AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કંપનીનું MacBook લઈને કર્મચારી ‘ગાયબ’ ! જોબ જોઈનિંગના દિવસે ખેલાઈ ગયો ‘મોટો ખેલ’, રિક્રૂટરે શેર કર્યો અત્યાર સુધીનો સૌથી અજીબ અનુભવ

ઉબેર (Uber) ના એક રિક્રૂટર દ્વારા તાજેતરમાં એક એવો અનુભવ શેર કરવામાં આવ્યો છે કે, જે સાંભળવામાં બિલકુલ અજીબ લાગે છે. કંપનીમાં એક ઉમેદવારે (Candidate) જોબ ઓફર સ્વીકારી અને સાથે લેપટોપ પણ મેળવી લીધું પરંતુ જોઈનિંગના દિવસે અચાનક જ તે ગાયબ થઈ ગયો.

કંપનીનું MacBook લઈને કર્મચારી 'ગાયબ' ! જોબ જોઈનિંગના દિવસે ખેલાઈ ગયો 'મોટો ખેલ', રિક્રૂટરે શેર કર્યો અત્યાર સુધીનો સૌથી અજીબ અનુભવ
| Updated on: Jun 03, 2026 | 4:47 PM
Share

હૈદરાબાદમાં રહેતા ઉબેર (Uber) ના રિક્રૂટર રઘુ તેન્નેટીએ LinkedIn પર એક ખૂબ જ અજીબ કિસ્સો શેર કર્યો છે. આ વાત કંપનીના એક નવા કર્મચારી વિશે છે કે, જે જોબ જોઈન કર્યા પછી અચાનક ગાયબ થઈ ગયો. આ નવો કર્મચારી કંપની તરફથી મળેલું મોંઘું Apple MacBook લેપટોપ પણ પોતાની સાથે લઈ ગયો. એટલું જ નહીં, તેણે પોતાની ઓળખના બધા જ ડિજિટલ નિશાન પણ સંપૂર્ણપણે ભૂંસી નાખ્યા.

ઉબેરના પ્રિન્સિપલ રિક્રૂટર રઘુ તેન્નેટીએ LinkedIn પર પોસ્ટ કરીને લખ્યું કે, કોલ કરવા પર ઉમેદવારનો નંબર અસ્તિત્વમાં જ નહોતો દેખાતો અને તેનું લિંક્ડઈન પ્રોફાઈલ પણ ગાયબ થઈ ગયું હતું. એવું લાગી રહ્યું હતું કે, જાણે તેણે પોતાની આખી ડિજિટલ ઓળખ ભૂંસી નાખી હોય.

MacBookને ટ્રેક કરવામાં આવ્યું

રઘુ તેન્નેટીએ પોતાની પોસ્ટમાં આગળ એકદમ ચોંકાવનારી ઘટના જણાવી. તેમણે લખ્યું કે, જ્યારે તે ઉમેદવારને ઈશ્યૂ કરવામાં આવેલા MacBookને ટ્રેક કરવામાં આવ્યું, ત્યારે ખબર પડી કે તે એક તૂટેલી અને અવાવરુ બિલ્ડિંગની પાછળ આવેલા ખાલી પ્લોટનું લોકેશન હતું.

રઘુ તેન્નેટીએ લખ્યું કે, તેણે મેકબુક (MacBook) માટે એક ‘ડેડ-ડ્રોપ’ લોકેશન આપ્યું હતું, એટલે કે એક એવી જગ્યા જ્યાં કોઈ પણ સીધા સંપર્ક વિના સામાન છોડી દેવામાં આવે છે. અમારી આઈટી (IT) ટીમે લેપટોપને રિમોટલી ટ્રેક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ત્યાં સુધીમાં તેનું ફેક્ટરી રીસેટ થઈ ચૂક્યું હતું. આ ડિવાઈસ એક એન્ક્રિપ્ટેડ પ્રોક્સી દ્વારા સિગ્નલ મોકલી રહ્યું હતું અને જે લોકેશન દેખાઈ રહ્યું હતું, તે જાણે આ દુનિયાનું ન હોય તેવું લાગતું હતું.

તેમણે એ પણ જણાવ્યું કે, આ ઘટનાએ કંપનીને તેની ઓનબોર્ડિંગ પ્રક્રિયામાં એક નવું પગલું ઉમેરવા માટે મજબૂર કરી દીધી, જેથી ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને. હવે એ સુનિશ્ચિત કરવું પડશે કે, ઉમેદવાર વાસ્તવમાં અસ્તિત્વ ધરાવે છે કે નહીં.

ઉમેદવારે પોતાની ડિજિટલ ઓળખ ભૂંસી નાખી

આ ઘટના કોઈ ફિલ્મી વાર્તા નથી પરંતુ સામાન્ય ચતુરાઈ અને ચોરીનો મામલો હતો. ઉમેદવારે પોતાની આખી ઓળખ નકલી બનાવી હતી, કોઈ ડિજિટલ નિશાન છોડ્યું ન હતું અને તે અચાનક ગાયબ થઈ ગયો. હજી સુધી તેની સાચી ઓળખ સામે આવી નથી અને આ ઘટના જોઈનિંગ પ્રક્રિયા (Joining Process) માટે એક ચેતવણી પણ સાબિત થઈ છે.

શું ભારતે પોતાનું ‘ગોલ્ડ રિઝર્વ’ વેચી દીધું ? કેન્દ્ર સરકારે આપ્યું ‘મોટું નિવેદન’

Follow Us
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
પોલીસે જપ્ત કરેલ દારુ GRD જવાને બૂટલેગરને વેચી નાખ્યો, જુઓ વીડિયો
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
હવે બુધવારે દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રના આટલા વિસ્તારને આવરી લેશે ચોમાસું
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
સિંહોના સંવનન કાળ અને ચોમાસાની પરિસ્થિતિને કારણે ગીર અભ્યારણ્ય બંધ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
કતારમાં ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ સુરતનો યુવક ગૂમ
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
હાર્દિક અને અલ્પેશ સહિતના પાટીદાર આગેવાનોને મોટી રાહત મળી
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
સુરત ડિમોલિશન કેસમાં મોટો ખુલાસો, 15 અધિકારીઓના નામ આવ્યા સામે
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">