IMD Alert: ઓડિશા-આંધ્રપ્રદેશ પર આવશે ચક્રવાતી તોફાન, ઉત્તર પૂર્વથી દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

ભારતીય હવામાન વિભાગના ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, 4 ડિસેમ્બરે ઓડિશામાં કેટલાક સ્થળોએ અને 5 ડિસેમ્બરે પશ્ચિમ બંગાળમાં ઘણા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

IMD Alert: ઓડિશા-આંધ્રપ્રદેશ પર આવશે ચક્રવાતી તોફાન, ઉત્તર પૂર્વથી દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
IMD Alert
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 8:21 PM

દેશના પૂર્વોત્તર રાજ્યોથી લઈને દક્ષિણના રાજ્યોમાં હવામાન બદલાવાનું છે. આસામ, મેઘાલય જેવા પૂર્વોત્તર રાજ્યોમાં આ સપ્તાહના અંત સુધી ભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છે. બીજી તરફ બદલાતા હવામાનને જોતા ઓડિશા, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોના ખેડૂતોને (Farmers) પાક સુરક્ષિત રાખવાની સલાહ આપવામાં આવી છે. તમિલનાડુમાં ભારે વરસાદને કારણે રાજ્યના લોકો હજુ પણ પરેશાન છે. રાજ્યના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને અસરગ્રસ્ત લોકોને મળ્યા હતા.

ભારતીય હવામાન વિભાગ (IMD) ના મહાનિર્દેશક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, 4 ડિસેમ્બરે ઓડિશામાં કેટલાક સ્થળોએ અને 5 ડિસેમ્બરે પશ્ચિમ બંગાળમાં ઘણા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ (Rainfall) પડશે. તેમણે કહ્યું કે 5 અને 6 ડિસેમ્બરે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર જેવા પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.

માછીમારોને દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી ડો. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે, દક્ષિણ થાઈલેન્ડ અને તેની નજીકના આંદામાન સમુદ્ર પર નીચા દબાણનું ક્ષેત્ર આજે 12 કલાકમાં આંદામાન ઉપર પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે આ વિસ્તાર 2 ડિસેમ્બર સુધીમાં દબાણ ક્ષેત્રમાં ફેરવાઈ જશે. ત્યારબાદ 3 ડિસેમ્બર સુધીમાં, આ વિસ્તાર ઇન્ટ્રાસાયકલ વાવાઝોડામાં (Intracycle Storm) ફેરવાઈને વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

હવામાન વિભાગના મહાનિર્દેશકે કહ્યું કે, અમે માછીમારોને 2 ડિસેમ્બરથી દરિયામાં ન જવાની ચેતવણી આપી છે. આ ઉપરાંત, ઉત્તર આંધ્રપ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં ખેડૂતોને તેમના લણેલા ઉભા પાકને સાચવવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે વાવાઝોડું પાકને નુકસાન પહોંચાડી શકે છે.

વરસાદના કારણે આવેલા પૂરને કારણે લોકો પરેશાન, સીએમ સ્ટાલિન અસરગ્રસ્તોને મળ્યા ચેન્નાઈ અને રાજ્યના અન્ય ભાગોમાં વરસાદને કારણે આવેલા પૂરને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મંગળવારે મુખ્યમંત્રી એમકે સ્ટાલિને વરસાદથી પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું અને અસરગ્રસ્ત લોકોને સહાયનું વિતરણ કર્યું. સત્તાવાળાઓએ પંપનો ઉપયોગ કરીને પૂરના પાણીને બહાર કાઢવાનું કામ કર્યું હોવા છતાં શહેર અને ઉપનગરીય સબવેનો એક ભાગ ટ્રાફિક માટે બંધ રહ્યો હતો. જેના કારણે ટ્રાફિક ડાયવર્ટ કરવો પડ્યો છે.

આ પણ વાંચો : નાણામંત્રી નિર્મલા સીતારમણનું રાજ્યસભામાં નિવેદન – સરકાર ટૂંક સમયમાં રજૂ કરશે ક્રિપ્ટોકરન્સી બિલ

આ પણ વાંચો : UP Election 2022: યુપી ચૂંટણી માટે 2 ડિસેમ્બરે સહારનપુરમાં બૂથ પ્રમુખની શાળા, અમિત શાહ આપશે વિજય મંત્ર

g clip-path="url(#clip0_868_265)">