Flight Suspended : જો તમે પણ વિદેશ જવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે છે ખરાબ સમાચાર, આ તારીખ સુધી ફ્લાઇટ પર છે પ્રતિબંધ

કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને ધ્યાનમાં રાખીને, સરકારે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય વ્યાપારી પેસેન્જર ફ્લાઇટને 30 સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધી છે. આ ભારતથી અને ભારત બંનેને લાગુ પડશે.

Flight Suspended : જો તમે પણ વિદેશ જવાનું વિચારી રહ્યા હોય તો તમારા માટે છે ખરાબ સમાચાર, આ તારીખ સુધી ફ્લાઇટ પર  છે પ્રતિબંધ
Service suspended till 30th September.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2021 | 1:33 PM

કોરોનાની (Corona) સંભવિત ત્રીજી લહેરનો ભય વધી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી કેસો ખૂબ ઝડપથી વધવા લાગ્યા છે. દેશમાં દરરોજ 45 હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. હાલની સ્થિતિને જોતા કેન્દ્ર સરકારે નિર્ધારિત આંતરરાષ્ટ્રીય વ્યાપારી ફ્લાઇટ્સ (scheduled international commercial passenger flights) પર પ્રતિબંધ વધારવાની જાહેરાત કરી છે.

કોમર્શિયલ ફ્લાઇટ્સ પરનો આ પ્રતિબંધ 30 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. આ માહિતી DGCA દ્વારા શેર કરવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

અગાઉ DGCAએ 31 ઓગસ્ટ સુધી ભારત આવવા -જવાની સુનિશ્ચિત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા સ્થગિત કરી હતી. હવે તેને એક મહિનો વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવ્યો છે. આ નિયમ આંતરરાષ્ટ્રીય કાર્ગો ફ્લાઇટ્સ પર લાગુ થશે નહીં. આ સિવાય જો કોઈ ફ્લાઈટને DGCA તરફથી વિશેષ મંજૂરી મળી હોય, તો આ નિયમ ત્યાં પણ લાગુ પડશે નહીં.

નોંધનીય છે કે, માર્ચ 2020માં પ્રથમ વખત સરકારે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન લગાવ્યું હતું. તે સમય દરમિયાન ટ્રેનો, વિમાનો સહિતની તમામ સેવાઓ લગભગ બે મહિના સુધી બંધ રહી હતી. મેથી ફ્લાઇટ સેવા પુનઃ શરૂ કરવામાં આવી હતી. આમાં, માત્ર સ્થાનિક હવાઈ સેવાને મંજૂરી આપવામાં આવી હતી અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર હજુ પ્રતિબંધ છે. આ દરમિયાન, બંને દેશો વચ્ચે એર બબલ સાથે હવાઈ સંપર્ક છે.

ડોમેસ્ટિક ફ્લાઇટને સાત અલગ અલગ કેટેગરીમાં વહેંચવામાં આવી છે ઉડ્ડયન વિભાગે ડોમેસ્ટિક ફ્લાઇટ સર્વિસને પ્રવાસમાં લીધેલા સમયના આધારે સાત અલગ અલગ બેન્ડમાં વેચી છે. દરેક બેન્ડ માટે પ્રાઇસ કેપ (મિનિમમ  મેક્સિમમ) નક્કી કરવામાં આવ્યું છે. તે જ મહિનામાં, સરકારે દરેક બેન્ડ માટે ન્યૂનતમ અને મહત્તમ ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી હતી.

40 મિનિટથી ઓછા રૂટ માટે લોઅર કેપ રૂ. 2900 40 મિનિટથી ઓછા રૂટ માટે મિનિમમ હવાઈ ભાડું 2600 થી વધારીને 2900 કરવામાં આવ્યું છે. અપર કેપ 12.82 ટકા વધીને 8800 કરવામાં આવી છે. 40-60 મિનિટના હવાઈ માર્ગો માટે, લોઅર કેપ 3300 થી વધારીને 3700 અને અપર કેપ 12.24 ટકા વધારીને 11,000 રૂપિયા કરવામાં આવી છે. 60-90 મિનિટની ફ્લાઇટ માટે મિનિમમ કેપ વધારીને 4500 રૂપિયા અને અપર કેપ 13200 રૂપિયા કરવામાં આવી છે.

જાણો નવી લોઅર કેપ શું છે 90-120, 120-150, 150-180 અને 180-210 મિનિટની ફ્લાઇટ્સ માટે નવી લોઅર કેપ વધીને 5300, 6700, 8300 અને 9800 રૂપિયા કરવામાં આવ્યા છે. હાલમાં આ કેપ 4700, 6100, 7400 અને 8700 રૂપિયા હતી. 90-120, 120-150, 150-180 અને 180-210 મિનિટની ફ્લાઇટ્સ માટે અપર કેપમાં 12.3 ટકા, 12.42 ટકા, 12.74 ટકા અને 12.39 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આમાં પેસેન્જર સિક્યુરિટી ફી અને યુઝર ડેવલપમેન્ટ ફી શામેલ નથી.

આ પણ વાંચો : Good News for Farmer: ડ્રોનના ઉપયોગથી ખેડૂતોની આવકમાં થશે વધારો તો ખર્ચમાં થશે ઘટાડો, આ રીતે કરી શકશો ઉપયોગ

આ પણ વાંચો :ખેડૂતો માટે સારા સમાચાર : આ ખેતીમાં એક વાર પૈસા લગાવવાથી કરી શકો છો વરસો સુધી કમાણી, જાણો સમગ્ર માહિતી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">