Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકસભા કે રાજ્યસભાના સાંસદ ના હોય તો પણ કેન્દ્રમાં પ્રધાન બની શકે ? જાણો શુ છે બંધારણીય જોગવાઈ ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નવા મંત્રી મંડળમાં કુલ 72 મંત્રીઓ છે. તેમાંથી 10 એવા મંત્રીઓ છે જે લોકસભા 2024માં યોજાયેલી ચૂંટણીમાં જીત્યા નથી, છતા તેમને કેબિનેટ મંત્રી અથવા રાજ્યકક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા છે. શુ ચૂંટણી હારેલા ઉમેદવાર કે લોકસભા અને રાજ્યસભાના સાંસદ પણ ના હોય તેમને મંત્રી બનાવી શકાય તેવો કોઈ કાયદો છે ? ચાલો સમજીએ.

લોકસભા કે રાજ્યસભાના સાંસદ ના હોય તો પણ કેન્દ્રમાં પ્રધાન બની શકે ? જાણો શુ છે બંધારણીય જોગવાઈ ?
Image Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2024 | 5:14 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં કયા મંત્રીને કયું મંત્રાલય આપવું તે અંગેનો નિર્ણય ગઈકાલ સોમવારે લેવાયો છે. સોમવારે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી નવી કેબિનેટની પ્રથમ બેઠકમાં, ખાતાઓની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ હવે સામાન્ય લોકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે જે પી નડ્ડા, એસ જયશંકર, નિર્મલા સીતારમણે લોકસભાની ચૂંટણી લડ્યા ન હતા, છતાં તેમને કેબિનેટ મંત્રી કેવી રીતે બનાવવામાં આવ્યા. બીજું, લોકસભાની ચૂંટણી હારી ગયા હોવા છતા, પંજાબના રવનીત સિંહ બિટ્ટુને રાજ્યકક્ષાના મંત્રી કેવી રીતે બનાવ્યા ?

વડાપ્રધાન મોદીના નવા મંત્રી પરિષદમાં 72 સભ્યો છે. તેમાંથી 30 કેબિનેટ મંત્રીઓ છે, સ્વતંત્ર હવાલો ધરાવતા 5 રાજ્યકક્ષાના મંત્રી અને 36 રાજ્યકક્ષાના મંત્રી છે. આ તમામે ગત રવિવાર 9 જૂનના સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં મંત્રીપદ અને હોદ્દાની ગુપ્તતાના શપથ લીધા હતા. કેબિનેટ મંત્રી તેમના મંત્રાલયના વડા છે. રાજ્યમંત્રીની વાત કરીએ તો તેઓ કેબિનેટ મંત્રીઓના સહયોગી છે. તેઓ કેબિનેટ મંત્રીને રિપોર્ટ કરે છે અને કેબિનેટની બેઠકોમાં હાજરી આપતા નથી.

મોદી 3.0માં રાજ્યસભામાંથી 11 મંત્રીઓ

આ વખતે નરેન્દ્ર મોદીના મંત્રી મંડળમાં લગભગ 10 એવા સભ્યો છે, જેઓ 2024ની લોકસભા ચૂંટણી લડ્યા ન હતા. તેમાંથી એલ મુરુગન નીલગિરી મતવિસ્તારમાંથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ ડીએમકેના ઉમેદવાર સામે હારી ગયા હતા. જ્યારે, બીજેપી પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા, નિર્મલા સીતારમણ, એસ જયશંકર, અશ્વિની વૈષ્ણવ અને હરદીપ સિંહ પુરી 2024ની લોકસભા ચૂંટણી લડ્યા નહોતા, તેમ છતાં તેમને કેબિનેટ મંત્રી પદ મળ્યું છે. આ તમામ રાજ્યસભાના સભ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 14-03-2025
Mobile Rules : કયા સમયે મોબાઈલને ન અડવો જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Jioનો સ્પેશ્યિલ પ્લાન, માત્ર 100 રૂપિયામાં 3 મહિના TV પર ચાલશે JioHotstar
Holi Ash Remedies: હોલિકા દહનની રાખ સાથે કરો આ એક કામ, રાહુ-કેતુના સંકટ ટળી જશે
ખિસકોલીનું રોજ તમારા ઘરે આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં
IPLની એક મેચની કિંમત 119 કરોડ રૂપિયા

રાજ્યસભાના જે સભ્યોને રાજ્યકક્ષાના મંત્રી તરીકે સામેલ કરવામાં આવ્યા છે તેમાં રામદાસ આઠવલે, રામનાથ ઠાકુર, બીએલ વર્મા, એલ મુરુગન, સતીશ ચંદ્ર દુબે અને પવિત્રા માર્ગેરીતાનો સમાવેશ થાય છે. સર્બાનંદ સોનોવાલ અને જ્યોતિરાદિત્ય સિંધિયા રાજ્યસભાના સભ્ય છે અને આ વખતે તેઓ લોકસભામાં ચૂંટાયા છે.

નિયમો અનુસાર મંત્રી મંડળમાં સામેલ થવા માટે વ્યક્તિ ગૃહનો સભ્ય હોવો જરૂરી છે. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહમાં આવે છે. તેથી, જો કોઈ રાજ્યસભાનો સભ્ય હોય તો પણ તે વડાપ્રધાનની કેબિનેટનો ભાગ બની શકે છે.

જેઓ કોઈ પણ ગૃહના સભ્ય નથી તેમને મંત્રી બનાવી શકાય ?

લોકસભા ચૂંટણી 2024માં રવનીત બિટ્ટુ લુધિયાણા સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર અમરિંદર સિંહ રાજા વાડિંગ સામે હારી ગયા હતા. જ્યારે, જ્યોર્જ કુરિયન કેરળના કોટ્ટયમનો રહેવાસી છે. તેઓ છેલ્લા ચાર દાયકાથી પાર્ટીના કાર્યકર છે. તેઓ 2016માં વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, પરંતુ જીતી શક્યા ન હતા. હવે સવાલ એ ઊભો થાય છે કે રવનીત સિંહ બિટ્ટુ અને જ્યોર્જ કુરિયન ના તો લોકસભાના સભ્ય છે કે ના તો રાજ્યસભાના. આવી સ્થિતિમાં તેમને રાજ્યકક્ષાનું મંત્રી પદ આપવાનો કાયદો છે?

બંધારણના અનુચ્છેદ 75માં બિન-સાંસદોને મંત્રી બનાવવાની જોગવાઈ છે. પરંતુ આમાં એક શરત છે. જે અનુસાર મંત્રી બન્યાના છ મહિનાની અંદર લોકસભા કે રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાવવું પડે. અનુચ્છેદ 75 (5) મુજબ, જો કોઈ મંત્રી સતત 6 મહિના સુધી સંસદના કોઈપણ ગૃહ લોકસભા અને રાજ્યસભા ના સભ્ય નથી, તો 6 મહિના પૂરા થવા પર, તેમણે પદ છોડવું પડશે.

બંધારણના આ નિયમ હેઠળ રવનીત સિંહ બિટ્ટુ અને જ્યોર્જ કુરિયનને મંત્રી તરીકે શપથ ગ્રહણ કરવામાં આવ્યા છે. જો તેઓ આગામી 6 મહિનામાં રાજ્યસભાના સભ્ય તરીકે નહી ચૂંટાય કે પછી લોકસભા પેટાચૂંટણીમાં વિજય પ્રાપ્ત નહી કરે તો તેમણે મંત્રી પદના હોદ્દા પરથી રાજીનામું આપવું પડશે.

g clip-path="url(#clip0_868_265)">