ભૂલથી એકાઉન્ટમાં આવી ગયા સાડા પાંચ લાખ રૂપિયા, ‘મોદીજીએ આપ્યા છે’ કહીને વ્યક્તિએ પાછા આપવાની પાડી ના

બેંક દ્વારા ભૂલમાં વ્યક્તિ રંજીત દાસના ખાતામાં સાડા પાંચ લાખ રૂપિયા મોકલી આપ્યા હતા. બેંકને જ્યારે પોતાની ભૂલ સમજાઈ ત્યારે એમણે રંજીત દાસને સાડા પાંચ લાખ રૂપિયા પાછા જમા કરવા માટે જણાવ્યું હતું

ભૂલથી એકાઉન્ટમાં આવી ગયા સાડા પાંચ લાખ રૂપિયા, 'મોદીજીએ આપ્યા છે' કહીને વ્યક્તિએ પાછા આપવાની પાડી ના
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 11:13 PM

બિહાર (Bihar)માં એક વ્યક્તિના ખાતામાં સાડા પાંચ લાખ રૂપિયા આવી ગયા. આ વ્યક્તિ એમ વિચારીને એટલો બધો ખુશ થઈ ગયો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેના ખાતામાં સાડા પાંચ લાખ રૂપિયા મોકલી આપ્યા છે. ત્યારબાદ એની ખુશીનું ઠેકાણું નહોતું અને આ ખુશીને કારણે એણે બધા જ રૂપિયા વાપરી નાખ્યા અને આ કારણે પોલીસે એની ધરપકડ કરી હતી અને જેલમાં જવું પડયું હતું.

ખરેખર આ અજીબો ગરીબ ઘટના ખગડિયા જિલ્લામાં ઘટી હતી. અહીં એક બેંકના ગ્રાહક રંજીત દાસના ખાતામાં અચાનક સાડા પાંચ લાખ રૂપિયા જમા થઈ ગયા હતા. જેથી આ વ્યક્તિને લાગ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એના એકાઉન્ટમાં સાડા પાંચ લાખ રૂપિયા મોકલી આપ્યા છે. એમણે કહ્યું કે વડાપ્રધાને વચન આપ્યું હતું કે તેઓ દરેક વ્યક્તિના ખાતામાં રૂપિયા મોકલશે. આ વિચારીને એ ખૂબ ખુશ થઈ ગયા હતા અને તેમણે આ રકમ ઉપાડીને ખર્ચ પણ કરી નાખ્યા પરંતુ આખી ઘટના કંઈક અલગ જ નિકળી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

જાણકારી અનુસાર બેંક દ્વારા ભૂલમાં વ્યક્તિ રંજીત દાસના ખાતામાં સાડા પાંચ લાખ રૂપિયા મોકલી આપ્યા હતા. બેંકને જ્યારે પોતાની ભૂલ સમજાઈ ત્યારે એમણે રંજીત દાસને સાડા પાંચ લાખ રૂપિયા પાછા જમા કરવા માટે જણાવ્યું હતું પરંતુ આ ખાતાધારક દ્વારા એમ કહેવામાં આવ્યું કે એણે એ રકમ એમ સમજીને વાપરી નાખી છે કે આ સાડા પાંચ લાખ રૂપિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એમને મોકલી આપી છે અને આ રકમ તેઓ પાછી જમા નહીં કરાવે. બેંક દ્વારા વારંવાર નોટિસ આપવા છતાં જ્યારે આ રકમ જમા કરાવવામાં ન આવી તો બેંકે એફઆઈઆર દાખલ કરાવી હતી.

ત્યારબાદ માનસી પોલીસ દ્વારા રંજીત દાસની ધરપકડ કરવામાં આવી હતી. આ વ્યક્તિ નજીક આવેલા બખ્તિયારપૂર નામના ગામના રહેવાસી છે અને માનસી પોલીસ સ્ટેશનના અધિકારી દીપકકુમારે જણાવ્યું હતું કે ગ્રામીણ બેંક દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ધરપકડ કરીને રંજીત દાસને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આરોપીના ગામના રહીશોએ જણાવ્યું હતું કે જ્યારે તેમને આ પૈસા બાબતે રંજીત દાસ દ્વારા જાણકારી મળી હતી, ત્યારે એમણે આ સૂચના બેંકને આપવી જોઈએ એવું જણાવ્યું હતું કે આ પૈસા બેંકની ભૂલને કારણે એના ખાતામાં આવ્યા હશે.

આ પણ વાંચો – Viral Video: લગ્ન બાદ વરરાજાએ લીધા તેની દુલ્હનના આશીર્વાદ, વીડિયો જોઈ લોકો કરી રહ્યા છે વખાણ

આ પણ વાંચો – હિટ એન્ડ રન પર આધારિત ગેમ Selmon Bhoi પર લાગ્યો પ્રતિબંધ, સલમાન અને તેમની ટીમે કરી હતી અપીલ

આ પણ વાંચો – કોરોનાના સંકટ વચ્ચે ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર, FDI માટે ભારત બન્યું મનપસંદ સ્થળ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">