આસામના ભૂતપૂર્વ સીએમે અમને ખૂબ માર્યા હતા, ગુવાહાટીમાં બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) તેમના ભાષણમાં કહ્યું કે, આસામની ભૂમિને કોંગ્રેસ દ્વારા ઘણા વર્ષોથી આતંકવાદ, વિઘટન, આંદોલન અને હડતાલની ભૂમિ બનાવી દેવામાં આવી છે.

આસામના ભૂતપૂર્વ સીએમે અમને ખૂબ માર્યા હતા, ગુવાહાટીમાં બોલ્યા ગૃહમંત્રી અમિત શાહ
Amit Shah -JP Nadda
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 08, 2022 | 3:08 PM

ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ (J.P. Nadda) આસામની રાજધાની ગુવાહાટીના બેલટોલામાં પાર્ટીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન સીએમ હિમંતા બિસ્વા સરમા પણ હાજર હતા. લોકોને સંબોધતા અમિત શાહે કહ્યું કે, હું અહીં વિદ્યાર્થી પરિષદના કાર્યક્રમ માટે આવ્યો હતો, ત્યારે અમને હિતેશ્વર સૈકિયા (આસામના ભૂતપૂર્વ સીએમ) દ્વારા ખૂબ માર મારવામાં આવ્યો હતો. અમે સૂત્રોચ્ચાર કરતા હતા કે ‘આસામ કી ગલિયા સૂની હૈ, ઇન્દિરા ગાંધી ખૂની હૈ.’ તે સમયે એવી કલ્પના નહોતી કે ભાજપ 2 વખત જીતીને પોતાના દમ પર સરકાર બનાવશે.

અમિત શાહ ‘મિશન કાશ્મીર’માં ત્રણ દિવસ રોકાયા હતા અને હવે તે પછી ઉત્તર પૂર્વની રાજનીતિ સંભાળવા પહોંચી ગયા છે. ગૃહમંત્રીએ તેમના ભાષણમાં કહ્યું કે આસામની ભૂમિને કોંગ્રેસ દ્વારા ઘણા વર્ષોથી આતંકવાદ, વિઘટન, આંદોલન અને હડતાલની ભૂમિ બનાવી દેવામાં આવી છે. વિકાસ નહોતો, શિક્ષણ ન હતું, શાંતિ નહોતી. તેમણે કહ્યું કે આજે મને ખુશી છે કે 2014થી સમગ્ર નોર્થ ઈસ્ટ વિકાસના પંથે આગળ વધી રહ્યું છે. ઉત્તર પૂર્વનો વિકાસ અને ઉત્તર પૂર્વમાં ભાજપનો વિકાસ બંને સમાંતર ચાલી રહ્યા છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

બંધના નામે ઓળખાતું હતું રાજ્ય

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ કહ્યું કે એક સમયે ચાર દેશોથી ઘેરાયેલું આ રાજ્ય મુશ્કેલીમાં હતું. દેશનું નેતૃત્વ નબળું હતું. પરંતુ આજે આ ઉત્તર-પૂર્વ, આ આસામ મુખ્ય પ્રવાહમાં સામેલ છે અને મુખ્યત્વે વિકાસની પ્રક્રિયામાં આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે એક સમયે આ રાજ્ય બંધથી જાણીતું હતું. આજે તે એક શાંતિપૂર્ણ અને વિકાસશીલ રાજ્ય છે. આ નેતૃત્વમાં તફાવતને કારણે છે.

રવિવારે દિલ્હી જવા રવાના થશે

શાહ ડ્રગ્સના મુદ્દે પૂર્વોત્તર રાજ્યોના મુખ્યમંત્રીઓ, મુખ્ય સચિવો અને પોલીસ મહાનિર્દેશકો સાથે બેઠક કરશે. પ્રવાસ કાર્યક્રમ અનુસાર, શુક્રવારે આસામની ત્રણ દિવસની મુલાકાતે પહોંચેલા ગૃહ પ્રધાન શનિવારે સાંજે નોર્થ ઈસ્ટર્ન સ્પેસ એપ્લિકેશન સેન્ટર (NESAC) ખાતે સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરશે. રવિવારે સવારે, કામાખ્યા દેવી મંદિરમાં પ્રાર્થના કર્યા પછી, શાહ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ કોલેજમાં આયોજિત નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલ (NEC) ના પૂર્ણ સત્રને સંબોધિત કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">