અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની અબુ ધાબીમાં હોસ્પિટલમાં દાખલ થવાના અહેવાલ

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની યુએઈના અબુ ધાબીમાં હોસ્પિટલમાં દાખલ થવાના અહેવાલ સામે આવ્યા છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના પરિવારને "માનવતાના આધારે" દેશમાં શરણ આપવાની પુષ્ટિ કરી હતી.

અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની અબુ ધાબીમાં હોસ્પિટલમાં દાખલ થવાના અહેવાલ
Former Afghanistan President Ashraf Ghani reportedly hospitalized in Abu Dhabi UAE (File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 10:51 PM

અફઘાનિસ્તાનના( Afghanistan)  ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની(Ashraf Ghani)  યુએઈના અબુ ધાબીમાં હોસ્પિટલમાં દાખલ થવાના અહેવાલ સામે આવ્યા છે.યુએઇએ(UAE) કહ્યું કે માનવીય આધાર પર અશરફ ગનીના પરિવારને શરણ આપવામાં આવી છે. અબુ ધાબીના એક હોસ્પિટલમાં અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ હોસ્પિટલમાં દાખલ હોવાના અહેવાલ છે.

સંયુક્ત આરબ અમીરાત (UAE) એ 18 ઓગસ્ટે અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના પરિવારને “માનવતાના આધારે” દેશમાં શરણ આપવાની પુષ્ટિ કરી હતી.

એક સત્તાવાર નિવેદનમાં યુએઈના વિદેશ મંત્રાલય અને આંતરરાષ્ટ્રીય સહકાર મંત્રાલય પુષ્ટિ કરી કે યુએઈએ રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના પરિવારને  દેશમાં આવકાર્યા છે.આ નિવેદનમાં ગની ક્યાં રહે છે તે શહેરનો ઉલ્લેખ કરાયો નથી, મીડિયા અહેવાલોના જણાવ્યા મુજબ તે યુએઈની રાજધાની અબુ ધાબીમાં જોવા મળ્યા હતા.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

અબ્દુલ ગની 15 ઓગષ્ટના રોજ અફઘાનિસ્તાનમાંથી નાસી ગયા હતા. જયારે તાલિબાનોએ કાબુલમાં પ્રવેશ કર્યો હતો અને પ્રેસિડેન્ટ હાઉસમાં કબજો કરવા આગળ વધી રહ્યા હતા. એક અહેવાલ અનુસાર ગની તજાકિસ્તાનમાં શરણ લીધી હતી. જયારે અફવા હતી કે તે ઓમાનમાં છે.

જ્યારે રશિયન મીડિયાના અહેવાલો અનુસાર ગની હેલિકોપ્ટરમાં નાણાં ભરીને ભાગ્યા હતા. તેમજ નાણાં ન સમાતા તેને એરપોર્ટ પર જ મૂકી દીધા હતા.

અફઘાનિસ્તાનમાં તેમના રાજકીય વિરોધીઓ દ્વારા તેમની દેશ છોડીને ભાગી જવાની વ્યાપક ટીકા કરવામાં આવી હતી. જ્યારે ગનીએ 16 ઓગસ્ટના રોજ ફેસબુક પર જાહેરકરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના નિર્ણયનો હેતુ રક્તપાત ટાળવાનો હતો.

તાલિબાનો હવે એક નવી ઐતિહાસિક કસોટીનો સામનો કરી રહ્યા છે. તેવો કાં તો અફઘાનિસ્તાનનું નામ અને સન્માન સાચવશે અથવા તેઓ અન્ય સ્થાનો અને નેટવર્કને પ્રાથમિકતા આપશે,” તેમણે ઉમેર્યું હતું કે લોહિયાળ પૂર ને રોકવા માટે તેમણે અફઘાનિસ્તાન છોડી દીધું હતું.

અશરફ ગનીની આગેવાનીવાળી સરકાર દ્વારા તાલિબાન સાથે વાટાઘાટો કરવા પેનલનાં વડા તરીકે નિમણૂક કરાયેલા અબ્દુલ્લા અબ્દુલ્લાએ પણ રાષ્ટ્રપતિની નાસી છૂટવાની બાબતની ટીકા કરી હતી અને કહ્યું હતું કે ભગવાન તેમને જવાબદાર ઠેરવશે.

તાજેતરમાં અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલમાં જે બન્યું તેના પર કોઈ વિશ્વાસ કરી શકતું નથી. તાલિબાન લડવૈયાઓ સામે અફઘાન સૈનિકો કંઈ કરી શક્યા નહીં અને પરિણામે આખો દેશ તાલિબાન દ્વારા સરળતાથી કબજે કરી લેવામાં આવ્યો. દરેક વ્યક્તિ આ રીતે અફઘાન સૈનિકોના આત્મસમર્પણથી ચોંકી જાય છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડન પોતે એ સ્વીકારવા તૈયાર નથી કે અમેરિકન સૈનિકો દ્વારા તાલીમ પામેલા અફઘાન સૈનિકો આ રીતે હાર માની લેશે.

આ પણ વાંચો : દેશમાં રહેતા અફઘાન નાગરિકો તાલિબાન અને UNHCR સામે કરી શકે છે મોટું પ્રદર્શન, ભારતને સાવચેત રહેવાની અપાઈ સલાહ

આ પણ વાંચો :  અફઘાન દૂતાવાસે રાષ્ટ્રપતિ અશરફ ગનીની તસવીરો ફેંકી, છેતરપિંડી અને દેશને લૂંટવા બદલ ધરપકડની માંગ બની ઉગ્ર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">