કેન્દ્ર સરકાર સર્તક: ઓમિક્રોનના વધતા સંક્રમણને પગલે યોજાઈ સમીક્ષા બેઠક, માંડવિયાએ રાજ્યોને આપ્યા આ આદેશ
આ સમીક્ષા બેઠકમાં તેમણે રાજ્યોની પ્રશંસા કરતા કહ્યું કે "આપણે અત્યાર સુધી કોવિડ-19 રોગચાળા સામે જે રીતે લડ્યા છીએ એ જ રીતે આગળ પણ લડવાનું છે."
સમગ્ર દેશમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉંચક્યુ છે. ત્યારે કોરોના વાઈરસના વધતા જતા કેસ અને ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) ખતરા વચ્ચે રવિવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandaviya) તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
તેમણે રાજ્યોના આરોગ્ય પ્રધાનોને ઓમિક્રોન વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે નિર્દશ કર્યો છે. આ ઉપરાંત 15-18 વર્ષના કિશોરો માટે 3 જાન્યુઆરીથી શરૂ થનારા રસીકરણ અભિયાન અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્યોને સંક્રમણ રોકવા આપ્યા આ આદેશ
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે ઘણા રાજ્યોમાં કોવિડ-19ના કેસમાં પહેલાની સરખામણીમાં ત્રણથી ચાર ગણો વધારો થયો છે. તેમજ ઓમિક્રોન વેરિઅન્ટ વધુ ચેપી હોવાનું સામે આવ્યુ છે, ઓમિક્રોનના વધતા કેસોને કારણે આરોગ્ય પ્રણાલી પ્રભાવિત થઈ શકે છે. તેથી, આરોગ્ય સુવિધાઓને મજબૂત કરવામાં કોઈ કસર છોડશો નહીં. સંક્રમણને રોકવા માટે યોગ્ય રીતે તૈયારી કરવા રાજ્યોને સુચના આપવામાં આવી છે. આ સિવાય ટેસ્ટિંગમાં વધારો કરવા અને ચેપની સાંકળ તોડવા માટે કડક નિયંત્રણો લાદવાનું પણ આ બેઠકમાં કહેવામાં આવ્યુ છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે બધા સાથે મળીને કામ કરીશું
સાથે જ આ સમીક્ષા બેઠકમાં તેણે રાજ્યોની પ્રશંસા કરતા કહ્યું કે “આપણે અત્યાર સુધી કોવિડ-19 રોગચાળા સામે લડ્યા છીએ અને હવે એ જ રીતે આગળ પણ લડવાનું છે.” માંડવિયાએ બેઠક બાદ ટ્વીટમાં લખ્યુ કે “દેશમાં કોરોનાની સ્થિતિ, ઓમિક્રોન, રસીકરણ, સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બાળકોની રસીકરણ, ઓક્સિજન સહિત દરેક પાસાઓ પર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વિગતવાર ચર્ચા કરી. મને વિશ્વાસ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણે બધા કોરોના સામેની લડાઈમાં સાથે મળીને કામ કરીશું.
आज सभी राज्यों व UTs के स्वास्थ्य मंत्रियों के साथ देश में कोरोना की स्थिति, ऑमिक्रान, टीकाकरण, हेल्थ इंफ्रास्ट्रक्चर, बच्चों के टीकाकरण, ऑक्सिजन समेत हर पहलू पर विस्तार से चर्चा की।
मेरा विश्वास है की PM @NarendraModi जी के नेतृत्व में कोरोना से लड़ाई में हम सब मिलकर काम करेंगे pic.twitter.com/v8cq5oxqHe
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) January 2, 2022
આ ઉપરાંત આરોગ્ય પ્રધાને રાજ્યોને સોમવારથી શરૂ થતાં 15-18 વર્ષની વય જૂથના કિશોરોના રસીકરણ પર અને 10 જાન્યુઆરીથી 60 વર્ષથી વધુ વયના લોકો માટે બુસ્ટોર ડોઝ પર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું છે. જે રાજ્ય રસીના પ્રથમ ડોઝના રાષ્ટ્રીય સરેરાશ 90 ટકાથી પાછળ છે તેમને રસીકરણ અભિયાનને વધુ તેજ બનાવવા નિર્દેશ કર્યો છે. ત્યારે હાલ વધતા કોરોના સંક્રમણ અને ઓમિક્રોનને પગલે કેન્દ્ર સરકાર સર્તક જોવા મળી રહી છે.
આ પણ વાંચો : ફરી વાનખેડે પર વાર : NCBમાં સમીર વાનખેડેના કાર્યકાળને લઈને નવાબ મલિકે ભાજપ પર સાધ્યુ નિશાન