હિંગની ખેતી વિશે સંપૂર્ણ માહિતી, આ પદ્ધિતીથી હિંગની ખેતી કરી ખેડૂતો મહિને કરી શકે છે આટલી કમાણી

ભારતમાં હિંગનો મોટા પાયે ઉપયોગ થાય છે જેમાં એક અનુમાન અનુસાર દુનિયામાં પેદા થતી હિંગના 40 ટકા વપરાશ ભારતમાં જ થાય છે. CSIR અનુસાર ભારતમાં વર્ષે 1,200 ટન હિંગ 600 કરોડ રૂપિયા ખર્ચીને આ દેશો પાસેથી આયાત કરવામાં આવે છે.

હિંગની ખેતી વિશે સંપૂર્ણ માહિતી, આ પદ્ધિતીથી હિંગની ખેતી કરી ખેડૂતો મહિને કરી શકે છે આટલી કમાણી
asafoetida(Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2021 | 4:29 PM

હીંગની ખેતી (Asafoetida cultivation) દ્વારા મોટી કમાણી કરી શકાય છે. હાલમાં બજારમાં એક કિલો હિંગની કિંમત અંદાજે 35000 રૂપિયા પ્રતિ કિલો છે. જો તમે એક મહિનામાં 5 કિલો હિંગ પણ વેચો તો તમને મોટી કમાણી થશે. તેની ખેતી મુખ્યત્વે અફઘાનિસ્તાન, ઈરાન, કઝાકિસ્તાન, તુર્કમેનિસ્તાન, બલુચિસ્તાન તેમજ ઉઝબેકિસ્તાન જેવા દેશોમાં થાય છે. ભારત(India)માં હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના લાહોલ સ્પીતિ ક્ષેત્રમાં હિંગની ખેતી શરૂ કરવામાં આવી છે. ભારતમાં હિંગનો મોટા પાયે ઉપયોગ થાય છે જેમાં એક અનુમાન અનુસાર દુનિયામાં પેદા થતી હિંગનો 40 ટકા વપરાશ ભારતમાં જ થાય છે.

CSIR અનુસાર ભારતમાં વર્ષે 1,200 ટન હિંગ 600 કરોડ રૂપિયા ખર્ચીને આ દેશો પાસેથી આયાત કરવામાં આવે છે. તેના બદલે જો ભારતમાં જ હિંગનું ઉત્પાદન થાય તો હિંગની આયાત ઘણી ઘટી જાય પરંતુ ભારતમાં હિંગનું ઉત્પાદન કરવું એટલું સરળ નથી. ત્યારે દુનિયામાં હિંગના અંદાજે 130 પ્રકાર છે. જેમાંના કેટલાક પ્રકાર હિમાચલ પ્રદેશ, પંજાબ, કાશ્મીર, લદાખમાં ઉગાડવામાં આવે છે. ત્યારે મહત્વની વાત એ છે કે, બીજા પાકની જેમ હિંગમાં જલ્દી ઉત્પાદન મળી જતું નથી બીજ રોપ્યા બાદ 4 થી 5 વર્ષનો સમય લાગે છે અને એટલા માટે જ હિંગની કિંમત આટલી વધારે હોય છે.

હીંગની ખેતી માટે શું છે જરૂરી ?

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

હીંગની ખેતી માટે 20 થી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂર પડશે. ભારતમાં આ તાપમાન પહાડી વિસ્તારોમાં સરળતાથી જોવા મળે છે અને આ વિસ્તારોમાં તેની ખેતી સરળતાથી કરી શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેની ખેતી માટે ન તો વધારે ઠંડી કે વધુ ગરમીની જરૂર પડે છે. ત્યારે અન્ય રાજ્યોમાં ગ્રીન હાઉસ થકી આ ખેતી કરવી શક્ય છે. જેમાં ગ્રીન હાઉસ ટેકનોલોજી (Greenhouse Technology)થી છોડની આસપાસ એક આદર્શ વાતાવરણ બનાવી શકાય છે, જ્યાં કોઇ પણ સમયે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ છોડને અનુકુળ પર્યાવરણીય પરિસ્થિતિઓ પેદા કરી ઓછામાં ઓછી મહેનતથી વધુમાં વધુ ઉત્પાદન લઇ શકાય છે.

ગ્રીન હાઉસ (Greenhouse) ઓછામાં ઓછા એક એકર એટલે કે 4000 મીટર (40 ગુંઠા) માં સરકારી નિયમ મુજબ બનાવી શકાય છે. ગ્રીન હાઉસમાં હાઈટેક ખેતી પદ્ધતિથી થતા ખેતીના ફાયદાને ધ્યાનમાં રાખીને ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર દ્વારા સબસીડી મળવા પાત્ર છે. ગ્રીન હાઉસમાં ટપક પદ્ધતિ દ્વારા પાણી, ખાતર અને દવાનો શ્રેષ્ઠ ઉપયોગ કરી ત્રણેનો થતો બગાડ અટકાવી શકાય છે અને છોડ સિવાયની જગ્યામાં પાણી અને ખાતર ના મળવાથી નિંદામણ પણ ઘણું જ ઓછુ કરવું પડે છે. ગ્રીન હાઉસના ફાયદા અને કેટલી સહાય મળે તેના વિશેની વિગતવાર માહિતી તમને લેખની નીચે આપેલી લીંક પરથી મળશે.

