે. આવી સ્થિતિને લઇને જવાદ વાવાઝોડાને લઈને બચાવ કામગીરી સાથે જોડાયેલા તમામ વિભાગો એલર્ટ પર છે.

જવાદ નામ કેવી રીતે પડ્યું ? વાવાઝોડાના નામકરણની એક પ્રક્રિયા હોય છે. જે અનુસાર સાઉદી અરેબિયાના સૂચન પર આ વાવાઝોડાને જવાદ નામ આપવામાં આવ્યું છે. જવાદ એક અરબી શબ્દ છે. જેનો અર્થ થાય છે ઉદાર.

‘જવાદ’ કેટલું જોખમી છે? વાવાઝોડાને લઇને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડું બહુ ખતરનાક રહેશે નહીં. ભૂતકાળમાં આવેલા વાવાઝોડાની સરખામણીમાં આ વાવાઝોડાની અસર સામાન્ય જનજીવન પર નહીં પડે. જો કે, એવી સંભાવના છે કે જ્યારે જવાદ વાવાઝોડુ આવશે ત્યારે પવનની ઝડપ 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હોઈ શકે છે. આવી સ્થિતિમાં હવામાન વિભાગે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

સામનો કરવાની તૈયારી શું છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાવાઝોડાને લઈને સંબંધિત વિભાગોની મહત્વની બેઠક લીધી છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ ચક્રવાતી તોફાન આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ, વિશાખાપટ્ટનમ અને વિઝિયાનગરમ અને ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓને અસર કરશે. આ સાથે, દરિયાકાંઠાના વિસ્તારો અને પશ્ચિમ બંગાળના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તમામ શંકાઓ અને શક્યતાઓને ધ્યાનમાં રાખીને, NDRF એટલે કે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) એ આ રાજ્યોમાં 32 ટીમો તૈનાત કરી છે અને વધારાની ટીમો તૈયાર રાખવામાં આવી રહી છે.

આ પણ વાંચો : બાપ રે ! આ માછલીની કિંમત છે કરોડોમાં, ખાસિયત જાણીને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો

આ પણ વાંચો : લગ્નમાં તમાશો ! સાત ફેરા બાદ વરરાજાની સામે પ્રેમીએ દુલ્હનની માંગમા ભર્યુ સિંદૂર, પછી જે થયુ……….

Follow Us
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
વડિયાના સુરવો ડેમનો દરવાજો ખોલાયો, ઉનાળે નદીઓ થઈ વહેતી
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
30 વર્ષના શાસન પછી પણ કોંગ્રેસીઓના ભરોસે કેમ ચાલે છે 'ભાજપ'?
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
ઈન્કમટેક્સ વિભાગે ભોપાળું વાળ્યું! ફેરિયાને આપી અધધ 19.84 કરોડની નોટિસ
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં કડિયાવાડ વિસ્તારમાં ઈમારતનો ભાગ ધરાશાયી થતા મહિલના ગંભીર ઈજા
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
જુનાગઢમાં બિસમાર રસ્તાને કારણે દર્દીએ રસ્તા પર લેવી પડી સારવાર
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
g clip-path="url(#clip0_868_265)">