AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccination: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે બેઠક યોજી, કહ્યું દેશમાં રસીની કોઈ અછત નથી

રાજ્યોમાં જરૂરી વેક્સિનની આપૂર્તિનો આશ્વાસન આપતા જણાવ્યું કે, દેશમાં રસીની કોઈ અછત નથી. કોવિડ રસીકરણ એ આપણું 'રક્ષણાત્મક કવચ' છે.

Corona Vaccination: સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયાએ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રી સાથે બેઠક યોજી, કહ્યું દેશમાં રસીની કોઈ અછત નથી
Health Minister Mansukh Mandaviya (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 4:14 PM
Share

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયા (Health Minister Mansukh Mandaviya)એ રાજ્યોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે પ્રધાનમંત્રીના ‘હર ઘર દસ્તક’ અભિયાનને મજબુત કરવા પર ચર્ચા કરી હતી. તમામ સ્વાસ્થ્ય મંત્રીઓને સામૂહિક પ્રયત્નો માટે આગ્રહ કર્યો અને એ પણ કહ્યું કે કોઈ પણ નાગરિક કોવિડ-19 રસીથી વંચિત ન રહે. સાથે જ રાજ્યોમાં જરૂરી વેક્સિનની આપૂર્તિનો આશ્વાસન આપતા જણાવ્યું કે, દેશમાં રસીની કોઈ અછત નથી. કોવિડ રસીકરણ એ આપણું ‘રક્ષણાત્મક કવચ’ છે.

આ મહિને શરૂ થયું હતું અભિયાન

કોરોના વેક્સિનેશન (Corona Vaccination)ની ઝડપમાં ઘટાડોને ધ્યાને લેતા કેન્દ્ર સરકારે ગત મહિને જાહેરાત કરી હતી કે, નવેમ્બરની શરૂઆતથી ઘર-ઘર વેક્સિનેશનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. આ અભિયાન હેઠળ અનેક જિલ્લા પર ફોકસ કરવાની વાત કહેવામાં આવી હતી. જ્યાં વેક્સિનેશન ઓછુ થયું છે ત્યાં અભિયાનને ‘હર ઘર દસ્તક’ નામ આપવામાં આવ્યું. જેનો હેતુ લોકોને ઘાતક વાયરસથી બચાવા અને ફુલી વેક્સિનેટેડ માટે પ્રેરિત કરવાનો છે.

આ અભિયાન 2 નવેમ્બરના રોજ શરૂ થયું હતું અને પ્રથમ ફોકસ દેશના તે 48 જિલ્લાઓ પર હતું, જ્યાં પ્રથમ રસી લેનારા લોકોની સંખ્યા 50 ટકાથી ઓછી છે. કેન્દ્ર સરકારે લક્ષ્ય રાખ્યું છે કે નવેમ્બરના અંત સુધીમાં દેશભરના તમામ પાત્ર લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ મળી જાય.

109 કરોડથી વધુ રસીકરણ

દેશમાં રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 109.63 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. ડેટા અનુસાર, દર્દીઓનો રાષ્ટ્રીય સ્વસ્થ થવાનો દર 98.25 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે. દૈનિક ચેપ દર 0.90 ટકા છે, જે છેલ્લા 37 દિવસથી બે ટકાથી ઓછો છે.

તે જ સમયે, સાપ્તાહિક ચેપ દર 1.20 ટકા છે, જે છેલ્લા 47 દિવસથી બે ટકાથી ઓછો રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 3,37,87,047 લોકો ચેપ મુક્ત થયા છે, જ્યારે મૃત્યુ દર 1.34 ટકા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ના 11,466 નવા કેસ નોંધાયા છે જ્યારે 460 લોકોના મોત થયા છે.

આ પણ વાંચો: એલન મસ્ક ઈન્ટરવ્યુમાં આ એક સવાલથી પકડી લે છે જૂઠાણું ! ડીગ્રી નહીં આ એક લાયકાતને તેઓ આપે છે પ્રાથમિકતા

આ પણ વાંચો: Success Story: લંડનમાં અભ્યાસ કરી પરત આવી આ યુવક ચલાવે છે ઓટોમેટિક ડેરી ફાર્મ, ચીપથી ટ્રેક થાય છે ગાયોનો રેકોર્ડ

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
અમેરિકામાં 75 દેશોના નાગરિકોની‘No Entry’
g clip-path="url(#clip0_868_265)">