Gujarat Cabinet Formation LIVE ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનોની શપથવિધિ 16મી સપ્ટેમ્બરે યોજાશે, અનેક નવા ચહેરાને મળશે તક, જૂના જોગીઓ કપાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2021 | 11:47 AM

Gujarat New Cabinet Ministers Oath Taking LIVE: નવા મંત્રીમંડળની રચના અંગે ભાજપના મોવડી મંડળે ગત મોડી રાત્રી સુધી બેઠકોનો દોર ચલાવ્યો હતો. જેમાં વરિષ્ઠ પ્રધાનો અને પક્ષના કેન્દ્રિય નેતાઓ તેમજ પ્રદેશના નેતાઓએ પણ તબક્કાવાર બેઠકો યોજી હતી. 

Gujarat Cabinet Formation LIVE ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનોની શપથવિધિ 16મી સપ્ટેમ્બરે યોજાશે, અનેક નવા ચહેરાને મળશે તક, જૂના જોગીઓ કપાશે

ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ હવે આજ 15 સપ્ટેમ્બરના બદલે હવે આવતીકાલ 16મી સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજાશે. રાજભવન ખાતે યોજાનારા શપથગ્રહણ સમારોહમાં ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદ, પક્ષના નેતાઓ તેમજ અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહેશે. નવા મંત્રીમંડળની રચના અંગે ભાજપના મોવડી મંડળે ગત મોડી રાત્રી સુધી બેઠકોનો દોર ચલાવ્યો હતો. જેમાં વરિષ્ઠ પ્રધાનો અને પક્ષના કેન્દ્રિય નેતાઓ તેમજ પ્રદેશના નેતાઓએ પણ તબક્કાવાર બેઠકો યોજી હતી.

ભાજપના કેન્દ્રીય મોવડીમંડળની સુચના અનુસાર, ભાજપના 112 ધારાસભ્યોને આજ 15મી સપ્ટેમ્બરના રોજ, ગાંધીનગર પહોચી જવા માટે ટેલિફોનિક સુચના આપવામાં આવી હતી. જો કે ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં જેમનો સમાવેશ કરવાનો છે તેવા મંત્રીઓને છેલ્લી ઘડીએ જણા કરવાનો રવૈયો ભાજપે અપનાવ્યો છે.

ગુજરાતના રાજકીય બાબતોના જાણકારોનું માનવુ છે કે, ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં અનેક નવા અને યુવા ચહેરાઓને સ્થાન આપવામા આવશે. ગુજરાત એ ભાજપનો ગઢ ગણાય છે. છેલ્લા 25 વર્ષથી ગુજરાતમાં ભાજપ અજય રહ્યુ છે. અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપને ફરીથી સત્તા ઉપર લાવવાના ભાગરૂપે, મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે. 2022ની ચૂંટણીમાં નવા ચહેરા સાથે પ્રજા સામે જવાની એક યોજના ભાજપે ઘડી છે. જેમાં તેઓ સફળ થશે કે અસફળ તે તો 2022ના પરિણામ જ જાણી શકાશે.

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારના પ્રધાનોને સ્વર્ણિમ સંકુલ ખાતે આવેલી ઓફિસ ખાલી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે. જેના ભાગરૂપે કેટલાક પ્રધાનોએ તેમની કચેરી ખાલી કરી નાખી છે તો કેટલાક પ્રધાનો તેમની ઓફિસ ખાલી કરી રહ્યાં હોવાનો સમાચાર સામે આવ્યા છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Sep 2021 03:10 PM (IST)

    ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ હવે ગુરુવાર 16મી સપ્ટેમ્બરના રોજ બપોરના યોજાશે

    ગુજરાતમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની શપથવિધિ આજે યોજવા માટે રાજભવનમાં તૈયારીઓ કરી લેવાઈ હતી. પરંતુ કેટલાક રાજકીય કારણોસર, શપથવિધિ હવે આવતીકાલ 16મી સપ્ટેમ્બરને ગુરુવારના રોજ યોજવામાં આવે તેવી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યાનુસાર, ગુરુવારના બપોરના 1.30 કલાકે રાજભવન ખાતે શપથવિંધિ યોજવામાં આવશે. એવુ કહેવાઈ રહ્યુ છે કે, કેટલાક વરિષ્ઠ પ્રધાનોને પડતા મૂકવાની વાત સામે આવી છે. તેની સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. અને સ્થિતિને થાળે પાડવા માટે મોવડીમંડળે સમજાવટનો રસ્તો અપનાવ્યો છે.

  • 15 Sep 2021 03:00 PM (IST)

    નવા પ્રધાનમંડળના સભ્યોની 16મી સપ્ટેમ્બરે યોજાઈ શકે છે શપથવિધિ

    ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ યોજવાના અસમંજસ વચ્ચે રાજભવન ખાતે લાગેલા પોસ્ટર્સને હટાવી લેવાયા છે. ભાજપના સૂત્રોએ એવી પણ વિગત જણાવી હતી કે, શપથવિધિ 15 સપ્ટેમ્બરના બદલે 16મી સપ્ટેમ્બરના રોજ યોજવામાં આવી શકે છે.

