Farmers Protest: સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ખેડૂતોએ ગાઝીપુર બોર્ડર ખાલી કરી, રાકેશ ટિકૈતે કહ્યું- અમે નથી રોક્યો રસ્તો

સુપ્રીમ કોર્ટના ઠપકા બાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. ખેડૂતોએ રસ્તા પરથી ટેન્ટ હટાવવાનું શરૂ કરી દીધું છે. ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે તેમણે રસ્તો અટકાવ્યો ન હતો પરંતુ પોલીસે તેમને બેરિકેડ કર્યા હતા.

Farmers Protest: સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ખેડૂતોએ ગાઝીપુર બોર્ડર ખાલી કરી, રાકેશ ટિકૈતે કહ્યું- અમે નથી રોક્યો રસ્તો
Ghazipur Border
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 4:39 PM

કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ (Farmers) ગાઝીપુર બોર્ડર નેશનલ હાઇવે 24 પર રસ્તો ખોલી દીધો છે. ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા રાકેશ ટિકૈત સહિતના ખેડૂતોએ ગાઝીપુર બોર્ડર પર ફ્લાયઓવર નીચે દિલ્હી તરફ જતી સર્વિસ લેન ખોલી છે. ખેડૂતોએ પહેલા આ રસ્તો બંધ કર્યો હતો.

સુપ્રીમ કોર્ટના (Supreme Court) ઠપકા બાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. ખેડૂતોએ રસ્તા પરથી ટેન્ટ હટાવવાનું શરૂ કરી દીધું છે. ભારતીય કિસાન યુનિયન (BKU) ના નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે તેમણે રસ્તો અટકાવ્યો ન હતો પરંતુ પોલીસે તેમને બેરિકેડ કર્યા હતા.

ટિકૈત કહે છે કે હવે દિલ્હી પોલીસને ખબર હોવી જોઈએ કે રસ્તામાં આગળ શું કરવું. જ્યારે ટિકૈતને પૂછવામાં આવ્યું કે તમે આ તંબુઓ કેમ હટાવી રહ્યા છો? તો તેમણે કહ્યું, અમારે દિલ્હી જવું છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, તમે રસ્તો ખોલી રહ્યા છો? તો તેણે કહ્યું, અમે રસ્તો ક્યાં રોક્યો છે, રસ્તો પોલીસે બંધ કરી દીધો છે. તેમને પૂછવામાં આવ્યું કે શું ખેડૂતો રસ્તો સંપૂર્ણપણે ખોલશે, ટિકૈતે કહ્યું, હા, અમે આખો રસ્તો ખોલીશું.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

જ્યારે પૂછવામાં આવ્યું, શું તમે આ બધું દૂર કરશો? રાકેશ ટિકૈતે કહ્યું, હા બધું હટાવી દઈશું. પછી તેમણે કહ્યું કે તેઓ દિલ્હીમાં સંસદ સુધી જશે, જ્યાં કાયદો ઘડવામાં આવ્યો છે. અચાનક રસ્તો ખોલવાના સવાલ પર ટિકૈતે કહ્યું, અમે રસ્તો ક્યાં ખોલી રહ્યા છીએ, અમે રસ્તો બંધ કર્યો નથી. અમારે દિલ્હી જવું પડશે. રસ્તો ખોલવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો હાજર છે.

તેઓએ અહીં તંબુઓ અને અન્ય સામગ્રીઓ દૂર કરવાનું શરૂ કર્યું છે. ભારતીય કિસાન સંઘે ટ્વિટ કરીને કહ્યું છે કે, ‘ખેડૂત ભાઈઓ, આ અફવા ફેલાવવામાં આવી રહી છે કે ગાઝીપુર બોર્ડર ખાલી કરવામાં આવી રહી છે. આ સંપૂર્ણપણે પાયાવિહોણા છે, અમે બતાવી રહ્યા છીએ કે માર્ગ ખેડૂતો દ્વારા નહીં પણ દિલ્હી પોલીસે બંધ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી સુપ્રીમ કોર્ટે દિલ્હીની સરહદો પર રસ્તા બંધ કરનારા ખેડૂતોના વિરોધમાં નારાજગી પણ વ્યક્ત કરી છે. કોર્ટે ખેડૂતોને માર્ગ પરથી હટવા સંબંધિત જવાબ દાખલ કરવા કહ્યું. આ માટે કોર્ટે ખેડૂતોને સમય પણ આપ્યો છે. આ મામલાની સુનાવણી કરતી વખતે જસ્ટિસ એસ કે કૌલે ખેડૂતોને કહ્યું કે તેમને આંદોલન કરવાનો અધિકાર છે પરંતુ તેઓ રસ્તો રોકી શકતા નથી.

લોકોને મુશ્કેલી ખેડૂતોએ નોઈડાથી દિલ્હીને જોડતા રસ્તાઓ બંધ કરી દીધા છે. જેના કારણે લોકો પરેશાની ભોગવી રહ્યા છે. આ સમસ્યાને જોતા અરજદારે કોર્ટમાં અરજી કરી હતી. તેમની માંગણી છે કે ખેડૂતોને રસ્તા પરથી હટાવવામાં આવે. હવે કોર્ટ આગામી 7 ડિસેમ્બરે આ મામલે સુનાવણી કરશે. કોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે હવે કેટલાક ઉકેલ શોધવા પડશે. રસ્તાઓ આ રીતે બંધ કરી શકાતા નથી.

આ પણ વાંચો : પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ટૂંક સમયમાં થશે ઘટાડો ! સરકારે ભાવ ઘટાડા માટે તૈયાર કર્યો પ્લાન

આ પણ વાંચો : તેલના ભાવમાં ન થયો ઘટાડો, ખાદ્ય તેલ પર આયાત ડયૂટીમાં ઘટાડાનો લાભ સામાન્ય લોકોને નથી મળી રહ્યો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">