AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hijab Row: પરીક્ષામાં સામેલ ન થયેલા વિદ્યાર્થીનીઓને ફરી તક મળશે ? કર્ણાટકના શિક્ષણ મંત્રીએ આપ્યો જવાબ

કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI) એ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં તેમની લડાઈ ચાલુ રાખશે.

Hijab Row: પરીક્ષામાં સામેલ ન થયેલા વિદ્યાર્થીનીઓને ફરી તક મળશે ? કર્ણાટકના શિક્ષણ મંત્રીએ આપ્યો જવાબ
Hijab Row (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 10:00 AM
Share

Hijab Row: કર્ણાટકના (Karnataka) પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રધાન બીસી નાગેશે સોમવારે હિજાબ વિવાદને (Hijab Controversy) કારણે પરીક્ષામાં ન આપેલ વિદ્યાર્થીનીઓ (Students) માટે ફરીથી પરીક્ષા યોજવાની શક્યતાને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે જેઓ પરીક્ષામાં ગેરહાજર રહે છે તેમના માટે આવો કોઈ નિયમ નથી. વધુમાં તેમણે કહ્યું કે પરીક્ષા અંગે માનવતાના આધારે વિચાર કરી શકાય નહીં. નાગેશે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યુ હતુ કે,અમે હાઈકોર્ટના આદેશનુ યોગ્ય રીતે પાલન કરીશું.

પરીક્ષામાં વિદ્યાર્થીઓની ગેરહાજરી મુખ્ય પરિબળ

તેણે કહ્યું,પરીક્ષામાં વિદ્યાર્થીઓની ગેરહાજરી મુખ્ય પરિબળ હશે,પછી ભલે તે હિજાબના વિવાદને કારણે હોય કે ખરાબ તબિયતના કારણે હોય કે પછી પરીક્ષાની તૈયારીના અભાવે.ફાઈનલ પરીક્ષામાં ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે નહીં, માત્ર પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પાસ થઈ શક્યા નથી તેની પૂરક પરીક્ષા લેવામાં આવશે.

કર્ણાટક હાઈકોર્ટે શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવાની પરવાનગી માંગતી વિદ્યાર્થીનીઓની અરજીને ફગાવી દીધા બાદ અનેક મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ પરીક્ષામાં બેસવાનો ઈન્કાર કરી દીધો હતો. કાયદા અને સંસદીય બાબતોના મંત્રી જેસી મધુસ્વામીએ આ મામલે કહ્યું કે તેઓ કોર્ટના નિર્ણયની વિરુદ્ધ જઈ શકે નહીં

400 મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ શાળા-કોલેજ છોડી દીધી : શિક્ષણ મંત્રી

તેમણે કહ્યું,’કર્ણાટક હાઈકોર્ટના આદેશનું પાલન કરવું પડશે.અમે તેની વિરુદ્ધ જઈ શકતા નથી. જે વિદ્યાર્થીઓ કોર્ટના નિર્ણય પહેલા પરીક્ષામાં હાજર નહોતા થયા તેમને અમે સમાવી શકીએ છીએ, પરંતુ જેઓ ચુકાદા પછી હાજર નથી થયા તેમના માટે અમે આવું કરી શકીએ નહીં.” આ દરમિયાન શિક્ષણ પ્રધાન બીસી નાગેશે દાવો કર્યો હતો કે લગભગ 400 મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ સોમવારે શાળા-કોલેજો છોડી દીધી હતી.

સુપ્રીમ કોર્ટમાં અમારી લડાઈ ચાલુ રાખીશું

કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (CFI) એ સોમવારે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટમાં તેમની લડાઈ ચાલુ રાખશે. CFIના સરફરાઝ ગંગાવતીએ કહ્યું કે, વિદ્યાર્થીઓને પરીક્ષા ન આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે. શાસક ભાજપ સરકાર વિદ્યાર્થીઓને, ખાસ કરીને મુસ્લિમ મહિલા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા માંગતી નથી. ચુકાદા પહેલા, અમે રાજ્યના 25 જિલ્લાઓમાં ઘણી કોલેજોની મુલાકાત લીધી અને જાણવા મળ્યું કે આ નિયમને કારણે 11,000 મુસ્લિમ વિદ્યાર્થીનીઓને અસર થઈ છે.

આ પણ વાંચો :  Weather Update: આકરી ગરમી વચ્ચે આ રાજ્યોમાં વરસાદની આગાહી, તો આ રાજ્યવાસીઓનો છુટશે પરસેવો, જાણો હવામાનનું અપડેટ

આ પણ વાંચો : LPG Gas Cylinder : આમ આદમીને મોંઘવારીનો વધુ એક ફટકો, પેટ્રોલ – ડીઝલ બાદ રાંધણ ગેસ પણ મોંઘો થયો, જાણો નવી કિંમત

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">