ભારતમાં રહેતા વિદેશી નાગરિકો પણ હવે કોરોના રસી મેળવી શકશે, CoWin પોર્ટલ પર કરાવવી પડશે નોંધણી

કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) વધુ ખતરનાક હશે તેમ માનવામાં આવી રહ્યુ છે. આવી સ્થિતિમાં ભારત સરકારનો પ્રયાસ છે કે કોરોનાની ત્રીજી લહેર આવે તે પહેલા દરેકને રસી આપીને કોરોના સામે સુરક્ષીત કરવા. જેથી લોકોને આગામી દિવસોમાં વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

ભારતમાં રહેતા વિદેશી નાગરિકો પણ હવે કોરોના રસી મેળવી શકશે, CoWin પોર્ટલ પર કરાવવી પડશે નોંધણી
corona vaccination ( file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 9:17 PM

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાને લઈને દેશમાં કોરોના રસીકરણ અભિયાન ઝડપી બન્યું છે. કેન્દ્ર સરકારનો પ્રયાસ છે કે તમામ લોકોને વહેલી તકે રસી આપવામાં આવે. આવી સ્થિતિમાં, હવે આરોગ્ય મંત્રાલયે ભારતમાં રહેતા વિદેશી નાગરિકોને કોવિન (CoWin) પોર્ટલ પર કોરોના રસી મેળવવા માટે નોંધણી કરવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. તેઓ કોવિન પર નોંધણી માટે ID તરીકે તેમના પાસપોર્ટનો ઉપયોગ કરી શકે છે. આ પોર્ટલ પર નોંધણી કરાવ્યા પછી, તેઓને રસીકરણ માટે સ્લોટ ફાળવવામા આવશે.

ભારતમાં રહેતા વિદેશીઓને પણ કોવિન પોર્ટલ પર નોંધણી કરીને કોરોનાની રસી લેવાની મંજૂરી આપવામાં આવી છે. તેનાથી દેશના કોરોના રસીકરણ અભિયાનને વેગ મળશે અને તમામ લોકોને રસી આપવામાં આવશે. એવું માનવામાં આવે છે કે કોરોનાની ત્રીજી લહેર વધુ ખતરનાક હશે. આવી સ્થિતિમાં ભારત સરકારનો પ્રયાસ છે કે આ પહેલા દરેકને રસી આપવામાં આવે, જેથી લોકોને આગામી દિવસોમાં વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

પાંચ રસી માટે મંજૂરી મળી છે અત્યાર સુધી દેશમાં કોવિશિલ્ડ, કોવેકસીન, સ્પુટનિક-વી, મોર્ડેના અને જોહ્ન્સન એન્ડ જોહન્સનની રસીઓને મંજૂરી આપવામાં આવી છે. જોહ્ન્સન એન્ડ જોન્સનની રસી સિંગલ ડોઝની છે. જ્યારે, કેડિલા હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર ડો.સર્વિલ પટેલે કહ્યુ છે કે, ઝાયકોવ-ડી એ મનુષ્યો પર ઉપયોગ માટે પ્લાઝમિડ ડીએનએ આધારિત સૌપ્રથમ રસી છે. તે કોરોના સામે રક્ષણ અને અસરકારકતાના સંદર્ભમાં બહુ ફાયદાકારક જોવા મળી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

દેશમાં કોરોના રસીકરણની સ્થિતિ શું છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલા આંકડા મુજબ, શનિવાર સુધી 50.62 કરોડ કોરોનાની રસી ડોઝ લોકોને આપી દેવામાં આવ્યા છે. શનિવારે એક જ દિવસમાં 50 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. રસીકરણ અભિયાનના 204 મા દિવસ સુધી, કુલ 50,00,384 રસી ડોઝ આપવામાં આવી હતી, જેમાંથી 36,88,660 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. અને 13,11,724 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18-44 વર્ષની ઉંમરના 17,54,73,103 લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆતથી 1,18,08,368 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ અમે 2025 સુધીમાં દેશને ટીબી મુક્ત બનાવવા માંગીએ છીએ: મનસુખ માંડવિયા

આ પણ વાંચોઃ IPL: ટીમ ઈન્ડીયા સામે જબરદસ્ત પ્રદર્શન કરનાર આ ક્રિકેટર આઈપીએલ ટૂર્નામેન્ટમાં પણ મચાવશે ધૂમ!

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">