AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોલકાતા રેપ-મર્ડર કેસ પર પૂર્વ જજોએ ચિંતા વ્યક્ત કરી, મમતા સરકાર પર પણ ઉઠાવ્યા સવાલ

કોલકાતા રેપ-હત્યા કેસ પર લગભગ ત્રણસો ન્યાયાધીશો, ભૂતપૂર્વ અમલદારો, સિનિયર અધિકારીઓ તેમજ ઘણા ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓએ નિવેદન બહાર પાડ્યું છે. આ મુદ્દે તેમણે કહ્યું કે, આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પશ્ચિમ બંગાળના નીતિ નિર્માતાઓએ આ અંગે વહેલી તકે નિર્ણાયક પગલાં લેવા જોઈએ.

કોલકાતા રેપ-મર્ડર કેસ પર પૂર્વ જજોએ ચિંતા વ્યક્ત કરી, મમતા સરકાર પર પણ ઉઠાવ્યા સવાલ
raise questions on Mamata government
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2024 | 7:51 AM
Share

કોલકાતા રેપ-મર્ડર કેસને લઈને દેશમાં આક્રોશ છે. દેશના દરેક ભાગમાં મહિલાઓની સુરક્ષા માટે લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મહિલાઓની સુરક્ષા પર લોકો સતત સવાલો પૂછી રહ્યા છે. આ મામલામાં હવે હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશો અને પૂર્વ બ્યુરોક્રેટ્સ સહિત અનેક અગ્રણી વ્યક્તિઓએ કોલકાતાની પુત્રી માટે ન્યાયની માગ કરી છે. બુધવારે કોલકાતામાં બનેલી ઘટના અંગે તેમણે કહ્યું કે આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. પશ્ચિમ બંગાળના નીતિ નિર્માતાઓએ આના પર જલદીથી નિર્ણાયક પગલાં લેવા જોઈએ.

સરકારની જવાબદારીની અભાવને છતી કરે છે

લગભગ ત્રણસો ન્યાયાધીશો, ભૂતપૂર્વ અમલદારો, વરિષ્ઠ અધિકારીઓ અને ભૂતપૂર્વ લશ્કરી અધિકારીઓએ આ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે તાલીમાર્થી ડૉક્ટરનો રેપ અને હત્યા એ પશ્ચિમ બંગાળમાં બગડતા સામાજિક-સાંસ્કૃતિક પરિદ્રશ્ય અને મહિલાઓ દ્વારા સામનો કરવામાં આવતા ગંભીર જોખમોની યાદ અપાવે છે. તેમણે કહ્યું કે, આવી ઘટનાઓ સરકારની જવાબદારીની અભાવને છતી કરે છે.

સરકારની કાર્યવાહી પર સવાલો ઉભા થયા છે

તેમણે આ ઘટનાને લઈને રાજ્ય સરકારની કાર્યવાહી પર ઘણા સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે શરૂઆતમાં તેને આત્મહત્યા કહેવામાં આવી હતી. પીડિતાના માતા-પિતાને કલાકો સુધી રાહ જોવી પડી હતી. આ મામલામાં એટલી બેદરકારી હતી કે ચોવીસ કલાકમાં ક્રાઈમ સીનથી માત્ર વીસ મીટર દૂર બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ સાથે તેમણે માગ કરી હતી કે આ મામલે વહેલી તકે નિર્ણાયક પગલાં લેવામાં આવે જેથી આરોગ્ય કર્મચારીઓને સલામતીની ખાતરી મળી શકે.

ડોકટરોની સુરક્ષા વધારવી જોઈએ

ત્રણસો જેટલા બૌદ્ધિકોની સહીવાળા આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, તમામ જાતિ અને ધર્મની મહિલાઓની સુરક્ષા માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવે. ડોક્ટરોની સુરક્ષા માટે પેટ્રોલિંગ અને સુરક્ષા કર્મચારીઓ વધારવા જોઈએ. તેમજ સ્ત્રી અને પુરૂષ ડોક્ટરો માટે અલગ-અલગ વોશરૂમ હોવા જોઈએ. ડૉક્ટરના રૂમમાં ઈમરજન્સી અને એસઓએસની વ્યવસ્થા કરવી જોઈએ. સંસ્થાઓના વહીવટી વડાઓના વર્તનની પણ વ્યાપક તપાસ થવી જોઈએ.

ચૂંટણી હિંસા પર પણ સવાલો ઉઠાવ્યા હતા

એટલું જ નહીં, પ્રખ્યાત હસ્તીઓ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં આ કોઈ અલગ ઘટના નથી. છેલ્લા ઘણા વર્ષોથી અહીંના અનેક વિભાગોમાં સતત હિંસા જોવા મળી રહી છે. તેમણે ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અંગે પણ અનેક સવાલો ઉઠાવ્યા હતા. આ સાથે રાજ્યની કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો ઉઠાવતા તેમણે કહ્યું કે આ મુદ્દે આત્મનિરીક્ષણ અને તાત્કાલિક સુધારાની જરૂર છે.

g clip-path="url(#clip0_868_265)">