AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Farm Laws: સંસદમાં કૃષિ કાયદા બિલની રજૂઆતથી લઈને પરત લેવાની જાહેરાત સુધીની તમામ ઘટનાઓની સંક્ષિપ્ત માહિતી

Farmers Laws: આ અહેવાલમાં સંસદમાં કૃષિ બિલની રજૂઆતથી લઈને તેમના પરત લેવાની જાહેરાત સુધીની તમામ ઘટનાઓ વિશે જાણકારી આપીશું.

Farm Laws: સંસદમાં કૃષિ કાયદા બિલની રજૂઆતથી લઈને પરત લેવાની જાહેરાત સુધીની તમામ ઘટનાઓની સંક્ષિપ્ત માહિતી
Farmers Protest
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 12:41 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) 19 નવેમ્બર, શુક્રવારના રોજ એક મોટી જાહેરાત કરી. તેમણે ત્રણેય કૃષિ કાયદાઓ (Farm Laws) પાછા ખેંચવાની ઘોષણા કરી હતી. ખેડૂત સંગઠનોએ આ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ સંસદમાં કાયદા અંગે નિર્ણય ન લેવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની વાત કહી છે. આ અહેવાલમાં સંસદમાં કૃષિ બિલની રજૂઆતથી લઈને તેમના પરત લેવાની જાહેરાત સુધીની તમામ ઘટનાઓ વિશે જાણકારી આપીશું.

સપ્ટેમ્બર 14, 2020 કૃષિ કાયદા બિલ લોકસભામાં (Lok Sabha) રજૂ કરવામાં આવ્યું હતું, જે 17 સપ્ટેમ્બર, 2020 ના રોજ પસાર થયું હતું. આ પછી દેશભરમાં ખેડૂતોનો વિરોધ શરૂ થયો.

નવેમ્બર 26, 2020 ખેડૂતોએ 3 નવેમ્બરના રોજ દેશભરમાં રસ્તાઓ બંધ કરવાની જાહેરાત કરી હતી. 26 નવેમ્બર સુધીમાં, જ્યારે ખેડૂતોના જૂથ દિલ્હી (Delhi) તરફ આગળ વધ્યા, ત્યારે હરિયાણાના અંબાલામાં તેમને વિખેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ પછી પોલીસે ઉત્તર-પશ્ચિમ દિલ્હીના નિરંકારી મેદાનમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપી હતી.

1 ડિસેમ્બર 2020 કેન્દ્ર સરકારે કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવા માટે એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ 35 ખેડૂત સંગઠનોએ તેને સ્વીકાર્યો ન હતો. ખેડૂતોના સંગઠનો અને કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમર વચ્ચેની વાતચીત નિરર્થક રહી.

3 ડિસેમ્બર 2020 આઠ કલાક સુધી બેઠક ચાલી, પરંતુ કોઈ નિર્ણય આવ્યો નહીં. કેન્દ્રીય નેતાઓએ કાયદામાં રહેલી ખામીઓ દૂર કરવાની વાત કરી હતી. ઉપરાંત, એમએસપી અને ખરીદ સિસ્ટમ અંગે ઘણી દરખાસ્તો કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ ન આવ્યો.

5 ડિસેમ્બર 2020 ખેડૂતો અને સરકાર વચ્ચે મંત્રણાનો પાંચમો રાઉન્ડ થયો. આ બેઠકમાં ખેડૂત આગેવાનોએ મૌન વ્રત રાખ્યું અને સરકાર પાસે હા કે નામાં જવાબ માંગ્યો હતો.

8 ડિસેમ્બર 2020 ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું હતું. તેની સૌથી વધુ અસર પંજાબ અને હરિયાણામાં જોવા મળી હતી. ખેડૂતોના ભારત બંધને મોટાભાગના વિરોધ પક્ષોએ સમર્થન આપ્યું હતું. તે દિવસે સાંજે પણ બેઠક યોજાઈ હતી, જે સફળ થઈ ન હતી.

16 ડિસેમ્બર 2020 બોર્ડર બંધ થવાને કારણે લોકોને પડી રહેલી મુશ્કેલી અંગે સુપ્રીમ કોર્ટમાં એક અરજી પર સુનાવણી થઈ હતી. સમસ્યાના નિરાકરણ માટે એક સમિતિની રચના કરવાનું સૂચન કર્યું હતું. કોર્ટે ખેડૂતોના અહિંસક વિરોધ કરવાનો અધિકાર સ્વીકાર્યો.

