National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસમાં ચોથી વખત EDએ રાહુલ ગાંધીની પૂછપરછ શરૂ કરી, બહેન પ્રિયંકા ઓફિસની બહાર હાજર

કોંગ્રેસે (Congress) આજે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી, જેમાં પાર્ટીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે અને તેનો એકમાત્ર હેતુ આપણા નેતાઓની છબી ખરાબ કરવાનો છે.

National Herald Case: નેશનલ હેરાલ્ડ કેસમાં ચોથી વખત EDએ રાહુલ ગાંધીની પૂછપરછ શરૂ કરી, બહેન પ્રિયંકા ઓફિસની બહાર હાજર
Rahul Gandhi At ED Office
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 20, 2022 | 12:36 PM

નેશનલ હેરાલ્ડ કેસને (National Herald Case) લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) આજે ચોથી વખત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ઓફિસ પહોંચ્યા છે. પ્રિયંકા ગાંધી તેમને સમર્થન આપવા માટે ED ઓફિસની બહાર હાજર છે. આ અંગે કોંગ્રેસે આજે એક પ્રેસ કોન્ફરન્સ પણ યોજી હતી, જેમાં પાર્ટીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે અને તેનો એકમાત્ર હેતુ આપણા નેતાઓની છબી ખરાબ કરવાનો છે. અગ્નિપથ યોજના અને રાહુલ ગાંધીને EDના સમન્સના વિરોધમાં કોંગ્રેસે આજે જંતર-મંતર ખાતે ‘સત્યાગ્રહ’ કર્યો હતો.

આ દરમિયાન સલમાન ખુર્શીદ, મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન ખડગેએ કહ્યું કે તમે આ એટલા માટે કરી રહ્યા છો કે જે યુવાનો મોંઘવારી અને બેરોજગારી સામે વિરોધ કરી રહ્યા છે તેમની દિશાને ભટકાવવામાં આવે. તેમણે પૂછ્યું કે શું તેઓ 46,000 યુવાનોને તૈયાર કરીને RSSમાં લાવવા માગે છે. શું કોઈ દેશમાં એવું બન્યું છે કે 4 વર્ષ સુધી ટ્રેનિંગ આપ્યા પછી છોડી દીધા હોય. 4 વર્ષની તાલીમ અને સ્ટાઈપેન્ડ આપીને ચૂંટણી સુધી તેમને વ્યસ્ત રાખવા તમે આ કામ કરી રહ્યા છો.

આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળશે અને મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછના વિરોધ દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા પાર્ટીના સાંસદોની કથિત ગેરવર્તન અને સતામણી તેમના ધ્યાન પર લાવશે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે EDએ રાહુલ ગાંધીની માતા સોનિયા ગાંધીની હોસ્પિટલમાં દાખલ થવાને કારણે નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસમાં તેમની પૂછપરછ 17 જૂનથી 20 જૂન સુધી મુલતવી રાખવાની વિનંતી સ્વીકારી લીધી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કોંગ્રેસના નેતાઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળશે

રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે, લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરી, પી ચિદમ્બરમ, કેસી વેણુગોપાલ અને રમેશ સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ રામનાથ કોવિંદને મળશે અને તેમને પાર્ટીના સાંસદોના ઉશ્કેરણી વગરના ગેરવર્તન વિશે વાકેફ કરશે. તે કોંગ્રેસે સાંસદોના ગેરવર્તણૂકને તમામ લોકતાંત્રિક નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું હતું.

કોંગ્રેસના નેતાઓના અલગ-અલગ પ્રતિનિધિમંડળો પહેલાથી જ રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને મળી ચૂક્યા છે, જેમાં સાંસદોના અધિકારોના ઉલ્લંઘન માટે પગલાં લેવાની માગણી કરવામાં આવી છે અને તેમને વિશેષાધિકાર નોટિસ તરીકે માનવા માટે કહેવામાં આવ્યું છે.

Latest News Updates

જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">