AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

3 મોટા મંદિર-મસ્જિદ વિવાદોમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષોએ સુપ્રીમ કોર્ટની મધ્યસ્થતાની દરખાસ્ત ફગાવી, હવે કોર્ટમાં જ થશે કાનૂની જંગ

વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ અને સંભલની મસ્જિદના વિવાદોને કોર્ટની બહાર પરસ્પર સમજૂતીથી ઉકેલવા માટે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતાની દરખાસ્ત મૂકી હતી. જો કે, બંને પક્ષોના અરજદારોએ આ ઓફરને સખત શબ્દોમાં નકારી કાઢીને કોર્ટમાં જ કાનૂની લડાઈ લડવાનો નિર્ણય કર્યો છે.

3 મોટા મંદિર-મસ્જિદ વિવાદોમાં હિન્દુ અને મુસ્લિમ પક્ષોએ સુપ્રીમ કોર્ટની મધ્યસ્થતાની દરખાસ્ત ફગાવી, હવે કોર્ટમાં જ થશે કાનૂની જંગ
| Updated on: Jul 13, 2026 | 9:03 PM
Share

સુપ્રીમ કોર્ટે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ, મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ અને સંભલ મસ્જિદ સંબંધિત કેસોમાં મધ્યસ્થતા દ્વારા વિવાદોના ઉકેલની દરખાસ્ત કરી હતી. જો કે, મુકદ્દમા લડતા પક્ષકારો દ્વારા આ ઓફર નકારી કાઢવામાં આવી છે, જેમણે તેના બદલે કોર્ટમાં જ આ મુદ્દા પર લડત આપવાનું પસંદ કર્યું છે. સુપ્રીમ કોર્ટે અગાઉ આ ત્રણેય કેસોમાં સંકળાયેલા પક્ષકારોની તેમના વિવાદોમાં મધ્યસ્થતા કરવા માટે સંમતિ માંગી હતી

આ પ્રક્રિયા “સુપ્રીમ કોર્ટ એક્શન ફોર મેડિએટેડ એડજ્યુડિકેશન એન્ડ ડિસ્પ્યુટ્સ હાર્મોનાઇઝેશન એક્રોસ નેશન (સમાધાન સમારોહ) 2026” ના ભાગરૂપે કરવામાં આવી હતી.

જ્ઞાનવાપી વિવાદ શું છે?

જ્ઞાનવાપી વિવાદ એ જ્ઞાનવાપી કમ્પાઉન્ડના ધાર્મિક સ્વરૂપને લઈને પરસ્પર વિરોધી દાવાઓ સાથે જોડાયેલા સિવિલ કોર્ટના ચાલી રહેલા કેસમાંથી ઉદ્ભવ્યો છે. અન્ય દાવાઓની સાથે, હિન્દુ પક્ષે જણાવ્યું છે કે મસ્જિદના ભોંયરામાં (વ્યાસજીની ગાદી) 1993 સુધી સોમનાથ વ્યાસના પરિવાર દ્વારા હિન્દુ પૂજા અર્ચના કરવામાં આવતી હતી, જ્યાં સુધી મુલાયમ સિંહ યાદવની આગેવાની હેઠળની તત્કાલીન સરકારે કથિત રીતે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. બીજી તરફ, મુસ્લિમ પક્ષે આ દાવાનો વિરોધ કર્યો છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે મસ્જિદની ઇમારત પર હંમેશા મુસ્લિમોનો જ કબજો રહ્યો છે.

જ્ઞાનવાપી કમ્પાઉન્ડ પરના મુખ્ય વિવાદમાં હિન્દુ પક્ષનો એવો દાવો સામેલ છે કે 17મી સદીમાં મુઘલ સમ્રાટ ઔરંગઝેબના શાસન દરમિયાન આ જમીન પરના એક પ્રાચીન મંદિરના ભાગને તોડી પાડવામાં આવ્યો હતો. બીજી તરફ, મુસ્લિમ પક્ષે દાવો કર્યો છે કે આ મસ્જિદ ઔરંગઝેબના શાસનકાળ પહેલાંની જ અસ્તિત્વમાં છે અને સમય જતાં તેમાં વિવિધ ફેરફારો કરવામાં આવ્યા છે. હિન્દુ પક્ષકારોએ તેમના દવામાં દાવો કર્યો છે કે જો મસ્જિદ બનાવવા માટે મુઘલ સમ્રાટ ઔરંગઝેબના આદેશ પર મંદિરના માળખાને પાછળથી તોડી પાડવામાં આવ્યું હોય, તો પણ સંબંધિત જમીનનું હિન્દુ સ્વરૂપ બદલાયું નથી. તેમણે ત્યાં પ્રાચીન મંદિર (ભગવાન વિશ્વેશ્વર મંદિર) ની પુનઃ સ્થાપના કરવાની માંગ કરી છે, અને તેમના 1991ના દવાનો બચાવ એવા આધાર પર કર્યો છે કે આ વિવાદ પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ (પૂજા સ્થળ અધિનિયમ) પહેલાંનો છે

શ્રી કૃષ્ણ જન્મભૂમિ-શાહી ઇદગાહ વિવાદ શું છે?