હીંગની ખેતી કેવી રીતે થાય છે ?

>> હીંગના બીજને સૌપ્રથમ ગ્રીનહાઉસમાં 2 થી 2 ફૂટના અંતરે વાવવામાં આવે છે. >> જ્યારે રોપા નીકળે ત્યારે તેને ફરી 5-5 ફૂટના અંતરે રોપવામાં આવે છે. >> હાથથી જમીનનો ભેજ જોઈને જ તેમાં પાણીનો છંટકાવ કરી શકાય છે, વધારે પાણી છોડને નુકસાન પહોંચાડે છે. >> છોડ માટે ભેજ જાળવી રાખવા ભીના ઘાસનો પણ ઉપયોગ કરી શકાય છે, ત્યારે હીંગના છોડને વૃક્ષ બનવામાં 5 વર્ષ લાગે છે. >> તેના મૂળ તથા સીધી દાંડીમાંથી ગુંદર કાઢવામાં આવે છે.

કેટલું રોકાણ કરવું પડશે ?

જો આપણે રોકાણની વાત કરીએ તો જો તમે આ બિઝનેસને મોટા પાયે શરૂ કરો છો તો ઓછામાં ઓછા 5 લાખનું રોકાણ કરવું પડશે. આ સિવાય તમારે મશીનો માટે પૈસા પણ ખર્ચવા પડશે.

ખેતીમાં કેટલો નફો થશે ? 

જો હીંગના ધંધામાં નફાની વાત કરીએ તો તે તમારા ધંધાના સ્તર પર નિર્ભર કરે છે. જો કે, બજારમાં એક કિલો હિંગની કિંમત લગભગ 35000 રૂપિયા છે, તેથી જો તમે એક મહિનામાં 5 કિલો હિંગ વેચો છો, તો તમે દર મહિને 1,75,000 રૂપિયા કમાઈ શકો છો. તમને જણાવી દઈએ કે આનાથી વધુ કમાણી કરવા માટે તમે મોટી કંપનીઓ સાથે જોડાણ પણ કરી શકો છો. આ સિવાય જો તમે તમારી પ્રોડક્ટને ઓનલાઈન પ્લેટફોર્મ પર લિસ્ટ કરીને વેચો છો, તો તમારી સમાન કમાણી દર મહિને 3 લાખ રૂપિયા સુધી થઈ શકે છે.

દેવતાઓનો ખોરાક

હીંગને ઈરાનમાં ‘ફૂડ ઓફ ગોડ્સ’ કહેવામાં આવે છે અને હવે ભારતની બહાર અન્ય દેશોમાં બનતી વાનગીઓમાં તેનો ઉપયોગ નહિવત છે. વિશ્વના કેટલાક દેશોમાં તેનો ઉપયોગ દવાઓમાં થાય છે. ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં તેનો ઉપયોગ હજુ પણ મસાલા તરીકે થાય છે.

2020 માં ખેતી શરૂ થઈ

હવે ભારતના ખેડૂતો પણ હીંગની ખેતી કરવા લાગ્યા છે. ઑક્ટોબર 2020 માં, હિમાચલ પ્રદેશથી સમાચાર આવ્યા કે લાહૌલ ઘાટીમાં ખેડૂતોએ હિંગની ખેતી શરૂ કરી દીધી છે. ખેડૂતોને હીંગની ખેતીમાં હિમાલયન બાયોરિસોર્સ ટેકનોલોજી (IHBT)નો ટેકો મળ્યો છે. લાહૌલના ઠંડા રણ અને આબોહવાને CSIR દ્વારા હિંગની ખેતી માટે યોગ્ય જાહેર કરવામાં આવ્યું હતું.

15 ઓક્ટોબર 2020 ના રોજ, લાહૌલ ખીણના ક્વારિંગ ગામમાં હિંગનું પ્રથમ બીજ વાવવામાં આવ્યું હતું. આ સાથે દેશમાં હીંગની ખેતી તરફ પહેલું પગલું ભરવામાં આવ્યું હતું. CSIR એ જણાવ્યું હતું કે હિંગની ખેતી માટે જરૂરી ફેરુલા એસ્ટોફેડિયાના છોડને રોપવા માટે જરૂરી તત્વોનો અભાવ એ સૌથી મોટી અડચણ હતી.

આ પણ વાંચો: Government Scheme: ખેડૂતોને ગ્રીન હાઉસ બનાવવા માટે સરકાર આપે છે સબસીડી, જાણો યોજનાની વિગતો

આ પણ વાંચો: ઈઝરાયેલે કૃષિ ક્ષેત્રે આ રાજ્યની કરી પ્રશંસા, ભવિષ્યમાં ઈઝરાયલ ભારતના વિવિધ રાજ્યોમાં અનેક પ્રોજેક્ટ સ્થાપશે

g clip-path="url(#clip0_868_265)">