AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકામાં પરેડ વચ્ચે થયો ભયંકર ગોળીબાર, ઈલિનોઈસના ડાઉનટાઉન હાઈલેન્ડ પાર્કમાં હુમલાખોરોએ લોકો પર કર્યો ગોળીબાર

અમેરિકામાં ફરી એકવાર જાહેર કાર્યક્રમમાં ગોળીબારની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ફાયરિંગની આ ઘટના પરેડની વચ્ચે બની હતી. આ ઘટનામાં 12 થી વધારે લોકો ઘાયલ થયા છે અને 6 લોકોના મોત થયા છે.

અમેરિકામાં પરેડ વચ્ચે થયો ભયંકર ગોળીબાર, ઈલિનોઈસના ડાઉનટાઉન હાઈલેન્ડ પાર્કમાં હુમલાખોરોએ લોકો પર કર્યો ગોળીબાર
Breaking newsImage Credit source: pti
Heena Chauhan
| Edited By: | Updated on: Jul 04, 2022 | 11:44 PM
Share

અમેરિકાથી એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકામાં ફરી એકવાર જાહેરમાં ગોળીબારની (America Shootout) ઘટના બની છે. અમેરિકામાં નેશનલ પરેડ વચ્ચે મોટો ગોળીબાર થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શિકાગોના ઉત્તરી ઉપનગર ઇલિનોઇસના હાઇલેન્ડ પાર્કમાં સ્વતંત્રતા દિવસની રાષ્ટ્રીય પરેડ શરૂ થયાના લગભગ 10 મિનિટ બાદ અચાનક ગોળીબાર શરૂ થઈ ગયો. અમેરિકાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાઈલેન્ડ પાર્કમાં (Highland Park) એક શૂટરને જોવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર હાલમાં 6 લોકોના મોત થયા છે અને ડઝનબંધ લોકો ઘાયલ થયા છે.

હુમલાખોરે 40-50 રાઉન્ડ ફાયરિંગ કર્યું

અમેરિકામાં સ્વતંત્રતા દિવસ માટે આયોજિત રાષ્ટ્રીય પરેડ દરમિયાન ફાયરિંગની ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ પણ સામે આવી આ ઘટનાની જાણકારી આપી રહ્યા છે. પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો છે કે હુમલાખોરે પરેડ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હુમલાખોરે 40 થી 50 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. બંદૂકમાંથી ગોળીઓ પૂરી થઈ ગયા બાદ પણ હુમલાખોરે ફરીથી બંદૂક લોડ કરી હતી. ત્યારબાદ હુમલાખોરે ફરી ફાયરિંગ કર્યું . અમેરિકામાં જાહેર સ્થળોએ ગોળીબારની ઘટના સામાન્ય બની ગઈ છે. ગયા મહિને જ અમેરિકાની એક સ્કૂલમાં આવું જ ફાયરિંગ થયું હતું, જેમાં 19 લોકો માર્યા ગયા હતા. થોડા દિવસો પહેલા વીકએન્ડમાં પણ આવી જ ઘટના બની હતી.

ઇલિનોઇસમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો

ફાયરિંગની ઘટના બાદ સુરક્ષા એજન્સીઓ સક્રિય મોડમાં આવી ગઈ છે. ઘટનાની જાણકારી મળતા જ સુરક્ષા એજન્સી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં અમેરિકાના શિકાગોના ઉત્તરીય ઉપનગર ઈલિનોઈસ અને હાઈલેન્ડ પાર્કમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા એજન્સીઓએ આવી અન્ય સંભવિત ઘટનાઓને અંકુશમાં લેવા માટે કર્ફ્યુ લગાવી દીધો છે.

હુમલાખોરે ફૂડ સ્ટોરમાં લોકોને બંધક બનાવ્યા હતા

આ ખતરનાક ગોળીબારના ઘટનામાં હુમલાખોરની શોધખોર ચાલી રહી છે. આ મામલાની જાણ કરતા ઘણા અમેરિકાના મીડિયા હાઉસે માહિતી આપી છે કે હુમલાખોર ઘટના પછી નજીકના ફૂડ સ્ટોરમાં છુપાઈ ગયો છે. જેમણે ખાણીપીણીની દુકાનમાં કેટલાક લોકોને બંધક બનાવ્યા છે.હાલમાં સુરક્ષા એજન્સીઓએ ફૂડ સ્ટોરને ઘેરી લીધો છે.

g clip-path="url(#clip0_868_265)">