લગ્નમાં તમાશો ! સાત ફેરા બાદ વરરાજાની સામે પ્રેમીએ દુલ્હનની માંગમા ભર્યુ સિંદૂર, પછી જે થયુ……….

લગ્નમાં તમાશો ! સાત ફેરા બાદ વરરાજાની સામે પ્રેમીએ દુલ્હનની માંગમા ભર્યુ સિંદૂર, પછી જે થયુ..........
File Photo

ઉતરપ્રદેશના ગોરખપુરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં લગ્ન દરમિયાન વર-કન્યા સ્ટેજ પર હતા અને આ દરમિયાન અચાનક પ્રેમી સ્ટેજ પર ચઢી ગયો અને કંઈક એવુ કર્યુ કે, જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Dec 03, 2021 | 9:41 AM

Uttar Pradesh  :ઉત્તર પ્રદેશના ગોરખપુરના(Gorkhpur) હરપુર બુધત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક લગ્નમાં ચોંકાવનારી ઘટના બની છે. જ્યાં લગ્નના મંચ પર દુલ્હનના પ્રેમીએ લગ્નમાં(Wedding)  આવીને દુલ્હનના કપાળમાં સિંદૂર ભરી દીધુ. મળતી માહિતી મુજબ, બુધવારે રાત્રે ગોરખપુર જિલ્લાના અક ગામમાં આ વિચિત્ર ઘટના બની હતી.

લગ્નમાં આ ઘટના બાદ મામલો ગરમાયો હતો અને દુલ્હનના પરિવારજનોએ આ અંગે પોલીસને (Police)જાણ કરી હતી. આ પછી, પોલીસ ઘટનાસ્થળે પહોંચી, ગામના વડા, વડીલોની મદદથી મોડી રાત સુધીમાં આ મામલો થાળે પડ્યો અને દુલ્હનને વરરાજા સાથે વિદાય આપી. જો કે સમગ્ર વિસ્તારમાં પ્રેમી અને દુલ્હનની (Bride) ચર્ચા ચાલી રહી છે. હરપુર બુધાત વિસ્તારના એક ગામના યુવક અને તે જ ગામની એક યુવતી વચ્ચે પ્રેમસંબંધ ચાલી રહ્યો હતો અને થોડા દિવસ પહેલા પ્રેમી બહાર ગયો હતો. દરમિયાન પરિવારજનોએ યુવતીના લગ્ન નક્કી કર્યા હતા અને પ્રેમીને યુવતીના લગ્નની જાણ થતાં તે બે દિવસ પહેલા ગામમાં આવ્યો હતો.

પ્રેમીએ લગ્નમાં કર્યો તમાશો

મળતી માહિતી અનુસાર લગ્ન દરમિયાન વર-કન્યા સ્ટેજ પર હતા અને તે દરમિયાન અચાનક પ્રેમી સ્ટેજ પર ચઢી ગયો અને કન્યાની માંગમાં સિંદૂર ભર્યું. ત્યાં હાજર વરરાજા અને અન્ય લોકો આ જોઈને ચોંકી ગયા અને કન્યાના પરિવારજનોએ (Bride family) આ અંગે પોલીસને જાણ કરી. તમને જણાવી દઈએ કે, ઘટના બાદ વર-કન્યાના પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો શરૂ થયો અને બીજી બાજુ પ્રેમી અને કન્યાએ એકબીજા સાથે રહેવાની જીદ કરી.

પોલીસ આવતાની સાથે જ યુવકની આશિકી ઉતરી

આ ઘટનાની જાણ થતા જપોલીસ સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો હતો.આ દરમિયાન યુવતી અને વરરાજા વચ્ચે તકરાર થઈ હતી અને વિસ્તારના કેટલાક લોકોએ સમજાવટથી આ મામલો શાંત પાડ્યો અને લગ્નની વિધિ પૂરી કરીને દુલ્હનને વરરાજા સાથે વિદાય આપી.જો કે પોલીસ આવતાની સાથે જ યુવકની આશિકી ઉતરી ગઈ હતી.

આ પણ વાંચો : Emotional Video : નાના બાળકને લગાવવામાં આવ્યો કૃત્રિમ હાથ, તેના ચહેરા પરનું સ્મિત જોઇ લોકો થયા ભાવુક

આ પણ વાંચો : OMG : આ ગામમાં લોકો ઊંઘે છે કુંભકર્ણની જેમ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati