ફરી વાનખેડે પર વાર : NCBમાં સમીર વાનખેડેના કાર્યકાળને લઈને નવાબ મલિકે ભાજપ પર સાધ્યુ નિશાન

નવાબ મલિકે કહ્યું કે, 'એક સપ્તાહથી કહેવામાં આવી રહ્યુ છે કે સમીર વાનખેડે એક્સટેન્શનની માંગ નહીં કરે. પરંતુ મને મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્ર ભાજપના મોટા નેતાઓ દિલ્હીમાં લોબિંગ કરી રહ્યા છે કે તેઓ તેમના પોસ્ટિંગમાં વધારો કરે.'

ફરી વાનખેડે પર વાર : NCBમાં સમીર વાનખેડેના કાર્યકાળને લઈને નવાબ મલિકે ભાજપ પર સાધ્યુ નિશાન
Nawab malik lashes out to Sameer Wankhede
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 4:52 PM

Maharashtra: આર્યન ખાન ડ્રગ્સ કેસ (Drugs Casse)થી શરૂ થયેલી નવાબ મલિક અને મુંબઈ NCB (Narcotics Control Bureau) વચ્ચેની લડાઈ ખતમ થવાનું નામ નથી લઈ રહી. નવાબ મલિકે ફરી એકવાર વાનખેડે(Sameer Wankhede)  પર નિશાન સાધ્યુ છે.

રવિવારે નવાબ મલિકે (Nawab Malik) પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપ અને વાનખેડેને લઈને ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપના મોટા નેતાઓ સમીર વાનખેડેને તેમના પદ પર જાળવી રાખવા માટે દિલ્હીમાં લોબિંગ કરી રહ્યા છે. આ સાથે મલિકે NCBના અધિકારીઓ પર સાક્ષીઓ પાસે પંચનામામાં ખોટી સહી કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેણે પૂરાવા તરીકે NCB અધિકારી અને સાક્ષી વચ્ચે થયેલી વાતચીતની કથિત ઓડિયો ક્લિપ પણ બહાર પાડી હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ભાજપના નેતા સમીર વાનખેડેને મુંબઈમાં કેમ રાખવા માગે છે?

નવાબ મલિકે કહ્યું કે ‘એક સપ્તાહથી કહેવામાં આવી રહ્યું છે કે સમીર વાનખેડે એક્સટેન્શનની માંગ નહીં કરે. પરંતુ મને મળેલી માહિતી મુજબ મહારાષ્ટ્ર ભાજપના મોટા નેતાઓ દિલ્હીમાં લોબિંગ કરી રહ્યા છે કે તેઓ તેમના પોસ્ટિંગમાં વધારો કરે. તમામ પ્રકારના ગેરકાયદેસર કામ કરતા આ અધિકારીની ફરિયાદો અને અહેવાલો છતાં ભાજપના નેતાઓ તેને મુંબઈમાં જાળવી રાખવા આતુર છે. તેનો અર્થ શું છે? શું ભાજપ અને વાનખેડે વચ્ચે કંઈક સંબંધ છે?

સમીર વાનખેડેના એક્સટેન્શનના નિર્ણય પર શા માટે ખચકાટ?

નવાબ મલિકે પૂછ્યું કે ‘સમીર વાનખેડેનું એક્સટેન્શન 31મીએ પૂરું થયું ત્યારે તેમને કેમ રાહત ન મળી? અથવા તેનુ એક્સટેન્શન કેમ લંબાવવામાં આવ્યુ નહીં? આ અંગેનો નિર્ણય કેમ પેન્ડિંગ રાખવામાં આવ્યો? મને ખબર છે કે ભાજપના મોટા નેતાઓ તેમના માટે ગૃહ મંત્રાલયમાં લોબિંગ કરી રહ્યા છે. વાનખેડેને અહીં રાખવામાં આવે માટે તેઓ મથામણ કરી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે હું આ મુદ્દો કોર્ટ સમક્ષ લાવીશ. મારી પાસે તેમની વિરુદ્ધ ઘણા પુરાવા છે, હું ભવિષ્યમાં તેમને સામે લાવીશ.

આ પણ વાંચો : Maharashtra : રાજ્યમાં ‘બુલ્લી બાઈ’ એપને લઈને હંગામો, ગૃહપ્રધાન સતેજ પાટિલે આપ્યુ મોટુ નિવેદન

g clip-path="url(#clip0_868_265)">