ખુશખબરી: રેલ્વેમાં ફરીથી શરૂ થઈ આ સેવા, હવે મુસાફરી દરમ્યાન નહીં થાય ખાવા-પીવામાં મુશ્કેલી

કોરોના મહામારીએ વિશ્વવ્યાપી પ્રવૃત્તિઓને ભારે અસર કરી છે. ભારતીય રેલ્વે પર પણ તેની ખરાબ અસર પડી હતી. પહેલા તમામ ટ્રેનોને અટકાવી દેવામાં આવી હતી

ખુશખબરી: રેલ્વેમાં ફરીથી શરૂ થઈ આ સેવા, હવે મુસાફરી દરમ્યાન નહીં થાય ખાવા-પીવામાં મુશ્કેલી

કોરોના મહામારીએ વિશ્વવ્યાપી પ્રવૃત્તિઓને ભારે અસર કરી છે. ભારતીય રેલ્વે પર પણ તેની ખરાબ અસર પડી હતી. પહેલા તમામ ટ્રેનોને અટકાવી દેવામાં આવી હતી અને પછી ધીરે ધીરે મર્યાદિત સંખ્યામાં ટ્રેનોનું કામકાજ શરૂ થયું. ટ્રેન સેવાઓ હવે મોટા પ્રમાણમાં ટ્રેક પર આવી છે. જો કે અત્યાર સુધી મોટાભાગની ટ્રેનોમાં ખોરાકની સમસ્યા છે.

 

હવે આ સમસ્યા દૂર થવા જઈ રહી છે. હા, ટ્રેનોમાં મુસાફરી દરમિયાન હવે તમે ફરીથી ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી શકો છો. હકીકતમાં ભારતીય રેલ્વેએ ફરીથી ઈ-કેટરિંગ સેવાને પુન:સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીને લગતા તમામ આરોગ્ય પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને દેશના ઘણા પસંદ કરેલા સ્ટેશનો પર ઈ-કેટરિંગ સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. તેથી હવે મુસાફરો મુસાફરી દરમ્યાન તેમને જોઈતી ખાદ્ય ચીજોનો ઓર્ડર આપી શકશે.

IRCTCએ ભલામણ કરી હતી

 

આઈઆરસીટીસી એટલે કે ભારતીય રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશને રેલ્વે મંત્રાલયને ટ્રેનોમાં ઈ-કેટરિંગ સેવાઓ ફરી શરૂ કરવાની ભલામણ કરી હતી. રેલ્વે બોર્ડે સ્ટેશનો પર કેટરિંગ, સેલ્સ યુનિટ ખોલવાની મંજૂરી આપી હતી. પરંતુ આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ એકમોમાં પેકેજ્ડ માલ, આવશ્યક ચીજો, દવાઓ વગેરેની દુકાનો અને બુક સ્ટોલ્સ વગેરે શામેલ છે, જે દેશમાં કોરોના રોગચાળો ફાટી નીકળ્યા પછી ટૂંક સમયમાં બંધ થઈ ગયા હતા. ફક્ત કેટરિંગ વસ્તુઓ જ વહન કરવાની છૂટ હતી, જ્યારે બેસીને ખાવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

https://twitter.com/PiyushGoyal/status/1350335210559193089?s=20

 

રેલવે મંત્રીએ ટ્વીટ કરીને માહિતી આપી

રેલ્વે મંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરીને ભારતીય રેલ્વે દ્વારા લીધેલા આ નિર્ણય અંગે માહિતી આપી છે. પોતાના ટ્વીટમાં સત્તાવાર પત્ર શેર કરતાં તેમણે લખ્યું છે કે ભારતીય રેલ્વે દ્વારા મુસાફરોની સુવિધા વધારતી વખતે દેશભરના પસંદગીના સ્ટેશનો પર ઈ-કેટરિંગ સેવાઓ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ હેલ્થ પ્રોટોકોલ રાખીને પસંદ કરેલા સ્ટેશનો પર ઈ-કેટરિંગ સેવાઓ શરૂ કરવામાં આવી રહી છે. આ સુવિધા સાથે મુસાફરો તેમની મુસાફરી દરમિયાન ખોરાકનો ઓર્ડર આપી શકે છે અને તેમની ટ્રેનની મુસાફરીનો આનંદ લઈ શકે છે.
મહત્વનું છે કે હવે દેશભરના દરેક રાજ્યોમાં જરૂરિયાત મુજબના રૂટ પર મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને ટ્રેનો શરૂ કરી દેવામાં આવી છે.

 

આ પણ વાંચો: નિષ્ણાંતોના મતે યોગ્ય સમયે શરૂ થયું રસીકરણ, કોરોનાની બીજી લહેર રોકાઈ શકે છે

Click on your DTH Provider to Add TV9 Gujarati