મેડિકલ ઈમરજન્સીના કારણે પ્લેન કરાયું લેન્ડ, હોસ્પિટલ તપાસમાં જાણવા મળ્યું કે પેસેન્જરને એસિડિટી છે

મેડિકલ ઈમરજન્સીના કારણે ફ્લાઈટને ઈન્દોર એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. જો કે, જ્યારે મહિલાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડૉક્ટરોની તપાસમાં જાણવા મળ્યું કે તેને એસિડિટીની સામાન્ય તકલીફ હતી.

મેડિકલ ઈમરજન્સીના કારણે પ્લેન કરાયું લેન્ડ, હોસ્પિટલ તપાસમાં જાણવા મળ્યું કે પેસેન્જરને એસિડિટી છે
Flight (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 11:44 AM

મેડીકલ ઈમરજન્સી (Medical Emergency)માં ફ્લાઈટ (Flight) લેન્ડીંગ વિશે આપણે સાંભળતા હોઈએ છીએ જેમાં કોઈ એવી ઈમરજન્સી આવી જતી હોઈ છે ત્યારે ફ્લાઈટને તાત્કાલિક લેન્ડીંગ કરાવાની ફરજ પડતી હોય છે. આ પણ એવી જ ઘટના છે પરંતુ ફરક એટલો છે કે અહીં મહિલાને કોઈ જોખમ નથી અને સામાન્ય એસિડિટી (Acidity)ની સમસ્યા હતી. જેમાં સોમવારે ફ્લાઇટ દરમિયાન 25 વર્ષની મહિલા પેસેન્જરે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી. આ પછી દિલ્હી (Delhi)થી બેંગ્લોર જતી ખાનગી એરલાઈન્સનો રૂટ તાત્કાલિક બદલવામાં આવ્યો હતો.

મેડિકલ ઈમરજન્સીના કારણે તેને ઈન્દોરના દેવી અહલ્યાબાઈ હોલકર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવ્યું હતું. જો કે, જ્યારે મહિલાને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડૉક્ટરોની તપાસમાં જાણવા મળ્યું કે તેને એસિડિટીની સામાન્ય તકલીફ હતી.

મહિલા મુસાફરને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

સ્થાનિક એરપોર્ટના પ્રભારી નિર્દેશક પ્રબોધ શર્મા અનુસાર વિસ્તારા એરલાઇનની ફ્લાઇટ UK-807માં સવાર એક 25 વર્ષીય મહિલા પેસેન્જરે સોમવારે રાત્રે મુસાફરી દરમિયાન છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી. મેડિકલ ઈમરજન્સીના કારણે દિલ્હી-બેંગ્લોર ફ્લાઈટને ઈન્દોર તરફ વાળવામાં આવી હતી અને સોમવારે રાત્રે લગભગ 10 વાગ્યે સ્થાનિક એરપોર્ટ પર લેન્ડ કરવામાં આવી હતી.

એરપોર્ટ પર એમ્બ્યુલન્સ તૈયાર હતી

પ્રભારી નિર્દેશક પ્રબોધ શર્મા અનુસાર મહિલા મુસાફરને એરપોર્ટ પર તૈયાર કરાયેલી એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક બંથિયા હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. આ પછી, દિલ્હી-બેંગલુરુ ફ્લાઇટ અન્ય મુસાફરો સાથે સોમવારે રાત્રે 11:07 વાગ્યે ગંતવ્ય સ્થાન માટે રવાના થઈ. હોસ્પિટલના ડો. સુનિલ બંથિયાએ જણાવ્યું હતું કે, અમે મહિલા મુસાફરના ECG ચેક-અપ અને અન્ય નિયમિત આરોગ્ય પરીક્ષણો કર્યા હતા.

આ તમામ ટેસ્ટના પરિણામો સામાન્ય હોવાનું જાણવા મળ્યું હતું. તેણે કહ્યું કે મહિલાને એસિડિટીની નાની સમસ્યા હતી. દવા આપ્યા બાદ તેની સમસ્યા દૂર થઈ ગઈ. બંથિયાએ જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલે મંગળવારે મહિલાને એવી ભલામણ સાથે રજા આપી હતી કે તે હવાઈ મુસાફરી કરવા માટે ફિટ છે.

આ પણ વાંચો: દેશમાં ખાતરની કોઈ અછત નથી, રાજ્ય સરકારોએ સપ્લાય પર નજર રાખવી જોઈએ: મનસુખ માંડવિયા

આ પણ વાંચો: હિંગની ખેતી વિશે સંપૂર્ણ માહિતી, આ પદ્ધિતીથી હિંગની ખેતી કરી ખેડૂતો મહિને કરી શકે છે આટલી કમાણી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">