રેલ્વેમાં નોકરી આપવાનું કહી મોકલવામાં આવી રહ્યો છે ઓફર લેટર, જાણો શું છે સત્ય

રેલ્વે મંત્રાલયના નામે જાહેર કરવામાં આવેલા ઑફર લેટરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અરજદારને ક્લાર્કના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

રેલ્વેમાં નોકરી આપવાનું કહી મોકલવામાં આવી રહ્યો છે ઓફર લેટર, જાણો શું છે સત્ય
Fact check fake offer letter is circulating in name of indian railways know its truth

FACT CHECK : આજકાલ ભારતીય રેલ્વેના નામે નકલી ઓફર લેટર સામે આવી રહ્યા છે. રેલ્વે મંત્રાલય તરફથી એક ઓફર લેટર સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યો છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અરજદારને ક્લાર્કના પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. જો તમને પણ આવો ઑફર લેટર મળ્યો હોય તો તેના પર બિલકુલ વિશ્વાસ ન કરો. આ ઓફર લેટર ખોટો અને નકલી છે. PIB ફેક્ટ ચેકે આ માહિતી આપી છે.

નકલી ઓફર લેટરમાં શું કહેવાયું છે? PIB ફેક્ટ ચેકે ટ્વિટ કર્યું છે કે રેલવે મંત્રાલયના નામે જાહેર કરવામાં આવેલા ઑફર લેટરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે અરજદારને ક્લાર્કના પદ પર નિયુક્ત કરવામાં આવ્યા છે. PIBએ કહ્યું છે કે આ પત્ર નકલી છે. રેલ્વેમાં નોકરીઓ ફક્ત તેના 21 RRB દ્વારા રેલ્વે મંત્રાલય દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ પાસ કરવા પર જ ઓફર કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આવો ઓફર લેટર તમને છેતરપિંડીનો શિકાર બનાવવાનો એક રસ્તો હોઈ શકે છે. તેથી તેનાથી સચેત રહો અને તમારી કોઈપણ અંગત માહિતી શેર કરશો નહીં.

PIB ફેક્ટ ચેકે આ નકલી ઓફર લેટરનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. આ પત્રમાં નોકરીની શરૂઆતની તારીખ 15 નવેમ્બર 2021 આપવામાં આવી છે, જેમાં બેંગ્લોરનું સરનામું છે. તે ઓફરની બીજી હાર્ડ કોપી પર હસ્તાક્ષર કરવા અને ઓફર સ્વીકારવા માટે પોસ્ટમેનને પરત કરવાનું જણાવે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે જોડાતા પહેલા વ્યક્તિએ તેની મેડિકલ ફાઇલ, પરીક્ષા ફાઇલ અને ડ્રાફ્ટ પણ સબમિટ કરવાનો રહેશે.

PIB ફેક્ટ ચેક શું છે? તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક (PIB Fact Check)સરકારી નીતિઓ અથવા યોજનાઓ પર ખોટી માહિતીને રદિયો આપે છે. જો તમને સરકાર સંબંધિત કોઈપણ સમાચાર નકલી હોવાની શંકા હોય, તો તમે તેના વિશે PIB ફેક્ટ ચેકને જાણ કરી શકો છો. આ માટે તમે આ મોબાઈલ નંબર 8799711259 અથવા socialmedia@pib.gov.in ઈમેલ આઈડી પર મોકલી શકો છો.

આ પણ વાંચો : પશ્ચિમ બંગાળ સરકારે પાનમસાલા-ગુટખાના ખરીદ-વેચાણ પર એક વર્ષ સુધી પ્રતિબંધ લગાવ્યો

આ પણ વાંચો : Lakhimpur Case: મુખ્ય આરોપી આશિષ મિશ્રાને ડેન્ગ્યુની પુષ્ટિ માટે કર્યું ક્રોસ ચેકિંગ, ELISA રિપોર્ટમાં બહાર આવ્યું સત્ય

  • Follow us on Facebook

Published On - 7:42 pm, Tue, 26 October 21

Click on your DTH Provider to Add TV9 Gujarati