G-20ના પ્રમુખપદથી વિશ્વમાં ભારતની પ્રતિષ્ઠા વધશે, અમેરિકાએ ભારતના ખુલીને કર્યા વખાણ
અમેરિકી અધિકારી નેન્સી જેક્સને કહ્યું છે કે, વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકા સતત વધી રહી છે અને ભારત-અમેરિકા સંબંધો સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંથી એક છે. સિલિકોન વેલીની મુલાકાત દરમિયાન નેન્સી ભારતીય સમુદાયના નેતાઓ અને સ્થાનિક ભારતીય પત્રકારો સાથે વાતચીત કરી રહી હતી.
અમેરિકાએ ફરી એકવાર ભારતના વખાણ કર્યા છે. પ્રાદેશિક નેતાઓ અને ભારતીય મીડિયાના પત્રકારો સાથે વાતચીત કરતા, દક્ષિણ અને મધ્ય એશિયા માટે રાજ્યના નાયબ સહાયક સચિવ નેન્સી એઝો જેક્સને કહ્યું કે વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકા સતત વધી રહી છે. તેમણે કહ્યું કે G20થી ભારતની અધ્યક્ષતા આ દેશને વૈશ્વિક વિકાસને વેગ આપવામાં મદદ કરશે.
જેક્સને કહ્યું છે કે વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકા સતત વધી રહી છે અને ભારત-અમેરિકા સંબંધો સૌથી મહત્વપૂર્ણ સંબંધોમાંથી એક છે. નેન્સી જેક્સને ગયા અઠવાડિયે સિલિકોન વેલીની મુલાકાત દરમિયાન ભારતીય સમુદાયના નેતાઓ અને સ્થાનિક ભારતીય પત્રકારોને જણાવ્યું હતું કે G-20ની ભારતની અધ્યક્ષતા દેશને દરેક ક્ષેત્રમાં ઝડપી પ્રગતિ કરવામાં મદદ કરશે. ભારતે ગયા વર્ષે 1 ડિસેમ્બરે G-20નું પ્રમુખપદ સંભાળ્યું હતું. જેક્સને કહ્યું, જ્યારે આપણે G-20ના ભારતના પ્રમુખપદને જોઈએ છીએ, ત્યારે આપણે જાણીએ છીએ કે વૈશ્વિક મંચ પર ભારતની ભૂમિકા સતત વધી રહી છે.
ભારત-અમેરિકા સંબંધો વિશે માહિતી આપી
ભારત-અમેરિકાના સંબંધો પણ સતત વધી રહ્યા છે. ઇન્ટરેક્ટિવ સેશનનું સંચાલન એશિયન અમેરિકનો, નેટિવ હવાઇયન અને પેસિફિક આઇલેન્ડર્સ પરના રાષ્ટ્રપતિના સલાહકાર પંચના સભ્ય અજય જૈન ભુટોરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટના વરિષ્ઠ અધિકારીઓ ભારતીય-અમેરિકન સમુદાયના અગ્રણી લોકોને મળ્યા હતા, તેમને ભારત-અમેરિકા સંબંધો વિશે માહિતી આપી હતી અને અમેરિકામાં ભારતીય સમુદાયના મહત્વ પર ભાર મૂક્યો હતો.
વાતચીત દરમિયાન, જેક્સને આંતરરાષ્ટ્રીય સ્તરે, ખાસ કરીને G-20 દેશોના અધ્યક્ષ તરીકે ભારત જે ભૂમિકા ભજવી રહ્યું છે તેનો ઉલ્લેખ કર્યો. તેમણે ભારતમાં વિઝા વેઇટિંગ ટાઈમ ઘટાડવા માટે સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા લેવામાં આવતા પગલાઓ પર પણ માહિતી પુરી પાડી હતી.
સમિટનું દેશના વિવિધ રાજ્યોમાં તેનુ જોરશોરથી આયોજન
ભારત મહત્વપૂર્ણ વૈશ્વિક પરિષદો અથવા મોટા વૈશ્વિક આયોજન આયોજન કરી રહ્યું છે. ભારત વૈશ્વિક સંગઠન G-20ની અધ્યક્ષતા સંભાળી રહ્યું છે અને આ વર્ષે સમિટનું દેશના વિવિધ રાજ્યોમાં તેનુ જોરશોરથી આયોજન થઈ રહ્યું છે. આ બાબત ખરેખર ઇસ્લામિક દેશોના એક વર્ગને હેરાન પરેશાન કરી રહી છે. આવો વર્ગમાંથી બે દેશો વધુ આગળ આવી રહ્યા છે… આ બન્ને દેશ છે તુર્કી અને પાકિસ્તાન.