VIDEO : ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સામે મહિલાએ ગત વર્ષે છેડતીની ફરિયાદ નોંધાવી હોવા છતાં ન થઈ કાર્યવાહી, શું છે સમગ્ર મામલો ?
અગાઉ દુષ્કર્મના કેસ બાદ હવે ગજેન્દ્રસિંહ સામે સગીરાની છેડતીનો આરોપ લાગ્યો છે. તેમની સાથે સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સહિત 4 લોકો સામે ગુનો નોંધાયો છે.
પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ સામે રાજસ્થાનના સિરોહીમાં છેડતીનો કેસ નોંધાતા ખળભળાટ મચ્યો છે. અગાઉ દુષ્કર્મના કેસ બાદ હવે ગજેન્દ્રસિંહ સામે સગીરાની છેડતીનો આરોપ લાગ્યો છે. તેમની સાથે સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સહિત 4 લોકો સામે ગુનો નોંધાયો છે. મળતી માહિતી પ્રમાણે, અમદાવાદની મહિલા સાથે સંપર્ક થયા બાદ તેઓ જેસલમેર ફરવા ગયા હતા. તે સમયે આબુરોડ પાસે મહિલાને ઊલટી થતી હોવાથી કાર ઊભી રાખી હતી. અને મહિલા કારમાંથી બહાર નીકળી હતી. આ દરમિયાન ગજેન્દ્રસિંહ અને મહેશ પટેલે મહિલાની દીકરી સાથે છેડતી કરી હોવાનો આરોપ છે.
મહિલાએ પુત્રી સાથે છેડતીને લઈને રાજસ્થાનમાં ફરિયાદ કરી
મહિલા પોતાની સગીર પુત્રી સાથે થયેલી છેડતી મામલે ઘણા સમયથી લડત લડી રહી છે. ગત વર્ષે ફરિયાદ નોંધાવી હોવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં મહિલાએ સિરોહી કોર્ટમાં અરજી કરી હતી. આખરે સિરોહી કોર્ટના આદેશ બાદ ફરિયાદ નોંધાઇ હતી. અને કોર્ટના આદેશ બાદ આબુરોડ ખાતે આવેલા સદર પોલીસ સ્ટેશનમાં ગુજરાત ભાજપના નેતા ગજેન્દ્રસિંહ પરમાર સહિત અન્ય ત્રણ લોકોની વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
