UPના ગાજીપુરમાં લગ્નમાં જઈ રહેલી બસ પર હાઈટેન્શન વાયર પડ્તા લાગી ભીષણ આગ, 5 લોકોના મોત- જુઓ દર્દનાક વીડિયો
ગાજીપુર બસ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકો ઘાયલ છે. બસમાં 50 જેટલા લોકો સવાર હતા. આ તમામ મઉ જિલ્લાના ખિરિયા ગામથી લગ્નમાં જવા માટે ગાજીપુરના મહાહર ધામ જઈ રહ્યા હતા. ત્યારે જ બસ ઉપર હાઈટેન્શન વાયર પડતા બસમા ભીષણ આગ લાગી હતી.
ઉત્તરપ્રદેશના ગાજીપુર જિલ્લામાં અતિ દર્દનાક દુર્ઘટના સર્જાઈ છે. લગ્નની બસ જઈ રહી હતી એ સમયે તેના પર હાઈટેન્શન વાયર પડતા બસમાં આગ લાગી હતી. જેમા 5 આગની ઝપેટમાં આવવાથી 5 લોકોના મોત થયા છે. જ્યારે 10 લોકો ઘાયલ છે. મઉ જિલ્લાના ખીરીયા ગામથી બસ લગ્નમાં જવા માટે ગાજીપુરના મહાહર ધામ જઈ રહી હતી એ સમયે જ રસ્તામાં આ દુર્ઘટના સર્જાઈ હતી. જો કે કેટલા મુસાફરોના મોત થયા છે તેને લઈને હજુ સુધી સત્તાવાર કોઈ પુષ્ટિ કરાઈ નથી. મરહદ થાણા વિસ્તારથી મહાહરધામ પાસે યાત્રિકો ભરેલી પ્રાઈવેટ બસમાં હાઈટેન્શન તાર પડવાથી ભીષણ આગ લાગી ગઈ હતી. આગમાં અનેક યાત્રીકોના મોતની આશંકા સેવાઈ રહી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાજીપુર દુર્ઘટના પર સંજ્ઞાન લીધુ છે. સીએમ યોગીએ મૃતકોના પરિજનોને સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે જઈ રાહત કાર્યમાં તેજી લાવવાના નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ ઘાયલોની યોગ્ય સારવારના નિર્દેશ આપ્યા છે.
બસમાં સવાર હતા 50 થી 55 લોકો
દુર્ઘટનાનો ભોગ બનેલા મોટા ભાગના લોકો મઉ જિલ્લાના રહેવાસી છે. જેઓ મઉ રાનીપુર થાણા ક્ષેત્રથી ખિરિયા ગામમાં આયોજિત લગ્ન સમારોહમાં સામેલ થવા ગાજીપુર આવી રહ્યા હતા. ત્યારે મરહદ થાણા ક્ષેત્રના મહાહર ધામ પાસે વીજળીનો હાઈટેન્શન તાર બસ પર પડ્યો હતો. બસ કન્યાપક્ષના 50 થી 55 લોકો સવાર હતા. હાલ એક બાળકને પણ જિલ્લા હોસ્પિટલ મઉમાં સારવાર માટ ખસેડવામાં આવ્યો છે.
મંદિરમાં થવાના હતા લગ્ન, મઉથી આવી રહી હતી દુલ્હન
સમગ્ર ઘટનાની વિગત અનુસાર મઉના ખિરિયા ગામના નિવાસી નંદુ પાસવાન તેમની પુત્રીના લગ્ન માટે ગાજીપુરના મહાહર ધામ આવી રહ્યા હતા. નદુ પાસવાનની પુત્રીના લગ્ન મંદિરમાં સંપન્ન થવાના હતા. વરરાજા પક્ષના લોકો પણ મંદિર આવી પહોંચ્યા હતા. પરંતુ દુલ્હન પક્ષના લોકો પહોંચે એ પહેલા જ આ દુર્ઘટના સર્જાઈ હતી. હાલ ઘટનાસ્થળે પોલીસ પ્રશાસનની ટીમ હાજર છે. સ્થાનિક લોકો પણ રાહત અને બચાવકાર્યમાં લાગેલા છે. કેટલા યાત્રીકોના મોત થયા છે તે હજુ સુધી ચોક્કસ જાણકારી મળી નથી.
બસમાં આગ લાગવાનો Video આવ્યો સામે
આ દુર્ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમા દેખાઈ રહ્યુ છે કે નહેરની પટરીની બાજુમાં એક બસ સળગી રહી છે અને આસપાસના લોકો આ દૃશ્ય જોઈને બુમો પાડી રહ્યા છે ્ને મદદ માટે દોડી રહ્યા છે. બસમાં આગ લાગવાના દૃશ્યો ઘણા ભયાનક છે. લોકોનું કહેવુ છે કે ફાયર બ્રિગેડ પણ આસપાસમાં નથી. જેના કારણે આગ પર જલ્દી કાબુ ન મેળવી શકાયો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિજનોને પાંચ પાંચ લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોના પરિવારને 50 હજારની આર્થિક સહાય તેમજ નિ:શુલ્ક સારવાર કરાવવાની જાહેરાત કરી છે. Input Credit Anil Kumar Gajipur
આ પણ વાંચો: શું દેશમાં લોકસભા ચૂંટણી પહેલા લાગુ થઈ જશે CAA ? ગૃહમંત્રાલયે અમલીકરણ અંગે તૈયારીઓ કરી પૂર્ણ