Bihar: બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી, AIIMSમાં રેફર કરવાની માંગ

લાલુ પ્રસાદ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગ, કિડની રોગ, કિડની સ્ટોન, તણાવ, થેલેસેમિયા, પ્રોસ્ટેટનું વિસ્તરણ, યુરિક એસિડમાં વધારો, મગજ સંબંધિત રોગ જેવી અનેક ગંભીર બીમારીઓ સામે લડી રહ્યા છે.

Bihar: બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી, AIIMSમાં રેફર કરવાની માંગ
Lalu Prasad Yadav (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 1:35 PM

Bihar: RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ (RJD supremo Lalu Prasad)ની તબિયત ફરી લથડી છે. ઘાસાચારા કૌભાંડમાં દોષિત થયેલા લાલુ પ્રસાદની તબિયત બગડી છે. મંગળવારે અચાનકથી લાલુ પ્રસાદની (Lalu Prasad Health Update) તબિયત ઘણી વધારે ખરાબ થઈ ગઈ, ત્યારબાદ તેમને રાંચીના રિમ્સથી કોઈ બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાની વાત કરવામાં આવી રહી છે.

મેડિકલ બોર્ડની બેઠક બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે

કહેવામાં આવી રહ્યુ છે કે તેમનું ક્રેટીન લેવલ હાઈ થઈ ગયુ છે. લાલુ પ્રસાદની લથડતી તબિયતને જોતા તેમને દિલ્હી(Delhi)  સ્થિત AIIMS રેફર કરવાને લઈ અરજી કરવામાં આવી છે. લાલુ પ્રસાદના પરિવાર દ્વારા કરવામાં આવેલી અરજી પર  મેડિકલ બોર્ડની એક બેઠક થવાની છે, જેમાં લાલુ પ્રસાદને AIIMS મોકલવા પર અંતિમ નિર્ણય લેવામાં આવશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

બ્લડપ્રેશર સહિત અન્ય કેટલીક સમસ્યાઓ પણ સામે આવી

મળતી માહિતી મુજબ લાલુ પ્રસાદ કિડનીના ઈન્ફેક્શનથી પીડિત છે. આ સિવાય બ્લડપ્રેશર સહિત અન્ય કેટલીક સમસ્યાઓ પણ સામે આવી છે.જેની સારવાર રિમ્સમાં ચાલી રહી હતી.પરંતુ મંગળવારે તેમને થોડી વધુ તકલીફ થતા હવે લાલુ યાદવને દિલ્હીની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

લાલુ પ્રસાદ અનેક ગંભીર બીમારીઓથી પીડિત

વાસ્તવમાં લાલુ પ્રસાદ અનેક ગંભીર બીમારીઓ સામે લડી રહ્યા છે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગ, કિડની રોગ, કિડની સ્ટોન, તણાવ, થેલેસેમિયા, પ્રોસ્ટેટનું વિસ્તરણ, યુરિક એસિડમાં વધારો, મગજ સંબંધિત રોગ, નબળી રોગપ્રતિકારક શક્તિ, જમણા ખભાના હાડકાની સમસ્યા, પગના હાડકાની સમસ્યા, આંખની સમસ્યા છે. આ જ કારણ છે કે કોર્ટે તેને ડોક્ટરોની દેખરેખમાં રિમ્સમાં રહેવાની રાહત આપી છે.

તમને જણાવી દઈએ કે,લાલુ પ્રસાદને ઘાસચારા કૌભાંડના સૌથી પ્રખ્યાત ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં 139.35 કરોડ રૂપિયા ગેરકાયદે ઉપાડવા બદલ પાંચ વર્ષની જેલ અને 60 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જે બાદ તેણે આ નિર્ણયને કોર્ટમાં પડકાર્યો છે.

આ પણ વાંચો : Punjab: વિધાનસભામાં CM ભગવંત માનની જાહેરાત, આવતીકાલે શહીદ દિવસ પર સમગ્ર પંજાબમાં રજા રહેશે

g clip-path="url(#clip0_868_265)">