CAPF જવાનોને ગૃહપ્રધાન અમિત શાહે આપી ભેટ, દેશની 24 હજાર હોસ્પિટલમાં આયુષ્માન ભારતનો મળશે લાભ

આસામમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, "તમામ CAPF જવાનો અને તેમના પરિવારના સભ્યોને એક હેલ્થ કાર્ડ આપવામાં આવશે. દર વર્ષે CAPF જવાનોના આરોગ્યની તપાસ થશે.

CAPF જવાનોને ગૃહપ્રધાન અમિત શાહે આપી ભેટ, દેશની 24 હજાર હોસ્પિટલમાં આયુષ્માન ભારતનો મળશે લાભ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 24, 2021 | 8:35 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે 23 જાન્યુઆરી શનિવારે આસામની રાજધાની ગુવાહાટીમાં કેન્દ્રીય સશસ્ત્ર પોલીસદળ (CAPF- Central Armed Police Forces)ના જવાનો અને તેમના પરિવારના સભ્યો માટે આયુષ્માન યોજનાની શરૂઆત કરાવી. આ પ્રસંગે તેમણે કહ્યું કે CAPF માટે આયુષ્માન યોજના શરૂ કરવા માટે આજના દિવસ સિવાય અન્ય કોઈ દિવસ સારો હોય ના શકે. સુભાષચંદ્ર બોઝ એવું વ્યક્તિત્વ હતા જેમને કોઈએ કોઈ એવોર્ડ આપ્યો નથી. જનતા એમના નામ સાથે નેતાજીનું સન્માન જોડીને એમને યાદ કરે છે. નેતાજીએ નારો આપ્યો હતો ” તુમ મુજે ખુન દો .. મે તુમ્હે આઝાદી દૂંગા” આ નારો આજે પણ દેશના યુવાનોમાં ઉત્સાહ અને ચેતનાનો સંચાર કરે છે, રાષ્ટ્રભક્તિને વધારે છે. ગૃહમંત્રી શાહે કહ્યું ,”આયુષ્માન CAPF યોજના અંતર્ગત CAPFના લગભગ 10 લાખ જવાનો-અધિકારીઓ અને 50 લાખ જેટલા એમના પરિવારના સભ્યો દેશમાં 24 હજાર જેટલા હોસ્પિટલોમાં માત્ર કાર્ડ સ્વાઇપ કરીને ઉપચાર કરાવી શકશે.

 CAPF  જવાનો અને પરિવારના સભ્યોને હેલ્થકાર્ડ અપાશે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું, “તમામ CAPF જવાનો અને એમના પરિવારના સભ્યોને એક હેલ્થકાર્ડ આપવામાં આવશે. દર વર્ષે CAPF જવાનોના આરોગ્યની તપાસ કરવામાં આવશે. હેલ્થકાર્ડ દ્વારા CAPF જવાનોને તેમના આરોગ્ય સંબંધી જાણકારી ગમે ત્યારે મેળવી શકશે. CAPF અને પોલીસ જવાનો કોરોના સામેની લડાઈમાં સૌથી આગળની હરોળમાં ઊભા હતા. ઘણા જવાનો સંક્રમિત થયા અને ઘણાએ પોતાનો જીવ ગુમાવ્યો. હું તમામ જવાનોને શુભકામનાઓ આપું છું કે તમે આ લડાઈમાં સફળ રહ્યાં છો.”

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">