  • 15 Sep 2021 02:46 PM (IST)

    નવા પ્રધાનમંડળમાં 11 કેબિનેટકક્ષાના અને 13 રાજ્યકક્ષાના પ્રધાનો હશે

    ગુજરાતમાં આજે આકાર પામનારા ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળમાં, 25 જેટલા પ્રધાનો શપથ લે તેવી સંભાવના છે. જેમાં કુલ 11 કેબિનેટ કક્ષાના અને 13 જેટલા પ્રધાનોને રાજ્યકક્ષાના બનાવાશે. એવુ પણ મનાય છે કે, પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના પ્રધાનમંડળના કેટલાક સિનિયર પ્રધાનોનુ માર્ગદર્શક મંડળ રચવામાં આવશે.

  • 15 Sep 2021 02:36 PM (IST)

    ગાંધીનગરમાં લાગ્યા શપથવિધિના પોસ્ટર્સ, જુઓ રાજભવન ખાતે આખરી તૈયારીની તસવીર

    ગાંધીનગરમાં આજે 15મી સપ્ટેમ્બરના રોજ સાંજે ચાર વાગ્યા બાદ, ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળના સભ્યોની શપથવિધિ અંગે ગાંધીનગરમાં સત્તાવાર પોસ્ટર્સ અને બેનર્સ લાગ્યા છે.  ગાંધીનગરના રાજમાર્ગ ઉપર લાગેલા પોસ્ટર્સમાં આઝાદીના અમૃત મહોત્સવનો પણ ઉલ્લેખ કરાયો છે.

    Swearing in of Chief Minister Bhupendra Patel's Cabinet Members

  • 15 Sep 2021 02:26 PM (IST)

    પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને મળીને કેટલાક પૂર્વ પ્રધાનોએ વ્યક્ત કરી લાગણી-સૂત્ર

    ગુજરાતમાં નવા પ્રધાનમંડળની રચનાની વચ્ચે, પૂર્વ પ્રધાન ઈશ્વર પટેલ, ઈશ્વર પરમાર, બચુભાઈ ખાબડ, વાસણભાઈ આહિર, યોગેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના આવાસ ઉપર પહોંચ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આ મંત્રીઓ વચ્ચે ચર્ચા વિચારણા પણ થઈ હતી. પ્રધાનમંડળની યાદીમાં નામ ન હોવાની બાબતને લઈને આ ધારાસભ્ય નારાજ હોવાની અને આ બાબતને લઈને વિજય રૂપાણીને મળવા પહોંચ્યા હોવાની માહિતી સૂત્રોએ જણાવી હતી..

  • 15 Sep 2021 02:20 PM (IST)

    કોળી આગેવાન પુરસોત્તમ સોલંકીને પડતા મૂકાવાની સંભાવના

    ભાજપના સૂત્રો દ્વારા સાંપડેલી વિગતો અનુસાર, કોળી સમાજના આગેવાન એવા રસોત્તમ સોલંકીને ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાંથી પડતા મૂકવામાં આવશે. ભાજપના સૂત્રોએ તેવી પણ વિગતો જણાવી છે કે, ગુજરાત ભાજપના પ્રધાનમંડળમાં એકવાર પ્રધાન બનેલા હોય તેવા એક પણ પ્રધાનને ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળમાં સમાવેશ કરવામાં નહી આવે.

  • 15 Sep 2021 02:17 PM (IST)

    જાણો કોણ કોણ હશે નવા પ્રધાનમંડળમાં

    ભાજપના સૂત્રોના જણાવ્યાનુસાર, ગત સરકારના લગભગ તમામ પ્રધાનોને પડતા મૂકીને ગુજરાતમાં સંપૂર્ણ નવુ જ પ્રધાનમંડળ રચવાની દિશામાં કામગીરી હાથ ધરાઈ રહી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારમાં કેટલાક નવા અને જાણિતા ચહેરાઓને સ્થાન આપવામાં આવનાર છે. સંભવિત પ્રધાનોના નામ ઉપર કરો એક નજર..

    આત્મારામ પરમાર કિરીટ સિંહ રાણા જગદીશ પંચાલ રાકેશ શાહ અથવા હર્ષ સંઘવી દુષ્યંત પટેલ નિમિષા સુથાર પ્રદ્યુમનસિંહ જાડેજા રાજેન્દ્ર ત્રિવેદી ઋષિકેષ પટેલ શશીકાંત પંડ્યા

  • 15 Sep 2021 02:13 PM (IST)

    ભૂપેન્દ્ર પટેલની સરકારમાં મોટાભાગના નવા ચહેરાઓને સમાવાશે

    ભાજપના મોવડી મંડળે, ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનોની નવી યાદી બનાવી દીધી હોવાની વિગતો સામે આવી છે. આ યાદી અનુસાર, વિજય રૂપાણી સરકારના મોટાભાગના પ્રધાનોને પડતા મુકવાની વાત સામે આવી છે. ભાજપના મોવડી મંડળે સરકારમાં નવા ચહેરાઓને સમાવવા માટે કવાયત કરી લીધી હોવાનું કહેવાય છે.

Published On - Sep 15,2021 2:08 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">