રેમડેસિવિરને લઈને ખુશખબર: હવે દેશમાં નહીં રહે અછત, આ કંપની દરરોજ બનાવશે 30,000 ડોઝ
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, જેનટેક લાઇફ સાયન્સીસ (Genetek LifeSciences) 28 એપ્રિલથી મહારાષ્ટ્રના વર્ધામાં કોવિડ -19 ની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેક્શનનું ઉત્પાદન શરૂ કરશે.
દેશમાં કોરોના કેસોમાં વધારો થયા પછી, કોવિડ -19 ની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા રેમેડેસિવિરની મોટી તંગી જોવા મળી હતી. પરંતુ હવે દેશમાં કોરોના દવા રેમેડેસિવિરની કોઈ અછત રહેશે નહીં. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, જેનટેક લાઇફ સાયન્સીસ (Genetek LifeSciences) આજે 28 એપ્રિલથી મહારાષ્ટ્રના વર્ધામાં કોવિડ -19 ની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઇન્જેક્શનનું ઉત્પાદન શરૂ કરશે. મંગળવારે નાગપુરમાં કોવિડ કેર સેન્ટરનું ઉદઘાટન કરતાં ગડકરીએ કહ્યું કે, કંપની દરરોજ રેમડેસિવિરની 30,000 શીશીઓ તૈયાર કરશે.
દેશમાં કોવિડ-19ના શંકાસ્પદ દર્દીઓ અને લેબ રિપોર્ટ દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે, અને પુખ્ત દર્દીઓ અને બાળકોમાં રેમડેસિવિરના મર્યાદિત ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.
વર્ધાના જેનટેક લાઇફ સાયન્સિસને રેમેડિસિવર ઈન્જેક્શન બનાવવાનું લાઇસન્સ મળી ગયું છે. ગડકરીએ જણાવ્યું કે હૈદરાબાદથી એક ટીમ વર્ધા પહોંચી છે અને પરીક્ષણ ચાલી રહ્યું છે અને બુધવારથી તેનું ઉત્પાદન શરૂ થવાની સંભાવના છે.
મહારાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ વિતરણ કરવામાં આવશે
ગડકરીએ કહ્યું કે, આ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થયેલ રેમેડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ નાગપુર અને વિદર્ભના અન્ય જિલ્લાઓમાં કરવામાં આવશે. જરૂરિયાત મુજબ તેનું મહારાષ્ટ્રના અન્ય જિલ્લામાં પણ વિતરણ કરવામાં આવશે.
પરિસ્થિતિ ક્યારે સુધરશે
ગડકરીએ નાગપુરમાં ઓક્સિજન સપ્લાયની મરામત માટે લેવામાં આવેલા પગલાઓ વિશે પણ માહિતી આપી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે કોવિડ કેસમાં પરિસ્થિતિ આગામી કેટલાક દિવસોમાં સુધરશે. આ દરમિયાન ભાજપના નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ ગડકરી સાથે હાજર હતા.
રેમેડિસવીરની કિંમતોમાં ઘટાડો
કેન્દ્ર સરકારના કહેવા પર રેમેડિસિવર ઇંજેક્શન બનાવતી કંપનીઓએ આ દવાના ભાવમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. કેડિલા હેલ્થ કેર લિમિટેડની દવા રેમડેક જે અગાઉ 2800 માં ઉપલબ્ધ હતી, હવે 899 રૂપિયામાં મળશે. તેવી જ રીતે ડો. રેડ્ડીની મૂર્તિની રેડિક્સ જે 5400 રૂપિયામાં ઉપલબ્ધ હતી તે હવે 2700 રૂપિયામાં મળશે.
આ પણ વાંચો: મિત્રનો જીવ બચાવવા 24 કલાકમાં 1400 Km: ઓક્સિજન લઈને આવેલા મિત્રને જોઈ દર્દી રડી પડ્યો