21 ડિસેમ્બર 2020 ખેડૂતોએ તમામ આંદોલન સ્થળો પર એક દિવસીય ભૂખ હડતાળ કરી હતી. આ સિવાય હરિયાણાએ 25 થી 27 ડિસેમ્બર સુધી હાઈવે પર ટોલ વસૂલાત બંધ કરવાની જાહેરાત કરી.

30 ડિસેમ્બર 2020 સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે મંત્રણાનો છઠ્ઠો રાઉન્ડ થયો. જેમાં કેન્દ્ર સરકારે ખેત સળગાવવા સંબંધિત વટહુકમમાં ખેડૂતો સામે પગલાં નહીં લેવા અને સૂચિત વિદ્યુત સુધારા કાયદાનો અમલ નહીં કરવા સંમતિ દર્શાવી હતી.

4 જાન્યુઆરી 2021 મંત્રણાનો સાતમો રાઉન્ડ પણ નિષ્ફળ ગયો. ખેડૂત આગેવાનો ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવા પર અડગ હતા. સરકારે આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી હતી.

8 જાન્યુઆરી 2021 બેઠકના આઠમા રાઉન્ડમાં ખેડૂતોએ સ્પષ્ટપણે કહ્યું કે ‘ઘર વાપસી’ ત્યારે જ થશે જ્યારે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવામાં આવશે.

12 જાન્યુઆરી 2021 સુપ્રિમ કોર્ટે ત્રણ કૃષિ કાયદાઓ પર સ્ટે મૂક્યો અને એક સમિતિની રચના કરી. કોર્ટે કમિટીને બે મહિનામાં રિપોર્ટ સોંપવા કહ્યું.

15 જાન્યુઆરી 2021 મંત્રણાનો નવમો રાઉન્ડ પણ નિરર્થક રહ્યો. આંદોલન કરતા ખેડૂત કાયદાને સંપૂર્ણ રદ કરવાની તેમની મુખ્ય માગ પર અડગ રહ્યા. સરકારે જરૂરી સુધારાની વાત કરી હતી.

21 જાન્યુઆરી 2021 10મા રાઉન્ડની વાતચીતમાં સરકારે ત્રણેય કાયદાઓને દોઢ વર્ષ માટે સ્થગિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સંયુક્ત સમિતિ બનાવવાની વાત થઈ હતી, પરંતુ આ વાતચીત પણ અનિર્ણિત રહી હતી.

22 જાન્યુઆરી 2021 11 માં રાઉન્ડની વાતચીતમાં પણ ખેડૂતો તેમની માગથી પાછળ હટવા તૈયાર ન હતા. સરકારે કડક વલણ દાખવ્યું.

26 જાન્યુઆરી 2021 દિલ્હી બોર્ડર પર વિરોધ કરી રહેલા ખેડૂતોએ દિલ્હીમાં ટ્રેક્ટર પરેડ કાઢી હતી. આ દરમિયાન આંદોલનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઉપરાંત મોટી સંખ્યામાં ખેડૂતો લાલ કિલ્લા પર પહોચ્યા હતા અને હંગામો કર્યો હતો.

06 ફેબ્રુઆરી 2021 વિરોધ કરી રહેલા ખેડૂતોએ બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી ત્રણ કલાક માટે દેશભરમાં ‘ચક્કા જામ’ કર્યો હતો.

06 માર્ચ 2021 દિલ્હીની સરહદો પર ખેડૂતોના વિરોધને 100 દિવસ પૂરા થયા.

જુલાઈ 2021 લગભગ 200 ખેડૂતોએ ત્રણ કૃષિ કાયદાઓની નિંદા કરીને સંસદ ભવનની નજીક કિસાન સંસદની સમાંતર ‘ચોમાસુ સત્ર’ શરૂ કર્યું.

સપ્ટેમ્બર 7 – સપ્ટેમ્બર 9, 2021 ખેડૂતો મોટી સંખ્યામાં કરનાલ પહોંચ્યા અને મિની સચિવાલયનો ઘેરાવ કર્યો.

15 સપ્ટેમ્બર, 2021 ખેડૂતોના આંદોલનને કારણે બંધ કરવામાં આવેલ સિંઘુ બોર્ડર પરનો રસ્તો ખોલવા માટે સરકારે રાજ્ય સ્તરીય સમિતિની રચના કરી હતી.

19 નવેમ્બર, 2021 ગુરુ નાનક જયંંતિના અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ પરત ખેંચવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો : Agricultural Bills : શું હતા ત્રણ કૃષિ કાયદા અને શા માટે થયો હતો વિવાદ, જાણો બધુ

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીની મોટી જાહેરાત, ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચાશે, સંસદના આગામી સત્રમાં પરત લેવાશે કૃષિ બીલ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">