AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ભારતે પોતાનું ‘ગોલ્ડ રિઝર્વ’ વેચી દીધું ? કેન્દ્ર સરકારે આપ્યું ‘મોટું નિવેદન’

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા સોનું વેચવામાં આવ્યું હોવાની ચર્ચાએ તાજેતરમાં બજારમાં ભારે જોર પકડ્યું હતું. આ અહેવાલો સામે આવ્યા બાદ હવે સરકાર તરફથી આ બાબતે એક મોટું અને મહત્વનું સ્પષ્ટીકરણ જાહેર કરવામાં આવ્યું છે.

શું ભારતે પોતાનું 'ગોલ્ડ રિઝર્વ' વેચી દીધું ? કેન્દ્ર સરકારે આપ્યું 'મોટું નિવેદન'
| Updated on: Jun 03, 2026 | 4:20 PM
Share

દેશની કેન્દ્રીય બેંક RBI એ ફોરેક્સ રિઝર્વમાંથી કોઈ પણ પ્રકારનું સોનું (Gold Reserves) વેચ્યું નથી. સરકારે એવા અહેવાલોને ફગાવી દીધા છે કે, જેમાં કહેવામાં આવ્યું હતું કે RBIએ દેશની ફોરેન એક્સચેન્જ એસેટ્સને બચાવી રાખવા માટે ‘ગોલ્ડ રિઝર્વ’ વેચ્યું છે.

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) ની ફેક્ટ-ચેક યુનિટે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું છે કે, આ અંગે આવી રહેલા અહેવાલો ભ્રામક અને તથ્યહીન છે.

ફેક્ટ-ચેક યુનિટે શું કહ્યું?

એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, RBIએ તેના સોનાના ભંડારનો એક ભાગ વેચી દીધો છે. જો કે, RBIના સત્તાવાર આંકડા આ દાવાનું સમર્થન કરતા નથી. કેન્દ્રીય બેંકના જણાવ્યા અનુસાર, ભારતના ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો સપ્ટેમ્બર 2025ના અંતમાં 13.92% હતો, જે 31 માર્ચ 2026 સુધીમાં વધીને 16.70% થઈ ગયો. બીજીબાજુ 22 મે 2026 સુધીમાં આ હિસ્સો વધુ વધીને 16.85% પર પહોંચી ગયો.

કોઈ ફેરફાર થયો નથી

PIBએ જણાવ્યું કે, RBI તેના માસિક બુલેટિનમાં ફિઝિકલ ગોલ્ડ સ્ટોકની માહિતી પણ જાહેર કરે છે અને ઉપલબ્ધ તાજેતરના આંકડા મુજબ, તેમાં કોઈ ફેરફાર થયો નથી. આવી સ્થિતિમાં RBI દ્વારા મોટાપાયે સોનું વેચવામાં આવ્યું હોવાનો દાવો સાચો નથી.

બ્લૂમબર્ગના રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું હતું?

બ્લૂમબર્ગના એક અહેવાલમાં જણાવાયું હતું કે, RBIએ તાજેતરના મહિનાઓમાં તેના કેટલાક ગોલ્ડ રિઝર્વ વિદેશમાં આવેલા સુરક્ષિત વૉલ્ટ્સમાંથી ભારત લાવવા દરમિયાન આશરે 12 અબજ ડોલરની કિંમતના સોનાનું વેચાણ કર્યું હોઈ શકે છે.

અહેવાલમાં એવો પણ સંકેત આપવામાં આવ્યો હતો કે, ગોલ્ડના સંગ્રહ અને સંચાલન સાથે જોડાયેલા પગલાંને કારણે બજારમાં આવી અટકળો લગાવવામાં આવી રહી છે.

માત્ર RBIના દસ્તાવેજો પર જ ભરોસો કરો

RBIએ સ્પષ્ટ કર્યું છે કે, તેના ગોલ્ડ રિઝર્વના જથ્થામાં કોઈ ઘટાડો થયો નથી. ઉલટાનું, ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો વધ્યો છે, જે દર્શાવે છે કે ભારતનું ગોલ્ડ રિઝર્વ મજબૂત સ્થિતિમાં છે. PIBએ લોકોને અપીલ કરી છે કે તેઓ RBI સંબંધિત કોઈ પણ માહિતી માટે માત્ર RBIની સત્તાવાર વેબસાઇટ અને સત્તાવાર દસ્તાવેજો પર જ ભરોસો રાખે.

Niftyમાં 04 જૂને ‘કન્ફ્યુઝન’ કે ‘મોટો ખેલ’? એક તરફ મંદીની આશંકા, બીજી તરફ ‘ગેપ-અપ’ ઓપનના સંકેત

Follow Us
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ગુજરાતમાં મેઘ તાંડવથી 50થી વધુના મોત, હજારોનું સ્થળાંતર
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ખાનગી કામો અચાનક પૂરા થશે, નાણાકીય લાભ થવાના યોગ બની રહ્યા છે
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
g clip-path="url(#clip0_868_265)">