15 જાન્યુઆરીથી કોરોના કોલરટ્યુનથી મળશે છુટકારો, હવે વાગશે આ નવી કોલરટ્યુન

કોરોના અંગે જાગૃતિ માટે ભારત સરકારે બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનના અવાજવાળી કોલરટ્યુન હવે બંધ થવાની છે. 15 જાન્યુઆરીથી તમને મોબાઈલ પર અમિતાભ બચ્ચનના આવાજવાળી કોરોના કોલરટ્યુન નહીં સંભળાય.

  • Tv9 webdesk42
  • Published On - 18:11 PM, 14 Jan 2021
Get rid of Corona caller tune from January 15, now this caller tune will play
ફાઈલ ફોટો : અમિતાભ બચ્ચન

કોરોના અંગે જાગૃતિ માટે ભારત સરકારે બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અમિતાભ બચ્ચનના અવાજવાળી કોલરટ્યુન હવે બંધ થવાની છે. 15 જાન્યુઆરીથી તમને મોબાઈલ પર અમિતાભ બચ્ચનના આવાજવાળી કોરોના કોલરટ્યુન નહીં સંભળાય. 15 જાન્યુઆરીથી અમિતાભ બચ્ચનના અવાજવાળી કોલરટ્યુન બદલવામાં આવશે અને એના સ્થાને વેક્સિનેશન આધારિત કોલરટ્યુન સંભળાશે. ભારત સરકારના ટેલીકોમ મંત્રાલય અમિતાભ બચ્ચનના અવાજમાં કોરોના કોલરટ્યુન ઓક્ટોબર મહિનામાં શરૂ કરવામાં આવી હતી.

 

વેક્સિનેશન આધારિત કોલરટ્યુન સંભળાશે

15 જાન્યુઆરીથી કોલર્સને વેક્સિનેશન આધારિત કોલરટ્યુન સંભળાશે. વેક્સિનેશન અંગેની આ કોલરટ્યુનમાં ભારત સરકારની વેક્સિનેશન અભિયાન. વેક્સિનની અનિવાર્યતા, વેક્સિનનું મહત્વ, વેક્સીન અને વેક્સિનેશન અંગેની અફવાઓથી બચવા અને આવી અફવા ન ફેલાવવા અંગેની વિવિધ બાબતો સામેલ કરવામાં આવી શકે છે. જેમ જૂની કોરોના કોલરટ્યુનમાં કોરોના અને તેનાથી બચવાના ઉપાયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો એમ વેક્સિનેશન આધારિત કોલરટ્યુનમાં વેક્સિનેશન અભિયાનને સમાવી લેવામાં આવશે.

 

ઓક્ટોબર મહિનામાં બદલાઈ હતી કોલરટ્યુન

કોરોના વાઈરસ અંગે જાગૃતિ માટે ભારત સરકારના ટેલીકોમ મંત્રાલયે લોકડાઉનમાં શરૂ કરી હતી. લોકડાઉનમાં વોઈસ આર્ટીસ્ટ જસલીન ભલ્લાના અવાજમાં “कोरोना वायरस या कोविड-19 से आज पूरा देश लड़ रहा है… શબ્દોથી શરૂ કરવામાં આવેલી કોલરટ્યુન અનલોકમાં બદલાઈ જેના શરૂઆતના શબ્દો હતા, ” नमस्कार कोविड-19 के अनलॉक की प्रक्रिया अब पूरे देश में शुरू हो गई है…” ત્યારબાદ 6 મહિના બાદ ઓક્ટોબર મહિનામાં અમિતાભના અવાજમાં કોરોના કોલરટ્યુન “नमस्कार, हमारा देश और पूरा विश्व आज कोविड-19 की चुनौती का सामना कर रहा है” શરૂ કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટની કમિટીમાં સામેલ ભૂપિન્દ્રરસિંહ માન કમિટીથી અલગ થઈ ગયા