AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એલન મસ્ક ઈન્ટરવ્યુમાં આ એક સવાલથી પકડી લે છે જૂઠાણું ! ડીગ્રી નહીં આ એક લાયકાતને તેઓ આપે છે પ્રાથમિકતા

તેઓને એ વાતમાં જરા પણ રસ નથી કે, તેઓ કઈ સ્કૂલમાં ભણ્યા છે અથવા શિક્ષણ સ્તર શું છે. જો લોકો પોતાના CV અથવા તેમની સિદ્ધીઓ બાબતે ખોટુ બોલે તો તેઓનું જૂઠાણું પકડવા એલન મસ્ક માત્ર એક જ સવાલ પુછે છે.

એલન મસ્ક ઈન્ટરવ્યુમાં આ એક સવાલથી પકડી લે છે જૂઠાણું ! ડીગ્રી નહીં આ એક લાયકાતને તેઓ આપે છે પ્રાથમિકતા
Elon Musk (File Pic)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 1:04 PM
Share

ટેસ્લા(Tesla)ના માલિક એલન મસ્ક (Elon Musk) દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે તેમની સાથે કામ કરવું દરેક માટે સપનું હોય છે પરંતુ એલન મસ્કને તેમના કર્મચારીઓમાં શું ખુબી જોઈએ તેના વિશે તેઓએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે, જ્યારે કર્મચારીઓને કામ પર રાખવાની વાત આવે છે ત્યારે તેઓ કઈ-કઈ બાબત પર ધ્યાન આપે છે.

એલન મસ્ક પોતાના કર્મચારીમાં હંમેશા ‘અસાધારણ ક્ષમતા ધરાવનાર વ્યક્તિ’ ની શોધ કરે છે, એક રિપોર્ટ પ્રમાણે એલન મસ્કે ઓટો બિલ્ડ સાથે એક ઈન્ટરવ્યું દરમિયાન કહ્યું કે, જો વ્યક્તિમાં અસામાન્ય ઉપલબ્ધિ મેળવવાનો ટ્રેક રેકોર્ડ છે તો શક્યતા છે કે, તે ભવિષ્યમાં તેને યથાવત રાખશે.

બિઝનેસમેન એલન મસ્ક મુજબ ત્યાં સુધી કે કોલેજની ડિગ્રી અથવા હાઈસ્કૂલની પણ કોઈ જરૂર નથી. તેઓને એ વાતમાં જરા પણ રસ નથી કે, તેઓ કઈ સ્કૂલમાં ભણ્યા છે અથવા શિક્ષણ સ્તર શું છે. જો લોકો પોતાના CV અથવા તેમની સિદ્ધીઓ બાબતે ખોટુ બોલે તો તેઓનું જૂઠાણું પકડવા એલન મસ્ક માત્ર એક જ સવાલ પુછે છે.

ઈન્ટરવ્યુંમાં પુછે છે આ સવાલ !

2017 માં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટમાં બોલતા, એલન મસ્કે સ્વાકાર્યું કે, તેઓ દરેક ઉમેદવારને એક જ સવાલ પુછે છે, મને એવી સૌથી મુશ્કેલ સમસ્યા વિશે જણાવો જેના પર તમે કામ કર્યું હોય અને કેવી રીતે તેનો ઉકેલ મેળવ્યો. ડિસેમ્બર 2020 માં જર્નલ ઓફ એમ્પલાઈડ રિસર્ચ ઈન મેમોરી એન્ડ કોગ્નિશનમાં પ્રકાશિત એક સંશોધને નોકરીના ઈન્ટરવ્યું તકનીકના આધાર પર ખોટા લોકોને પકડવાના અનેક પ્રકારનો ખુલાસો કર્યો જે હકીકતમાં મસ્કની તકનીકનું સમર્થન કરે છે.

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ છે એલન મસ્ક

ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં Elon Musk ની કંપની Tesla Inc ને 50 અરબ ડોલર ( લગભગ 3.71 લાખ કરોડ રૂપિયા) નું મસમોટુ નુકસાન થયું, તેમ છતાં તે હજુ પણ દુનિયાના સૌથી અમીર વ્યક્તિ બનેલા છે. એલન મસ્કની કુલ સંપત્તિ 288 અરબ ડોલર છે. હજુ પણ તેઓ દુનિયાના બીજા અમીર વ્યક્તિ Jeff Bezos (206 અરબ ડોલર) થી આગળ છે.

સૌથી અમીર હોવાની રેસમાં Jeff Bezos અને એલન મસ્ક પહેલા બીજા નંબર પર આવતા રહે છે. ત્યારે એલન મસ્ક ઘણી વખત ક્રિપ્ટો કરન્સીને લઈ ચર્ચામાં રહેતા હોય છે. તે ઉપરાંત તેઓ સોશિયલ મીડિયામાં પણ ટ્વિટ દ્વારા એક્ટિવ જોવા મળે છે.

આ પણ વાંચો: ચીનની વધુ એક અવળચંડાઈ, દેશમાં બેન છે ટ્વીટર છતાં ફેક એકાઉન્ટથી અરૂણાચલ પ્રદેશમાં સૈન્ય કાર્યવાહીની આપી રહ્યું છે ધમકી

આ પણ વાંચો: અફઘાનિસ્તાન બન્યું નિર્દોષ બાળકોનું ‘કબ્રસ્તાન’ ! છ મહિનામાં 480 બાળકોના મોત, UNICEF એ ચિંતા વ્યક્ત કરી

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">