આ માળખાને લઈને વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે હિન્દુ પક્ષે સિવિલ કોર્ટ સમક્ષ દાવો દાખલ કરીને આરોપ લગાવ્યો કે શાહી ઇદગાહ મસ્જિદ શ્રી કૃષ્ણ જન્મભૂમિની જમીન પર બનાવવામાં આવી છે. આ સિવિલ દાવો હિન્દુ આરાધ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન અને કેટલાક હિન્દુ ભક્તો વતી દાખલ કરવામાં આવ્યો હતો.

હિન્દુ પક્ષે મસ્જિદને તેના વર્તમાન સ્થળેથી હટાવવાની માંગ કરી છે. તેમની અરજી અનુસાર, શાહી-ઇદગાહ મસ્જિદ વાસ્તવમાં એક હિન્દુ મંદિર હોવાના દ્રષ્ટિકોણને સમર્થન આપતા વિવિધ પુરાવાઓ મોજૂદ છે. આ મુખ્ય દાવો શરૂઆતમાં સપ્ટેમ્બર 2020 માં સિવિલ કોર્ટ દ્વારા પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટ, 1991 હેઠળ કેસ સ્વીકારવા પરના પ્રતિબંધનો હવાલો આપીને ફગાવી દેવામાં આવ્યો હતો. જો કે, મથુરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ સમક્ષ અપીલ કર્યા બાદ આ નિર્ણયને પલટી દેવામાં આવ્યો હતો.

સંભલ મસ્જિદ વિવાદ શું છે?

સંભલ મસ્જિદ વિવાદ એડવોકેટ હરિ શંકર જૈન અને અન્ય સાત લોકો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાંથી ઉદ્ભવ્યો છે, જેમણે દાવો કર્યો હતો કે મુઘલ કાળ દરમિયાન એક મંદિર તોડીને આ મસ્જિદ બનાવવામાં આવી હતી. 19 નવેમ્બર, 2024 ના રોજ, સંભલની એક સિવિલ કોર્ટે એડવોકેટ કમિશનરને સંભલની શાહી જામા મસ્જિદનો સર્વે કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ આદેશ બાદ પથ્થરમારો અને વાહનોને આગ ચાંપવાની ઘટનાઓ વચ્ચે ચાર લોકોના મોત થયાના અહેવાલ હતા. 19 નવેમ્બરના રોજ કરાયેલા પ્રારંભિક સર્વેક્ષણ પછી, 24 નવેમ્બર, 2024 ના રોજ ચંદૌસી શહેરમાં શાહી જામા મસ્જિદનો બીજો સર્વે કરવા માટે જ્યારે સર્વેક્ષણકર્તાઓની ટીમ પહોંચી, ત્યારે પ્રદર્શનકારીઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ફરી હિંસક અથડામણ ફાટી નીકળી હતી.

‘ઝીરો પર્સન્ટ’ ની લાલચ કે ખિસ્સા ખાલી કરવાની નવી ચાલ? જાણી લો No Cost EMI નું અસલી સત્ય

Follow Us
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
રાજકોટમાં છ દિવસનો પાણીકાપ, નર્મદા પાઇપલાઇન મેન્ટેનન્સને કારણે અસર
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
વડનગરથી વારાણસી બાઇક યાત્રા: અમિત શાહ કરાવશે પ્રસ્થાન
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
બનાસકાંઠામાં વાહનચાલકોની મુશ્કેલી વધી, IRM ના 65 CNG પંપ બંધ
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ભુજમાં ચાલુ વરસાદ વચ્ચે ટ્રાન્સફોર્મરમાં ધડાકા સાથે ભભૂકી આગ-VIDEO
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
ગીર સોમનાથના ઉનામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
Breaking News : 19 સપ્ટેમ્બરથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
ઈસ્કોન બ્રિજ પર એવો અકસ્માત સર્જાયો કે કારની એરબેગ ખુલી ગઇ, જુઓ Video
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
રાજ્યભરમાં સાર્વત્રિક મેઘમહેર થઇ, અંજારમાં સૌથી વધુ 7.24 ઇંચ વરસ્યો
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
₹600 કરોડના SD પે ફ્રોડમાં અમરેલી પોલીસને સફળતા
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
સમરસ હોસ્ટેલ રિયાલિટી ચેક: ભોજન પર વિવાદ અને તપાસ
g clip-path="url(#clip0_868_265)">