15-18 વર્ષના બાળકોના રસીકરણ અંગે મંગળવારે રાજ્યો સાથે આરોગ્ય મંત્રાલયની બેઠક, 3 જાન્યુઆરીથી શરૂ થશે વેક્સિનેશન

Vaccination of 15-18 year Age Group: 10 જાન્યુઆરીથી, આરોગ્ય સંભાળ અને ફ્રન્ટલાઈન વર્કર તેમજ અન્ય ગંભીર રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકોને ડોકટરોની સલાહ પર વધારાનો ડોઝ આપવામાં આવશે.

15-18 વર્ષના બાળકોના રસીકરણ અંગે મંગળવારે રાજ્યો સાથે આરોગ્ય મંત્રાલયની બેઠક, 3 જાન્યુઆરીથી શરૂ થશે વેક્સિનેશન
Union Health Secretary Rajesh Bhushan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 27, 2021 | 11:41 PM

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મંગળવારે રાજ્ય સરકારો સાથે 15થી 18 વર્ષની વયજૂથના કિશોરો માટે રસીકરણ અને આરોગ્ય સંભાળ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને અમુક રોગોથી પીડિત 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પ્રિકોશનના ડોઝ (Precaution Dose) આપવા અંગે બેઠક કરશે. આ દરમિયાન રાજ્યોના મુખ્ય સચિવો અને તબીબી અધિકારીઓને રસીકરણ અંગે સૂચનાઓ આપી શકાય છે. આ બેઠક કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ (Union Health Secretary Rajesh Bhushan)ની અધ્યક્ષતામાં સવારે 11.30 કલાકે યોજાશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ શનિવારે જાહેરાત કરી હતી કે આવતા વર્ષે 3 જાન્યુઆરીથી 15થી 18 વર્ષની વયના કિશોરો માટે રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. તે જ સમયે 10 જાન્યુઆરીથી 60 વર્ષથી વધુ ઉંમરના લોકો સાથે અન્ય ગંભીર રોગોથી પીડિત આરોગ્ય સંભાળ અને ફ્રન્ટલાઈન કાર્યકરોને ડોકટરોની સલાહ પર વધારાનો ડોઝ આપવામાં આવશે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

શનિવારે વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી રાષ્ટ્રને સંબોધન કર્યું. તેમણે કહ્યું ભારતે આ વર્ષે 16 જાન્યુઆરીથી તેના નાગરિકોને રસી આપવાનું શરૂ કર્યું હતું. દેશના તમામ નાગરિકોના સામૂહિક પ્રયાસ અને સામૂહિક ઈચ્છાશક્તિ છે કે આજે ભારતે રસીના 141 કરોડ ડોઝના અભૂતપૂર્વ અને અત્યંત મુશ્કેલ લક્ષ્યાંકને પાર કરી લીધું છે. વડાપ્રધાને કહ્યું કે આજે ભારતની પુખ્ત વસ્તીના 61 ટકાથી વધુ લોકોએ રસીના બંને ડોઝ પ્રાપ્ત કર્યા છે. તેવી જ રીતે લગભગ 90 ટકા પુખ્ત વસ્તીને રસીનો એક જ ડોઝ આપવામાં આવ્યો છે.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં કેટલીક મહત્વની જાહેરાતો પણ કરી હતી

1) વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે આવનારા વર્ષ 2022માં 3 જાન્યુઆરીથી દેશમાં 15થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવશે.

2) તેમણે કહ્યું આપણા ફ્રન્ટલાઈન યોદ્ધાઓએ રોગચાળા સામેની આપણી લડાઈમાં મોટી ભૂમિકા ભજવી છે. સરકારે આમ એ પણ નક્કી કર્યું છે કે આપણે 10મી જાન્યુઆરી, 2022થી આરોગ્ય કર્મચારીઓ માટે Precaution Dose પ્રારંભ કરીશું.

3) 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો કો-મોર્બિડ હોય તેમને પણ ડૉક્ટરની સલાહ પર Precaution Doseનો વિકલ્પ મળશે. આ પણ 10 જાન્યુઆરીથી ઉપલબ્ધ થશે.

આ પણ વાંચો: James Webb Telescope: ઉજાગર કરશે બ્રહ્માંડના વણઉકેલાયેલા રહસ્યો, જાણો NASA ના શક્તિશાળી જેમ્સ વેબ ટેલિસ્કોપ વિશે

આ પણ વાંચો: Year Ender 2021: દેશભરમાં ઘટેલી 2021ની મહત્વની ધાર્મિક ઘટનાઓ પર એક નજર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">