AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુત્ર પાસે છે 30 કરોડની પ્રોપર્ટી, પૌત્ર IAS ઓફિસર, પરંતુ દાદા-દાદીને ભૂખ્યા રાખ્યા, આ સુસાઈડ નોટ તમને રડાવી દેશે

આઈએએસ ઓફિસરના દાદા-દાદીની સુસાઈડ નોટમાં દર્દભર્યા શબ્દો લખેલા છે. આ લખ્યા બાદ દંપતીએ સાથે મળીને ઝેર પી લીધું હતું. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ઝેર પી લીધાની વાત કરી હતી.

પુત્ર પાસે છે 30 કરોડની પ્રોપર્ટી, પૌત્ર IAS ઓફિસર, પરંતુ દાદા-દાદીને ભૂખ્યા રાખ્યા, આ સુસાઈડ નોટ તમને રડાવી દેશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 7:31 PM
Share

હરિયાણા કેડરના તાલીમાર્થી IAS વિવેક આર્યના દાદા-દાદીએ સ્યુસાઈડ નોટ લખ્યા બાદ સલ્ફાસની ગોળીઓ ખાધી હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા. સુસાઈડ નોટમાં તેમણે પૌત્ર આઈએએસ અને પુત્રની કરોડોની સંપત્તિ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. તેમ છતાં, મને અને મારી પત્નીને ખાવાનું પણ મળતું નથી. રાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

સુસાઇડ નોટમાં શું લખ્યું ?

“હું જગદીશ ચંદ્ર આર્ય તમને મારું દુ:ખ કહું છું. મારા પુત્રની બધડામાં 30 કરોડની મિલકત છે, પરંતુ તેની પાસે મને આપવા માટે બે ટાઈમનો રોટલો નથી. હું મારા નાના પુત્ર સાથે રહેતો હતો. 6 વર્ષ પહેલા તેનું મૃત્યુ થયું હતું. તેની પત્નીએ તેને થોડા દિવસો સુધી સાથ આપ્યો, પરંતુ બાદમાં તેણે ખોટું કામ કરવાનું શરૂ કર્યું, જ્યારે મેં વિરોધ કર્યો તો તેને માર મારીને ઘરની બહાર કાઢી મૂક્યો.

આઈએએસ ઓફિસરના દાદા-દાદીની સુસાઈડ નોટમાં લખેલા આ શબ્દો છે. આ લખ્યા બાદ દંપતીએ સાથે મળીને ઝેર પી લીધું હતું. પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને ઝેર પી લીધાની વાત કરી હતી. પોલીસ દંપતી પાસે પહોંચી, ત્યારે દંપતીએ એક પત્ર સોંપ્યો હતો. તેમની હાલત બગડતી જોઈને પોલીસે બંનેને હોસ્પિટલમાં દાખલ કર્યા. જ્યાં સારવાર દરમિયાન બંનેનું મોત નિપજ્યું હતું. પોલીસે આ મામલામાં 4 લોકો વિરુદ્ધ FIR નોંધી છે.

હરિયાણાના ચરખી-દાદરીમાં બધડાની શિવ કોલોનીનો છે. મૂળ ગોપી વિસ્તારના રહેવાસી જગદીશ ચંદ્ર આર્ય (78) અને ભગલી દેવીએ (77) સલ્ફાસની ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી હતી. મૃતક વૃદ્ધ દંપતી ચરખી દાદરીમાં IAS વિવેક આર્યના દાદા-દાદી હતા. વિવેકના પિતાનું નામ વીરેન્દ્ર છે. વિવેક 2021માં IAS ઓફિસર તરીકે સીલેક્ટ થયા હતા. તેને હરિયાણા કેડર મળી અને હાલમાં તે અન્ડર-ટ્રેની છે.

એવું કહેવામાં આવ્યું હતું કે 29 માર્ચની રાત્રે જગદીશ ચંદ્ર અને તેની પત્નીએ ઝેરી પદાર્થ ખાઈ લીધો હતો, અને પછી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. દંપતીએ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમને સુસાઈડ નોટ સોંપી હતી. હાલત બગડતી જોઈને પોલીસે દંપતીને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમની ગંભીર હાલતને કારણે વૃદ્ધ દંપતીને દાદરી સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા.

ખાવા માટે વાસી ખોરાક આપતા : પીડિત વૃદ્ધ

જગદીશ ચંદ્ર આર્યએ નોટમાં આગળ લખ્યું છે કે, ‘ઘરમાંથી કાઢી મૂક્યા બાદ હું બે વર્ષ સુધી વૃદ્ધાશ્રમમાં રહ્યો. જ્યારે પાછો આવ્યો ત્યારે તેણે ઘરને તાળું મારી દીધું હતું. આ સમય દરમિયાન મારી પત્ની પેરાલિસિસનો શિકાર બની અને અમે અમારા બીજા પુત્ર સાથે રહેવા લાગ્યા. થોડા દિવસો પછી બીજા પુત્રે પણ મને સાથે આવવાની ના પાડી અને મને વાસી ખાવાનું આપવાનું શરૂ કર્યું. મારા મૃત્યુનું કારણ મારી બે પુત્રવધૂ, એક પુત્ર અને એક ભત્રીજો છે. ચારેય લોકોએ મારા પર જે અત્યાચાર કર્યો તેવો અત્યાચાર કોઈપણ બાળકે તેના માતા-પિતા સાથે ન કરવો જોઈએ.

સંપત્તિ આર્ય સમાજને આપવી જોઈએ: જગદીશચંદ્ર આર્ય

જગદીશ ચંદ્ર આર્યએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે મારી વાત સાંભળનારાઓને વિનંતી છે કે માતા-પિતા પર આટલો જુલમ ન કરવો જોઈએ. સરકાર અને સમાજે તેમને સજા કરવી જોઈએ. તો જ મારા આત્માને શાંતિ મળશે. મારી બેંકમાં બે એફડી છે અને બધડામાં એક દુકાન છે, તે આર્ય સમાજ બધડાને આપવી જોઈએ.

માંદગીના કારણે માતા-પિતાએ આપઘાત કર્યોઃ પુત્ર વિરેન્દ્ર

આ મામલામાં મૃતકના પુત્ર વીરેન્દ્રએ જણાવ્યું કે ઝેર પીધું હોવાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ઉંમરના આ તબક્કે બંને બીમારીના કારણે પરેશાન હતા. જેના કારણે તેણે આ પગલું ભર્યું છે.

પોલીસનું શું કહેવું છે

મામલામાં ડીએસપી વીરેન્દ્ર શિયોરાને જણાવ્યું કે જગદીશ ચંદ્રાએ પોલીસને એક પત્ર આપ્યો હતો. આ સુસાઈડ નોટ ગણી શકાય. પરિવારજનો પર ત્રાસ ગુજારતા હોવાનો આક્ષેપ કરતાં મૃતકે ઝેર પીને આત્મહત્યા કરી હતી. તે જ સમયે, મૃતકનો પૌત્ર IAS અધિકારી છે અને હાલમાં તાલીમાર્થી છે. આ અંગે પોલીસે પુત્રવધૂ, પુત્ર વિરેન્દ્ર અને ભત્રીજા બંને સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

દેશ અને દુનિયાના તાજા સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર 

દેશ સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">