AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાપ રે ! આ માછલીની કિંમત છે કરોડોમાં, ખાસિયત જાણીને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો

આજે અમે તમને એક એવી માછલી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કિંમત જાણીને તમારા હોંશ ઉડી જશે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ માછલીની કિંમત 23 કરોડ રૂપિયા છે.

બાપ રે ! આ માછલીની કિંમત છે કરોડોમાં, ખાસિયત જાણીને તમે પણ આશ્વર્યચકિત થઈ જશો
Atlantic bluefin tuna
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 10:48 AM
Share

Expensive Fish : આ માછલીનું નામ એટલાન્ટિક બ્લુફિન ટુના ફિશ (Atlantic bluefin tuna fish)છે. મળતી માહિતી અનુસાર, આ માછલી લુપ્ત થવાના આરે પહોંચી ગઈ છે. તેથી જ આ માછલીની કિંમત આસમાને પહોંચી છે. આ માછલીનું લોહી ખૂબ ગરમ હોય છે. તેના સ્નાયુઓમાં ઘણી ગરમી હોય છે, જેના કારણે તે ખૂબ જ ઝડપથી તરી જાય છે. વિશ્વ બજારમાં આ માછલીની કિંમત લગભગ 23 કરોડ કે તેથી વધુ આંકવામાં આવે છે.

એટલાન્ટિક બ્લુફિન ટુના નામની આ માછલી તાજેતરમાં ઈંગ્લેન્ડમાં(England)  જોવા મળી હતી. આ માછલીના સંરક્ષણ માટે વિશ્વભરમાં દર વર્ષે 2 મેના રોજ ‘વર્લ્ડ ટુના ડે’ પણ ઉજવવામાં આવે છે. વર્ષ 2016માં યુનાઈટેડ નેશન્સે (United Nations)સત્તાવાર રીતે દર વર્ષે ‘વર્લ્ડ ટુના ડે’ ઉજવવાનું નક્કી કર્યું હતુ.

પકડવા બદલ જેલની સજા

તમને જાણીને નવાઈ લાગશે કે, આ માછલીના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. યુકે સરકારે (Uk Government) આ માછલીના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે. જો કોઈ પણ આ નિયમનું ઉલ્લંઘન કરીને માછલી પકડશે તો તેને જેલની સજા થશે. આ ઉપરાંત ભારે દંડ પણ ફટકારવામાં આવશે. બીજી તરફ જો કોઈ ભૂલથી પણ આ માછલી પકડી લે તો તેને તરત જ દરિયામાં છોડી દેવી પડે છે.

અહેવાલો અનુસાર, 23 ઓક્ટોબરના રોજ એક વ્યક્તિએ સમુદ્રમાં ઘણી બ્લુફિન ટુના માછલીઓ એકસાથે જોઈ હતી. આ માછલીઓને જોઈને તેને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો. કારણ કે આ માછલી 100 વર્ષથી ઈંગ્લેન્ડના કોર્નવોલમાં જોવા મળી ન હતી. આ માછલી સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં (Summer Season) જોવા મળે છે.

માછલીની ખાસિયત

આ માછલીની ખાસિયત ખુબ આશ્ચર્યજનક છે. તે ખૂબ જ ઝડપથી તરી શકે છે. આ માછલીની ઝડપ સબમરીનમાંથી નીકળતા હથિયાર જેવી છે. તેના કદને કારણે, ટુના માછલી દરિયામાં લાંબા અંતર સુધી ખૂબ જ ઝડપે તરી શકે છે. તેની લંબાઈ મહત્તમ 3 મીટર હોય છે, જ્યારે વજન 250 કિગ્રા સુધી હોઈ શકે છે. સૌથી મહત્વની બાબત એ છે કે આ માછલી મનુષ્યને કોઈ નુકસાન પહોંચાડતી નથી.

આ પણ વાંચો : લગ્નમાં તમાશો ! સાત ફેરા બાદ વરરાજાની સામે પ્રેમીએ દુલ્હનની માંગમા ભર્યુ સિંદૂર, પછી જે થયુ……….

આ પણ વાંચો : TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: પત્નીએ પિયરીયાનું એક ગ્રુપ બનાવ્યું તું, જ્યારે કોઈ તકલીફ પડે તો ત્યાં મેસેજ મૂકતી ! 🥺😰

Follow Us
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
Breaking News : ગાંધીનગર મેટ્રો સેવામાં ટેકનિકલ ખામી
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
મહેનતનું યોગ્ય પરિણામ મળશે, પ્રેમ સબંધોમાં મધુરતા આવશે
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
પાટીદાર સમાજ દ્વારા સામાજિક વિવાદોના નિરાકરણ માટે રચાયુ ‘સમાધાન પંચ’
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
રસ્તા પર અચાનક ભૂવો પડતા શાકભાજી ભરેલી આખી લારી ખાબકી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે સુખરામ દાસ બાપુએ વ્યક્ત કરી નારાજગી
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
શિસ્તબધ્ધ પક્ષ BJP ના MLA બોલ્યા, દુષ્કાળ જાહેર કરો-સહાય પેકેજ આપો
g clip-path="url(#clip0_868_265)">