Fodder Scam: લાલુ પ્રસાદ યાદવ હોળી જેલમાં મનાવશે કે પરિવારની સાથે? ઝારખંડ હાઈકોર્ટમાં આજે થશે ફેંસલો
લાલુ પ્રસાદના પરિવારના સભ્યો અને તેમના સમર્થકોને પૂરી આશા છે કે તેમને આજે કોર્ટમાંથી જામીન મળી જશે, ત્યારબાદ તેઓ તેમના પરિવાર સાથે હોળી મનાવી શકશે.
ઘાસચારા કૌભાંડ (Fodder Scam) નાડોરાન્ડા ટ્રેઝરીમાંથી 139 કરોડના કૌભાંડના કેસમાં આજે ઝારખંડ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સુનાવણી બાદ એ નક્કી થશે કે લાલુ પ્રસાદને (Lalu Prasad) જામીન મળશે કે પછી તેઓ રિમ્સના પેઈંગ વોર્ડમાં રાતો વિતાવશે. ચારા કૌભાંડમાં ડોરાન્ડા ટ્રેઝરીમાંથી ગેરકાયદેસર રીતે 139 કરોડ ઉપાડવાના કેસમાં આરજેડી સુપ્રીમોને દોષિત ઠેરવવામાં આવ્યા છે. સીબીઆઈની વિશેષ અદાલતે તેને 5 વર્ષની જેલ અને 60 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. જે બાદ લાલુ પ્રસાદ વતી આ નિર્ણયને રાંચી હાઈકોર્ટમાં પડકારતા જામીનની માંગ કરવામાં આવી છે.
લાલુ પ્રસાદના વકીલ કીલ દેવર્ષિ મંડલે હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં લાલુ પ્રસાદની ઉંમર અને તેમની ગંભીર બીમારીઓનો ઉલ્લેખ કર્યો છે. તેમજ ઘાસચારા કૌભાંડ કેસમાં લાલુ પ્રસાદના પક્ષમાંથી અડધાથી વધુ સજા ભોગવવાની દલીલ કરવામાં આવી છે. લાલુ પ્રસાદના પરિવારના સભ્યો અને તેમના સમર્થકોને પૂરી આશા છે કે તેમને આજે કોર્ટમાંથી જામીન મળી જશે, ત્યારબાદ તેઓ તેમના પરિવાર સાથે હોળી મનાવી શકશે.
રિમ્સના પેઈંગ વોર્ડમાં છે લાલુ પ્રસાદ
ડોરાન્ડા કેસમાં સજા થયા બાદ લાલુ પ્રસાદને તેમની તબિયતના કારણોને ધ્યાનમાં રાખીને રિમ્સના પેઈંગ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. લાલુ પ્રસાદ અનેક ગંભીર બીમારીઓથી પીડિત છે. તેમને ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હ્રદયરોગ, કિડનીની બીમારી, કીડની સ્ટોન, સ્ટ્રેસ, થેલેસેમિયા, પ્રોસ્ટેટ વધવું, યુરિક એસિડ વધવું, મગજને લગતી બીમારી, નબળી રોગપ્રતિકારક શક્તિ, જમણા ખભાના હાડકાની સમસ્યા, પગના હાડકાની સમસ્યા, આંખમાં સમસ્યા છે. આ જ કારણ છે કે કોર્ટે તેને ડોક્ટરોની દેખરેખમાં રિમ્સમાં રહેવાની રાહત આપી છે.
ડોરાન્ડા ઘાસચારા કૌભાંડનો સૌથી ચર્ચિત કેસ છે
ડોરાન્ડા ટ્રેઝરી કેસ ઘાસચારા કૌભાંડનો સૌથી ચર્ચિત કેસ છે. આ કિસ્સામાં ડોરાન્ડા તિજોરીમાંથી 139 કરોડની ગેરકાયદેસર ઉપાડ કરવામાં આવી હતી. આ સમગ્ર મામલો 1990-92 વચ્ચેનો છે. સીબીઆઈને તપાસમાં જાણવા મળ્યું કે અધિકારીઓ અને નેતાઓએ મળીને ફ્રોડની અનોખી ફોર્મ્યુલા તૈયાર કરી હતી. બિહારમાં સારી ગુણવત્તાની ગાયો અને ભેંસોનું ઉત્પાદન કરવા માટે કથિત રીતે 400 બળદોને હરિયાણા અને દિલ્હીથી રાંચી સ્કૂટર અને મોટરસાઇકલ પર લાવવામાં આવ્યા હતા. પશુપાલન વિભાગે 1990-92 દરમિયાન 2,35,250 રૂપિયામાં 50 બળદ અને 14,04,825 રૂપિયામાં 163 બળદ અને 65 વાછરડી ખરીદી હતી.
આ પણ વાંચો: ઝીંગા ઉછેર- દેશી માછલીના વ્યવસાયથી ખેડૂતો કરી રહ્યા છે મબલખ કમાણી, જાણો વધુ વિગતો
આ પણ વાંચો: NCR પ્રદેશમાં 10 વર્ષ જૂના ટ્રેક્ટર ચલાવવા પર પ્રતિબંધ ન મૂકવા માટે ખેડૂતો કરી રહ્યા છે વિરોધ