BCCIએ 7 વર્ષથી અમ્પાયરોના પગારમાં વધારો કર્યો નહીં, જાણો દરરોજ કેટલો મળે છે પગાર
BCCIએ છેલ્લા કેટલાક વર્ષથી દરેક સ્તરના ખેલાડીઓની કમાણીમાં વધારો કર્યો છે પરંતુ અમ્પાયરોના પગારમાં વધારો કર્યો નથી. એક રિપોર્ટ મુજબએ ખુલાસો થયો છે કે, જેમાં જણાવવામાં આવ્યું કે, બોર્ડ હેઠળ હાલમાં 186 અમ્પાયર છે. જેને અલગ અલગ 4 કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે છેલ્લા કેટલાક વર્ષમાં ક્રિકેટર્સના પગારમાં વધારો કર્યો છે. ઈન્ટરનેશલ ટીમ હોય કે,ડોમેસ્ટ્રિક ક્રિકેટર્સ ,પુરુષ હોય કે મહિલા ભારતીય બોર્ડે ખેલાડીઓની કમાણીમાં વધારો કર્યો છે. જેના ખુબ વખાણ પણ થઈ રહ્યા છે. જોકે, છેલ્લા સાત વર્ષમાં BCCI હેઠળના તમામ અમ્પાયરોના પગારમાં કોઈ વધારો થયો નથી. આ વાત એક રિપોર્ટમાં સામે આવી છે, જેમાં જણાવાયું છે કે BCCI હાલમાં 186 અમ્પાયરોને રોજગારી આપે છે, જેમને ચાર અલગ અલગ કેટેગરીઓમાં રાખવામાં આવ્યા છે.
હાલમાં ભારતમાં ડોમેસ્ટ્રિક ક્રિકેટની સીઝન ચાલી રહી છે. થોડા દિવસ પહેલા રણજી ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની મેચ રમાઈ હતી. હવે વિજય હજારે ટ્રોફીની સીઝન શરુ થઈ ચૂકી છે. ત્યારબાદ રણજી ટ્રોફી શરુ થશે. આ સિવાય સીનિયર વિમેન્સ વનડે અને ટી20 ટૂર્નામેન્ટ પણ હોય છે. જ્યારે જૂનિયર લેવલની પણ અનેક મેચ રમાઈ છે. આ તમામાં અમ્પાયરિંગની જવાબદારી બીસીસીઆઈના 186 અમ્પાયર સંભાળે છે.
કેટલા અમ્પાયર અને કેટલી કમાણી?
એક બાજુ તમામ લેવલ પર ખેલાડીઓના પગારમાં વધારો થયો છે. તો અમ્પાયરની કમાણીમાં કોઈ વધારો થયો નથી. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, બીસીસીઆઈએ અમ્પાયર્સને 4 અલગ અલગ કેટેગરીમાં રાખ્યા છે. જે મુજબ બીસીસીઆઈએ અમ્પાયરને A+, A, B અને C કેટેગરીમાં રાખ્યા છે. તેવી જ રીતે સીનિયર પુરુષ ટીમને વર્ષનો કોન્ટ્રાક્ટ ગ્રેડ હોય છે. આ કેટેગરીમાં અમ્પાયરોની સંખ્યા પણ અલગ અલગ છે.
રિપોર્ટ મુજબ A+માં હાલમાં 9, Aમાં 20, Bમાં 58 અને Cમાં હાલમાં 99 અમ્પાયર છે. જો વાત પગારની આવે તો A+ અને Aમાં આવનાર અમ્પાયરને 40,000 રુપિયા એક દિવસના મળે છે, તો B અને C કેટેગરીમાં આવતા અમ્પાયરને એક દિવસમાં 30,000 રુપિયા મળે છે પરંતુ આ પગારમાં છેલ્લા 7 વર્ષમાં કોઈ ફેરફાર થયો નથી.
અમ્પાયર્સ કમિટીએ શું કહ્યું જાણો
આ રિપોર્ટ BCCI અમ્પાયર્સ કમિટી કહી રહી છે કે, જે BCCI એપેક્સ કાઉન્સિલની બેઠકમાં રજૂ કરવામાં આવી હતી. તેમાં ભલામણ કરવામાં આવી હતી કે ચાર અલગ-અલગ શ્રેણીઓને બદલે, ફક્ત બે શ્રેણીઓ હોવી જોઈએ, અને બધા માટે પગાર સમાન હોવો જોઈએ, એટલે કે, 40,000 પ્રતિ દિવસ હોવો જોઈએ.
