BJP ધારાસભ્ય પર લાગ્યા ચોરીના આરોપમાં FIR દાખલ કરાઈ, જુઓ શું છે સમગ્ર મામલો

TV9 GUJARATI

|

Updated on: Jan 24, 2023 | 1:53 PM

જાનકી સંસ્કૃત ઉપરાંષ્ટ્રીય મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ શિતાંશુ કુમાર દ્વારા ધારાસભ્ય વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ મામલે ત્યાના નેતા અભયકાંત સહિત અન્ય 25 થી 30 લોકો પર આરોપ લગાવામાં આવ્યા છે. ત્યારે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

BJP ધારાસભ્ય પર લાગ્યા ચોરીના આરોપમાં FIR દાખલ કરાઈ, જુઓ શું છે સમગ્ર મામલો
FIR registered against BJP MLA Rashmi Verma

બેતિયાના શિકારપુર પોલીસ સ્ટેશનમાં નરકટિયાગંજના બીજેપી ધારાસભ્ય રશ્મિ વર્મા વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ત્યારે ચોરીના કેસમાં ધારાસભ્ય વિરુદ્ધ FIR નોંધવામાં આવી હોવાની જાણ થઈ રહી છે. જાનકી સંસ્કૃત ઉપરાંષ્ટ્રીય મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ શિતાંશુ કુમાર દ્વારા ધારાસભ્ય વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આ મામલે ત્યાના નેતા અભયકાંત સહિત અન્ય 25 થી 30 લોકો પર આરોપ લગાવામાં આવ્યા છે. ત્યારે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

પ્રિન્સિપાલ શિતાંશુએ આરોપ લગાવ્યા છે કે તેઓ જ્યારે પટના ગયા હતા ત્યારે કોલેજની જવાબદારી શિક્ષક પાઠક સાહેબને સોંપવામાં આવી હતી. ધારાસભ્ય જાનકી સંસ્કૃત ઉપશાસ્ત્રી મહાવિદ્યાલયના સંચાલક મંડળના અધ્યક્ષ પણ છે. ત્યારે પ્રિન્સિપલની ગેર હાજરીમાં 17 જાન્યુઆરીએ કોલેજમાં તાળું તોડી તે અને અન્ય નેતાઓ જબરદસ્તી ઘુસી આવ્યા હતા. અને કોલેજની રુમના દરવાજા તોડી તેમાંથી કેટલાક કાગઝાતની ચોરી કરી હતી. ધારાસભ્ય ઉપરાંત પ્રિન્સિપાલ શિતાંષુ કુમારે FIRમાં પૂર્વ ઈન્ચાર્જ પ્રિન્સિપાલ અભયકાંત તિવારી સહિત 25-30 અજાણ્યા લોકો પર આરોપ લગાવ્યા છે. આરોપ લગાવતા તેમણે કહ્યું હતુ કે તેઓ આ સમયે રજા લઈને તેઓ પોતાના એડવોકેટને મળવા પટના ગયા હતા અને કોલેજનો ચાર્જ શિક્ષક વિવેક પાઠકને આપી દીધો હતો.

 ધારાસભ્ય સહિત અન્ય 25 લોકો પર આરોપ

ઘટનાના દિવસે તેમને તમામ આરોપીઓ કોલેજમાં ઘુસ્યા હોવાની માહિતી મળી હતી અને તેમને કોલેજમાં પ્રવેશતા જોઈ ઈન્ચાર્જ શિક્ષકે ભાગીને પોતાનો જીવ બચાવ્યો હતો. બધા ગયા પછી શિક્ષકે જાણ કરી કે ધારાસભ્ય અને અન્યોએ મળીને આચાર્યના રૂમ અને અન્ય રૂમના તાળા તોડી ઓફિસ રૂમ અને આચાર્યના કાયમી રહેઠાણના તાળા તોડીને કાગળો અને અન્ય સામાન સાથે લઈ ગયા.

ધારાસભ્યએ કહ્યું, આરોપો પાયાવિહોણા છે

અહીં ધારાસભ્ય રશ્મિ વર્માએ જણાવ્યું કે જે વ્યક્તિ પોતાને પ્રિન્સિપાલ કહે છે તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. વિકાસના કામોના પ્રચારના કારણે તેમની સામે બેફામ આક્ષેપો થઈ રહ્યા છે. તેમજ બીજી તરફ ધારાસભ્ય રશ્મિ વર્માએ આ મામલે મીડિયાને કહ્યું છે કે તેમના પર લગાવવામાં આવેલા આરોપો સંપૂર્ણપણે અસંયમિત અને પાયાવિહોણા છે. રશ્મિ વર્માએ કોલેજ જવાની વાત સ્વીકારી લીધી છે. પરંતુ એવું પણ કહેવાય છે કે તે કોલેજમાં પ્રિન્સિપાલ અભયકાંત તિવારી સાથે હતી. જ્યારે પોલીસ સ્ટેશન પ્રમુખ રામાશ્રય યાદવે મીડિયાને જણાવ્યું કે, કોલેજના પ્રિન્સિપાલ પ્રિન્સિપાલ શિતાંશુ કુમારની અરજી પર એફઆઈઆર નોંધવામાં આવી છે. મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati